રાજકોટના યુવકનો બંદૂક સાથે વીડિયો વાયરલ થયો છે તેમજ વડોદરાના આસોજ ગામમાં 2 વ્યક્તિઓએ દિલ્લીના એક વ્યક્તિ પર ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતાર્યો છે.
રાજકોટના યુવકનો બંદૂક સાથે વીડિયો વાયરલ થયો
સુરતના ઉધનામાં બુટલેગરના ભાઈ પર ફાયરિંગ
વડોદરામાં ફાયરિંગમાં યુવકને ગોળી વાગતા મોત
રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, રાજ્યના સુરત, રાજકોટ અને વડોદરામાં ગન સાથેના વીડિયો સામે આવ્યા છે. જેમાં રાજકોટમાં રિલ્સ બનાવવા માટે ગનનો ઉપયોગ કરવમાં આવ્યો છે. આરોપીએ અક્કી 307 નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી ગન સાથે વીડિયો બનાવ્યો છે. જે અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. બીજી ઘટના સુરતની છે. જેમાં ઉધના વિસ્તારમાંમાં બુટલેગરના ભાઈ પર અજાણ્યા વ્યક્તિએ ફાયરિંગ કર્યું છે. જેમાં મિસ ફાયર થતાં વેપારી સલીમનો બચાવ થયો છે. જ્યારે ત્રીજી ઘટના વડોદરામાંથી સામે આવી છે. જેમાં વડોદરાના આસોજ ગામમાં 2 વ્યક્તિઓએ દિલ્લીના એક વ્યક્તિ પર ફાયરિંગ કર્યું છે. ફાયરિંગની આ ઘટનામાં દિલ્લીના યુવકનું મૃત્યુ થયું છે.
રાજકોટમાં ગન સાથે યુવકનો વીડિયો વાયરલ
રાજકોટમાં પોલીસનો ડર જ ન હોય તેમ જણાઈ રહ્યું છે, રાજકોટના યુવકનો બંદૂક સાથે વીડિયો વાયરલ થયો છે. જેમાં યુવકનો ફિલ્મી ડાયલોગ સાથે હાથમાં બંદૂક લઈ સીનસપાટા નાખતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ફિલ્મી ડાયલોગ સાથે યુવકના હાથમાં બંદૂક જોવા મળી રહી છે. અક્કી 307 નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી આ વીડિયો બનાવવામાં આવ્યો હોય તેવું જણાઈ રહ્યું છે.
રાજકોટમાં ગન સાથે યુવક
ઉધનામાં બુટલેગરના ભાઈ પર ફાયરિંગ
સુરતના ઉધનામાં બુટલેગરના ભાઈ પર ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે. જ્યાં અજાણ્યા શખ્સોએ સલીમ નામના વ્યક્તિ પર ફાયરિંગ કર્યું છે. મિસફાયર થતા વેપારી સલીમનો બચાવ થયો છે. ભંગારના વેપાર સાથે સલીમ સંકળાયેલો છે. ઉધના પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
વડોદરાના આસોજ ગામ પાસે યુવકની હત્યા
જાણે કે, ફાયરિંગની ઘટના તો હવે રાજ્યમાં છાસવારે થતી હોય તેમ જણાઈ રહ્યું છે. વડોદરાના આસોજ ગામ પાસે યુવકની હત્યા થઈ છે. 2 શખ્સોએ વિશ્વનાથ નામના યુવક પર ફાયરિંગ કર્યું છે. 2 રાઉન્ડ ફાયરિંગમાં યુવકને ગોળી વાગતા મોત થયું છે. મંજુસર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. મૃતક યુવક દિલ્લીનો વતની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે તેમજ યુવકની હત્યાના કારણ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.