બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / 10 important things to be kept in mind while claiming health insurance know the details

કામની વાત / હેલ્થ ઈન્શ્યોરન્સ લીધું હોય તો તમારા માટે જરૂરી સમાચાર, ક્લેમ કરતી વખતે 10 વાતોનું ખાસ ધ્યાન રાખવું

Noor

Last Updated: 09:19 AM, 27 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે હેલ્થ ઈન્શ્યોરન્સ લીધું છે તો તેને ક્લેમ કરતી વખતે આ 10 વાતોનું ખાસ ધ્યાન રાખવું.

 • હેલ્થ ઈન્શ્યોરન્સ લેનાર લોકો માટે કામના સમાચાર
 • હેલ્થ ઈન્શ્યોરન્સ લીધું હોય તો ક્લેમ કરતી વખતે રાખો ધ્યાન
 • આ ભૂલો નહીં કરો તો ક્લેમ જલ્દી મળી જશે

છેલ્લાં દોઢ વર્ષમાં સ્વાસ્થ્ય સુરક્ષાનું મહત્વ પહેલાં કરતા વધુ સ્પષ્ટ થયું છે. આ દરમિયાન સમજાયું કે બીમારીઓ, અકસ્માતો, કુદરતી આફતો અને અન્ય અનિચ્છનીય પરિસ્થિતિઓ કોઈપણ સમયે જાણ કર્યા વિના આવી શકે છે અને આવા અણધાર્યા સંજોગો આપણને માત્ર ભાવનાત્મક રીતે જ અસર નથી કરતા, પણ આર્થિક રીતે નબળા પણ બનાવે છે. આપણે હેલ્થ ઈન્શ્યોરન્સ લઈને પૈસાની સમસ્યાને ટાળી શકીએ છીએ. 

વ્યાપક અને પર્યાપ્ત હેલ્થ ઈન્શ્યોરન્સ હોસ્પિટલમાં દાખલ થયા પહેલાં અને પછીના ખર્ચાઓ, એમ્બ્યુલન્સનું ભાડું, ગંભીર બીમારીના ખર્ચાઓ અને પસંદ કરેલ પ્લાનના આધારે વિવિધ પ્રકારના અન્ય ખર્ચાઓને આવરી શકે છે. જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે કોઈપણ ગ્રાહક માટે ક્લેમ પ્રોસેસિંગ એ વીમા પોલિસીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. જેથી દાવાની પ્રક્રિયાને સમજવી એ વીમા કવર ખરીદવા જેટલું મહત્વનું છે. જાણકારી રાખવાથી દાવાની પ્રક્રિયાને ઝંઝટ-મુક્ત અને તણાવમુક્ત બનાવવામાં મદદ મળી શકે છે.

પોલિસી ક્લેમ કરતી વખતે આ વાતોનું રાખો ધ્યાન

 • મેડિકલ ઈમરજન્સી પછી તમારી વીમા કંપની/નિયુક્ત TPAને જાણ કરવી જરૂરી છે. જો હોસ્પિટલમાં દાખલ થવાનું પહેલેથી નક્કી હોય તો કેશલેસ સારવારની યોજના માટે અગાઉ સૂચના આપી શકાય છે.
 • વીમા કંપની/TPA દ્વારા આપવામાં આવેલ ફોન નંબર, ઈમેલ, SMS, એપ્સ અને અન્ય પ્લેટફોર્મ પર માહિતી આપી શકાય છે.
 • માહિતી આપ્યા પછી તમને ક્લેમ નંબર મળશે. ભવિષ્યમાં તમારો દાવો/પૂછપરછ સબમિટ કરવા માટે આ તમારા માટે એક મહત્વપૂર્ણ લિંક છે.
 • ક્લેમ ફોર્મ સંપૂર્ણ રીતે સાચી માહિતી સાથે ભરવું જરૂરી છે. તમારે ફોર્મમાં પૂછવામાં આવેલા તમામ સંબંધિત તથ્યો જણાવવા જરૂરી છે. તમામ જરૂરી સહાયક માહિતી આપવી જોઈએ.
 • તમામ રસીદો અને બિલની ઓરિજિનલ કોપી સબમિટ કરવી જોઈએ. તમારા રિકોર્ડ માટે ક્લેમ ફોર્મ અને રસીદોની કોપી રાખવી જોઈએ.
 • તબીબી તપાસના તમામ રિપોર્ટ, કાઉન્સેલિંગ સંબંધિત પેપર્સની ઓરિજિનલ કોપી સબમિટ કરવાની ખાતરી કરો. જો તમને લાંબા ગાળાની/આવર્તક સારવાર માટે આ ડોક્યૂમેન્ટ્સની જરૂર હોય તો વીમાદાતાને તે પરત કરવા વિનંતી કરી શકાય છે.
 • પોલિસી દસ્તાવેજોમાં દર્શાવેલ દાવાની પ્રક્રિયાને હંમેશા અનુસરવી જરૂરી છે.
 • ક્લેમ ફોર્મ અને દસ્તાવેજો યોગ્ય જગ્યાએ સબમિટ કરવા જોઈએ. જો પોલિસી TPA દ્વારા સેવા આપવામાં આવી રહી હોય તો દસ્તાવેજો TPAને સબમિટ કરો અથવા તેને વીમા કંપનીની સંબંધિત ઓફિસમાં સબમિટ કરો. ઘણાં કિસ્સાઓમાં, વીમા એજન્ટો/દલાલો દસ્તાવેજોના સંગ્રહ અને સબમિટ કરવામાં મદદ કરે છે.
 • મોટાભાગની વીમા કંપનીઓ દાવાની રકમ મોકલવામાં સરળતા માટે ઓળખનો પુરાવો, KYC દસ્તાવેજો અને બેંક ખાતાની વિગતો (બેંકનું નામ/ISF કોડ) માંગે છે. કેટલાક કિસ્સાઓમાં કેન્સલ ચેક પણ માંગવામાં આવે છે.

આ વસ્તુઓ ટાળો

 • દાવાની જાણ કરવામાં વિલંબ.
 • ક્લેમ ફોર્મમાં ખોટી, અધૂરી અને ભ્રામક માહિતી આપવી.
 • કોઈ ત્રીજા વ્યક્તિ દ્વારા ક્લેમ ફોર્મ જમા કરાવવું. જે વીમા કંપની દ્વારા માન્ય ન હોય.
 • ક્લેમ ફોર્મના મહત્વના ભાગોને ખાલી છોડી દેવા. 

થોડી સાવચેતી અને આયોજન સાથે સ્વાસ્થ્ય વીમાનો દાવો કરવો સરળ બની શકે છે. ઉપરોક્ત પગલાંને અનુસરવાથી ચોક્કસપણે વીમાદાતાને દાવાની પ્રક્રિયા ઝડપથી કરવામાં મદદ મળી શકે છે. પરિણામે તમને જરૂરિયાતના સમયે વહેલી ચુકવણી મળે છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Details Health Insurance claim Insurance
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ