બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / 10 Exemptions Untouched In Budget 2020-21

બચત / આ 10 જગ્યાએ કરશો રોકાણ તો ટેક્સમાં બચી જશે તમારા રૂપિયા, આજથી જ કરી લો પ્લાન

Bhushita

Last Updated: 01:15 PM, 12 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં જ રજૂ કરવામાં આવેલા બજેટ 2020-21માં કેટલાક ટેક્સ નિયમો એવા પણ છે કે જેની સાથે કોઈ છેડછાડ કરવામાં આવી નથી. કેટલીક ઈનકમ એવી છે જેની પર નવી ટેક્સ સિસ્ટમમાં પણ છૂટ મેળવી શકાય છે. જાણી લો તમે ક્યાં રૂપિયા ઈન્વેસ્ટ કરશો તો તમારા રૂપિયા સેફ રહી શકે છે. તો આ માટે આજથી જ પ્લાન કરીને તૈયારી શરૂ કરો.

  • આ રીતે બચાવી લો તમારા રૂપિયા
  • આ 10 જગ્યાએ રોકાણ કરવાથી નહીં કપાય ટેક્સ
  • ઈનકમ ટેક્સ ફ્રી છે આ પ્રકારના ઈન્વેસ્ટમેન્ટ

આગામી નાણાંકીય વર્ષમાં નવી ટેક્સ સિસ્ટમ પસંદ કરનારાઓને 70 જેટલી બાબતોમાં રોકાણ કરવાથી દૂર રહેવું પડશે. તેમાં 80સીના આધારે મળનારી 1.5 લાખ રૂપિયાની છૂટ, સેક્શન 80ડીના આધારે હેલ્થ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ પેમેન્ટ અને 80ટીટીએના આધારે બચત ખાતા કે પોસ્ટ ઓફિસ એકાઉન્ટ જમા પર મળનારા વ્યાજ પર ડિડક્શન સામેલ છે. કેટલીક ઈનકમ એવી પણ છે કે જેના આધારે તમે ટેક્સમાંથી છૂટ મેળવી શકો છો. તેની સાથે નિયમાનુસાર કોઈ છેડછાડ કરવામાં આવશે નહીં. 

પોસ્ટ ઓફિસ બચત ખાતા પર વ્યાજ

ઈનકમટેક્સના સેક્શન 10(15)(i)ના આધારે પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ બેલેન્સ પર મળનારા વ્યાજની લિમિટ સુધી ટેક્સ ફ્રી છે. વ્યક્તિગત એકાઉન્ટના કેસમાં આ લિમિટ 3500 રૂપિયા છે. જ્યારે જોઈન્ટ એકાઉન્ટના કેસમાં 7000 રૂપિયાની છે. એટલે કે એક નાણાંકીય વર્ષમાં પોસ્ટ ઓફિસ એકાઉન્ટ બેલેન્સ પર એટલા વ્યાજ પર તમારી કોઈ ટેક્સની દેવાદારી રહેશે નહીં. વૈકલ્પિક નવા ટેક્સ સિસ્ટમમાં સેક્શન 80ટીટીએના આધારે કોઈ ઇન્ડિવિજ્યુઅલ બેંક કે બચત ખાતા પર મળનારા ડિડક્શન ક્લેમ નહીં કરી શકે અને સાથે પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ ગ્રાહક એક નક્કી વ્યાજની રકમ સુધી એક્ઝપ્શન મેળવી શકે છે. 

કર્મચારીને મળનારી ગ્રેજ્યુઈટી

જો તમને તમારા એમ્પલોયરથી ગેજ્યુઈટી મળે છે તો તમે એક નક્કી લિમિટ પર ટેક્સ છૂટ મળે છે. 5 વર્ષ સુધી કોઈ કંપનીમાં કામ કરનારા ગ્રેજ્યુઈટીના હકદાર હોય છે. ઈનકમ ટેક્સના કાયદાના આધારે બિન સરકારી કર્મચારીઓને લાઈફટાઈમમાં 20 લાખ રૂપિયા સુધીની ગ્રેજ્યુઈટી ટેક્સ ફ્રી છે. જ્યારે સરકારી કર્મચારીઓની ગ્રેજ્યુઈટી ટેક્સ ફ્રી હોય છે. તેની કોઈ લિમિટ હોતી નથી. 

લાઈફ ઈન્શ્યોરન્સ મેચ્યોરિટી

ટેક્સ સિસ્ટમમાં સેક્શન 80સીના આધારે તમે લાઈફ ઈન્શ્યોરન્સ પ્રીમિયમ પર ટેક્સ ડિડક્શન નહીં લઈ શકો. જો કે મેચ્યોરિટી પર મળનારી રકમ સંપૂર્ણ રીતે ટેક્સ ફ્રી છે. સેક્શન 10(10ડી)ના આઘારે આ નિયમ રાખવામાં આવ્યો છે. 

EPF/NPS એકાઉન્ટમાં ઈન્વેસ્ટમેન્ટ

નવા ટેક્સ સિસ્ટમમાં EPF/NPS કે સુપરએનુએશન એકાઉન્ટમાં એમ્પલોયરનું કોન્ટ્રિબ્યુશન પર ટેક્સ છૂટ મળશે અને આ રકમ વાર્ષિક 7.5 લાખથી ઓછી રહેશે. 

EPF પર 9.5 ટકા સુધી વાર્ષિક વ્યાજ ટેક્સ ફ્રી

નવી ટેક્સ સિસ્ટમના આધારે કર્મચારી પ્રોવિડન્ટ ફંડ એટલે કે EPF એકાઉન્ટ પર મળનારું વ્યાજ ટેક્સ ફ્રી હશે. શરત એ છે કે તે 9.5 ટકાથી વધારે ન હોય.

PPF મેચ્યોરિટી એમાઉન્ટ અને વ્યાજ

નવી ટેક્સ સિસ્ટમના આધારે પીપીએફ એકાઉન્ટમાં કોન્ટ્રીબ્યુશન પર ટેક્સ છૂટનો દાવો કરી શકાય નહીં. મેચ્યોરિટી એમાઉન્ટ ટેક્સ ફ્રી હશે.

સુકન્યા સમૃદ્ધિ યોજનાનું વ્યાજ

નવા ટેક્સ સિસ્ટમમાં સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરનારાને વ્યાજ પર કોઈ ટેક્સ નહીં આપવાનું રહેશે. આ સિવાય તેનાથી થનારા પેમેન્ટ પણ ટેક્સ ફ્રી રહેશે. જો કે સેક્શન 80સીના આધારે તેની પર ડિડક્શનનો દાવો કરી શકાશે નહીં.

કર્મચારીને ગિફ્ટ

તમારા કર્મચારીની તરફથી તમને કોઈ ગિફ્ટ મળે છે તો નવી ટેક્સ સિસ્ટમના આધારે તે ટેક્સ ફ્રી રહેશે. જો કે ગિફ્ટ 5000થી વધારે કિંમતની હોવી ન જોઈએ. બંને વ્યવસ્થાઓમાં આ ટેક્સ ફ્રી છે. 

રિટાયરમેન્ટ પર લીવ એનકેશમેન્ટ

રિટાયરમેન્ટના સમયે અનેક કંપનીઓ બચેલી રજાઓના બદલે કેશ પેમેન્ટ કરે છે. એક્સપર્ટના આધારે નવી ટેક્સ સિસ્ટમમાં પણ બિન સરકારી કંપનીઓ માટે 3 લાખ રૂપિાયનું લીવ એનકેશમેન્ટ ટેક્સ ફ્રી છે. 

VRS અમાઉન્ટ

નવી ટેક્સ સિસ્ટમમાં વોલંટરી રિટાયરમેન્ટ લેનારા રિટાયરમેન્ટ મળે તે સમયે મળનારી ખુશી માણી શકે તે માટે આ રકમ 5 લાખ રૂપિયા સુધીની ફ્રી છે. આ નિયમ જૂની અને નવી બંને ટેક્સ સિસ્ટમમાં છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Budget 2020-21 Income Tax Save Income Tax free ઈનકમ ટેક્સ છૂટ ડિડકઅશન બેલેન્સ રૂપિયા વ્યાજ TAX
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ