પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહના ઘરે ગુંજી કિલકારી. પત્ની હેઝલ કીચે બાળકને આપ્યો જન્મ
ભારતીય ક્રિકેટર યુવરાજસિંહ બન્યો પિતા
સોશિયલ મીડિયા પર શેર કરી ખુશખબર
હેઝલ કીચે બાળકને આપ્યો જન્મ
પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહના ઘરે કિલકારી ગુંજી ઉઠી છે. યુવરાજની પત્ની હેઝલ કીચે દીકરાને જન્મ આપ્યો છે. યુવરાજે સોશિયલ મીડિયામાં ફેન્સને આ ખુશખબરી આપી હતી. આ સાથે યુવીએ પોતાના ફેન્સને પ્રાઈવસી વિશે એક ખાસ વાત પણ કહી છે.યુવરાજ સિંહે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. પોસ્ટમાં જણાવ્યુ છે કે હેઝલ કીચે પુત્રને જન્મ આપ્યો છે. યુવીએ આ માટે ભગવાનનો આભાર માન્યો છે. આ સાથે તેણે પોતાના ચાહકોને પ્રાઈવસીનું સન્માન કરવા વિનંતી કરી છે.
મહત્વનુ છે કે યુવરાજ અને હેઝલ કીચના વર્ષ 2016માં લગ્ન થયા હતા. યુવી અને હેઝલના લગ્નની કહાની ખૂબ જ રસપ્રદ છે. યુવરાજે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેણે હેઝલ સાથે લગ્ન કરવા માટે ઘણા પાપડ વણવા પડ્યા હતા. તેણે કહ્યું કે હેઝલે લગભગ 3 મહિના પછી સોશિયલ મીડિયા પર તેની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી હતી.
હેઝલે સોશિયલ મીડિયાથી બનાવી હતી દૂરી
યુવરાજ સિંહ સાથેના લગ્ન દરમિયાન હેઝલ કીચે ગુરબસંત કૌર નામ અપનાવ્યું હતું. એક ઈન્ટરવ્યુમાં હેઝલે તેના ડિપ્રેશન અને આત્મહત્યાના વિચારો વિશે ખુલ્લેઆમ જણાવ્યું હતું આ તે સમયની વાત છે જ્યારે તે ભારત આવી હતી. માર્ચ 2021માં અભિનેત્રીએ સોશિયલ મીડિયામાંથી બ્રેક લીધો હતો. તેણે લખ્યું, "હું અને મારો ફોન બ્રેક લઇ રહ્યા છીએ.જાણું છું કે તે આ તમારામાંથી ઘણા માટે આઘાતજનક હશે. પરંતુ સારુ છે કે આપણે આપણી જાત સાથે પસાર કરવો જોઈએ. કોઈપણ વસ્તુ અથવા માનવ પર સંપૂર્ણ.કેટલીકવાર આપણે આપણી જાત સાથે સમય પસાર કરવો જોઈએ. કોઈપણ વસ્તુ પર કે માણસ પર સંપૂર્ણપણે નિર્ભર રહેવું ખોટું છે."