10Worst Earthquakes 2001 thousands of people were devastated in Gujarat
ભૂકંપ /
10 સૌથી ભયાનક ભૂકંપ: 2001માં ગુજરાતમાં હજારો લોકો થયા હતા તબાહ, જાપાનમાં 2011માં ઈતિહાસની સૌથી મોટી આફત, જુઓ આખું લિસ્ટ
Team VTV08:30 PM, 06 Feb 23
| Updated: 10:14 PM, 06 Feb 23
દુનિયાના 10 સૌથી વિનાશક ધરતીકંપ આવ્યા હતા. જેમાં 1 ભારતમાં પણ કચ્છમાં આવેલ ભૂકંપનો સમાવેશ થાય છે. જાણો 10 સૌથી વિનાશક ધરતીકંપ વિશે.
આ છે દુનિયાના 10 સૌથી વિનાશક ધરતીકંપ
ભારતના પણ આ ભૂકંપનો સમાવેશ
તુર્કીના સિરિયામાં 7.8 તીવ્રતાના ભૂકંપના બે આંચકાએ તુર્કી અને સીરિયામાં મોટી તબાહી સર્જી છે. 7.8ની તીવ્રતાના ભૂકંપના કારણે તુર્કીમાં 300 અને સીરિયામાં 320 લોકોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે. લેબનાન, સીરિયા અને સાયપ્રસમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. સાથે સાથે ઈટલીને સુનામી માટે એલર્ટ જાહેર કર્યું છે. મહત્વનું છે કે તુર્કી વિશ્વના ભૂકંપનું ઝોન માનવામાં આવે છે.
આ પહેલા1999 માં તુર્કીના ડુઝ પ્રદેશમાં 7.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારે તુર્કીમાં સૌથી વધુ ભૂકંપની અસર થઈ હતી. જેમાં ઈસ્તાંબુલના લગભગ 1,000 સહિત સમગ્ર દેશમાં 17,000 થી વધુ લોકોના મોત નીપજ્યા હતા. ત્યારે વિશ્વના 7 સૌથી વિનાશક ધરતીકંપમાં લાખો લોકોના મોત નીપજ્યા હતા. આ 7 વિનાશક ભૂકંપોમાંથી એક ભારતમાં પણ આવ્યો હતો.
સૌથી મોટા ભૂકંપ પૈકીનો એક મે 1960 માં બાયો-બાયો
તાજેતરના ઇતિહાસમાં સૌથી મોટા ભૂકંપ પૈકીનો એક મે 1960 માં બાયો-બાયો, ચિલીમાં નોંધાયો હતો. 9.4 અને 9.6ની તીવ્રતાનો આ ભૂકંપ લગભગ 10 મિનિટ સુધી જમીનને હચમચાવી હતી. આ ભૂકંપમાં લગભગ 6000 લોકો માર્યા ગયા હતા. તેને અત્યાર સુધીનો સૌથી વધુ તીવ્રતાનો ધરતીકંપ માનવામાં આવે છે. આ ભૂકંપને કારણે લગભગ US 300 મિલિયનથી માંડી US 700 મિલિયનનું નુકસાન થવા પામ્યું હતું. 1964માં ગુડ ફ્રાઈડેના દિવસે આવેલા આ આ ભૂકંપ ગ્રેટ અલાસ્કન ભૂકંપ 9.2 ની તીવ્રતા ધરાવતો હતો અને તે 5 મિનિટથી થોડો ઓછો ચાલ્યો હતો અને તેને ઉત્તર અમેરિકામાં અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી ભૂકંપ માનવામાં આવે છે. આ ધ્રુજારીમાં માત્ર નવ લોકો માર્યા ગયા હતા, પરંતુ પરિણામે સુનામીએ વિશ્વભરમાં 100 થી વધુ લોકો માર્યા ગયા હતા.
2001ના ભૂકંપને ભુજ ભૂકંપ તરીકે પણ ઓળખાય છે
વર્ષ 2001 નો ભૂકંપ જેને ભુજ ભૂકંપ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે છેલ્લી બે સદીઓમાં ભારતમાં આવેલો ત્રીજો સૌથી મોટો અને બીજો સૌથી વિનાશક ધરતીકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં 20,000 થી વધુ લોકો માર્યા ગયા હતા. આ સાથે હજારો મકાનો ધરાશાયી થયા અને લાખો લોકો બેઘર બન્યા હતા.
એ જ રીતે વર્ષ 2004માં દક્ષિણ એશિયાએ કદાચ અત્યાર સુધીની સૌથી વિનાશક કુદરતી આફતોનો સામનો કર્યો હતો. 2.1ની તીવ્રતાના ભૂકંપને કારણે લગભગ 100 ફૂટની સુનામી આવી હતી.આ ધરતીકંપને કારણે ઈન્ડોનેશિયામાં સુમાત્રાના કેન્દ્રબિંદુ સાથે જંગી સુનામી આવી હતી. જેમાં થાઈલેન્ડ, શ્રીલંકા, ભારત અને ઈન્ડોનેશિયામાં લાખો લોકો માર્યા ગયા હતા. જેના કારણે 14 દેશોમાં લગભગ 2,37,000 મોત નોંધાયા છે. ભારતમાં લગભગ 42,000 લોકો અથવા લગભગ 10,000 પરિવારો પૂર્વ કિનારે આવેલા ટાપુઓ મોજને લઈને બેઘર થયા હતા. સાથે વર્ષ 2015માં નેપાળમાં આવેલા ભૂકંપમાં 8,000થી વધુ લોકોના મોત થયા હતા. આ સમયગાળા દરમિયાન ભારત, ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના કેટલાક વિસ્તારો પણ ભૂકંપથી પ્રભાવિત થયા હતા. આ ભૂકંપમાં 40 થી વધુ મૃત્યુ નોંધાયા હતા, જેમાં સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર પૂર્વી ભારતીય રાજ્ય બિહાર છે. જે નેપાળની સરહદે છે.
11 માર્ચ 2011ના રોજ ઉત્તરપૂર્વ જાપાનને હચમચાવી નાખ્યું હતું
2011માં જાપાનમાં આવેલ ભૂકંપ અને સુનામી દેશના ઈતિહાસની સૌથી મોટી કુદરતી આફત હતી. જેણે 11 માર્ચ 2011ના રોજ ઉત્તરપૂર્વ જાપાનને હચમચાવી નાખ્યું હતું. આ દુર્ઘટના ત્યારે શરૂ થઈ જ્યારે બપોરે 9ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી આ પ્રદેશમાં ભારે સુનામી આવી હતી. જાપાનમાં 140 વર્ષમાં આ સૌથી મોટો ભૂકંપ હતો. તેના કારણે 120,000 થી વધુ ઇમારતો નાશ પામી હતી. તો વર્ષ 1952માં રશિયામાં કામચાટકા દ્વીપકલ્પ નજીક 9.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આમાં 2,000 થી વધુ લોકો માર્યા ગયા હતા..
આ ઉપરાંત 1935માં બ્લુચિસ્તાનના કોટામાં ત્રાટકેલા ભૂકંપે હાહાકાર મચાવ્યો હતો. જેમાં 7.7 ની તિવ્રતામાં થયેલા ભૂકંપમાં 60 હજારથી વધુ લોકોના મોત થયા હતા. જ્યારે 2005માં પાકિસ્તાનના કાશ્મીરમાં 86 હજાર લોકોએ જીવ ગુમાવ્યા હતા. તેજ રીતે હેતી મા 7ની તીવ્રતા એ આવેલા ભૂકંપને લઈને 3 લાખ લોકોના મોત થયા હતા.