બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Zero percent result of Swami Mayatitanand School Std 10 of Umreth, Anand

આણંદ / '0' ટકા પરિણામ: ગુજરાતની એક એવી શાળા જ્યાં ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓ નાપાસ, ભણતર અંગે ઉઠ્યા સવાલો

Vishnu

Last Updated: 08:39 PM, 6 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્વામી માયાતીતાનંદ શાળાના 25 વિદ્યાર્થીઑએ ધોરણ 10 બોર્ડની એક્ઝામ આપી પણ તમામ વિદ્યાર્થી નાપાસ થયા

  • આણંદના ઉમરેઠની સ્વામી માયાતીતાનંદ શાળાનું શરમજનક પરિણામ
  • શાળામાં ધોરણ 10નું શૂન્ય ટકા પરિણામથી ઉઠ્યા સવાલો

કોરોના કોળની અસર ભણતર પણ થઈ છે તે સાબિત આજના ધોરણ 10ના શરમજનક પરિણામ કરી શકાય છે. ધોરણ 10ની પરીક્ષાનું 65.18 ટકા પરિણામ આવ્યું છે. આ વખતે 9 લાખથી પણ વધુ વિદ્યાર્થીઑએ  પરીક્ષા આપી હતી. જેમાં 34% વિદ્યાર્થીઑ નાપાસ થયા છે.

ધોરણ 10નું શૂન્ય ટકા પરિણામ..!
ત્યારે આણંદના ઉમરેઠની સ્વામી માયાતીતાનંદ શાળાનું શરમજનક પરિણામ આવ્યું છે. શાળાના 25 વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી. પણ તમામ 25માંથી એકપણ વિદ્યાર્થી પાસ ન થતા સવાલો ઊભા થઈ રહ્યા છે.ઉમરેઠની 51 વર્ષ જૂની ગ્રાન્ટેડ શાળામાં કેવું ભણતર અપાય છે તેની પોલ ખૂલી છે. સ્કૂલના શિક્ષકોની કામગીરી પર પણ સવાલ ઊઠી રહ્યા છે.

વિદ્યાર્થિનીઓએ મારી બાજી 
તો બીજી તરફ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું 65.18 ટકા પરિણામ જાહેર થયું છે.  જેમાં દીકરીઓએ દીકરાઓને પાછળ છાોડી દીધા છે. દીકરીઓનું 11.74 ટકા વધુ પરિણામ આવ્યું છે.  તો સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા પરિણામ આવ્યું છે.  ધોરણ 10માં અમદાવાદ શહેરનું 63.18 ટકા અને ગ્રામ્યનું 63.98 ટકા પરિણામ આવ્યું છે.  શહેરમાં 586 અને ગ્રામ્યમાં 594 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે શહેરમાં B1 અને C2 ગ્રેડમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ પાસ થયા છે.  ત્યારે પાસ થયેલા વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી હતી.  અમદાવાદમાં એક રિક્ષા ચાલકના દીકરા આકાશ મોદીએ 90 ટકા મેળવ્યા હતા.    

ઝૂંપડપટ્ટીમાં રહેતા બે ભાઈઓને મારી બાજી
આ તરફ અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા બે ભાઈએ પણ તેજસ્વી પરિણામ મેળવીને ડંકો વગાડયો છે.  ભૂપત પરમારે 90 ટકા અને રાજુ પરમારે 78 ટકા પરિણામ મેળવ્યું હતું.  ભૂપતે જણાવ્યું કે અભ્યાસ માટે વીજળી નહોતી માટે માત્ર દિવસે જ અભ્યાસ કરી શકતા હતા. હવે આ બન્ને ભાઈમાં એક ડોક્ટર અને એક એન્જિનિયર બનવા માગે છે. 10મા ધોરણનું પરિણામ આવ્યા બાદ વિદ્યાર્થીઓએ ગરબા રમીને ઉજવણી કરી હતી. વિદ્યાર્થીઓ તો ઠીક પણ વાલીઓમાં પણ ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.       

સુરતમાં સૌથી સારું પરીણામ
આ તો થઈ અમદાવાદની વાત.  પણ સુરતમાં પણ 75.64 ટકા પરિણામ જાહેર થયું છે.  સુરતમાં ગુજરાતના સૌથી વધુ 2532 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે. સુરત જિલ્લાનું ગુજરાતમાં પણ સૌથી વધુ 75.65 ટકા પરિણામ જાહેર થયું છે. તો પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી હતી.    

અન્ય કયા જિલ્લામાં કેવું રિઝલ્ટ?
રાજકોટ જિલ્લામાં પણ 72.86 ટકા પરિણામ આવ્યું છે.  જિલ્લામાં સૌથી વધુ રૂપાવટી કેન્દ્રદ્રનું 94.80 ટકા પરિણામ આવ્યું હતું.  અહીં A1 ગ્રેડમાં 1561 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે.      તો વડોદરામાં પણ 61.21 ટકા પરિણામ આવ્યું હતું.  અહીં 478 વિદ્યાર્થીએ A-1 ગ્રેડ મેળવ્યો હતો.  પરીક્ષામાં સારું પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાયો હતો અને ગરબા રમીને વિદ્યાર્થીઓએ ઉજવણી કરી હતી. હાલ તો ધોરણ 10નું પરિણામ આવી ગયું છે.  સાથે જ હવે વિદ્યાર્થીઓએ આગળ કઈ ફેકલ્ટીમાં પ્રવેશ લેવો અને ભવિષ્યમાં શું કરવું તે વિચારવાનો સમય આવી ગયો છે.   

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ