Tuesday, August 20, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

કાર્યવાહી / ICC એ ક્રિકેટની આ ટીમને તાત્કાલિક અસરથી કરી સસ્પેન્ડ

ICC એ ક્રિકેટની આ ટીમને તાત્કાલિક અસરથી કરી સસ્પેન્ડ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ની વાર્ષિક મીટિંગમાં ગુરૂવારે પૂર્ણ થઇ હતી. આ બેઠકમાં આઇસીસીએ ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડને તાત્કાલિક અસરથી સસ્પેંડ કરવાનો નિર્ણય કર્યો હતો. ICCએ ઝિમ્બાબ્વે ક્રિકેટને સસ્પેન્ડ કરવા ગુરુવારે એક નિવેદન આપતા કહ્યું કે ઝિમ્બામ્બે ક્રિકેટ લોકતાંત્રિક રીતે નિષ્પક્ષ ચૂંટણી કરવવાનો માહોલ તૈયાર કરીને અને ક્રિકેટના વહીવટી તંત્રમાં સરકારને દખલને દૂર કરવામાં નિષ્ફળ રહી છે. 

ઉલ્લેખનીય છે કે, સસ્પેન્શન બાદ હવે આઇસીસી તેનું ફંડિંગ પણ અટકાવી દેશે અને તેની ટીમ આઇસીસીની કોઇપણ ઇવેન્ટસમાં ભાગ લઇ શકશે નહી. એટલું જ નહી, આ વર્ષે ઓક્ટોબરમાં મેન્સ T20 વર્લ્ડકપ ક્વાલિફાયરમાં ઝિમ્બામ્બેની ટીમની ભાગીદારી પણ જોખમમાં છે. 

આપને જણાવી દઇએ કે, આઇસીસીના ચેરમેન શશાંક મનોહરે જણાવ્યું હતું કે ''અમે કોઇપણ સભ્યને બેન કરવાના નિર્ણયને હળવાશમાં લેતા નથી, પરંતુ અમે અમારી રમતને રાજકીય હસ્તક્ષેપથી મુક્ત રાખવા માંગીએ છીએ. ઝિમ્બામ્બેમાં જે થયું છે તે આઇસીસી બંધારણનું ગંભીર ઉલ્લંઘન છે અને અમે તેને અનિયંત્રિત રીતે ચાલુ રાખવાની પરવાનગી આપી ન શકે. આઇસીસી ઇચ્છે છે કે ઝિમ્બામ્બેમાં ક્રિકેટ તેના સંવિધાનના અનુસાર ચાલુ રહે.''

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ