બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / your good relations with russia ask to stop the attack ukraine appeals to india

Ukraine crisis / યુદ્ધની વચ્ચે યુક્રેને ફરી PM મોદીને કરી અપીલ: તમારી મિત્રતા સારી છે, રશિયાને કહો...

Pravin

Last Updated: 11:04 AM, 6 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના 10 દિવસ જેટલો સમય પસાર થઈ ગયો છે. ત્યારે હવે ફરી એક વાર યુક્રેનના વિદેશમંત્રી ભારત પાસે મદદ માગી છે.

  • યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહ્યો છે જંગ
  • યુક્રેનના વિદેશમંત્રીએ ભારત પાસે મદદ માગી
  • રશિયાને યુદ્ધ રોકવા વાત કરો

યુક્રેન પર રશિયા સતત હુમલાઓ કરી રહ્યું છે. નવા પ્રતિબંધોની માગને લઈને યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ ભારતને અપીલ કરી છે કે, રશિયને આ યુદ્ધ રોકવા માટે કહો. એક ટેલીવિઝન સંબોધન દરમિયાન કુલેબાએ રશિયા પર યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં વિદેશી વિદ્યાર્થીઓ અને નાગરિકોને સુરક્ષિત નિકાસી માટે ફાયરીંગ બંધ કરવાનો આગ્રહ કર્યો છે. 

યુક્રેનની સરકાર સતત કામ કરી રહી છે

તેમણે કહ્યું કે, 30 વર્ષ માટે યુક્રેન આફ્રિકા અને એશિયાના હજારો વિદ્યાર્થીઓ માટે સ્વાગત યોગ્ય ઘર હતુ. વિદેશી વિદ્યાર્થીઓને અહીંથી કાઢવા માટે યુક્રેનની ટ્રેનોની વ્યવસ્થા કરી છે. હોટલાઈન સ્થાપિત કરી છે. દૂતાવાસો સાથે કામ કર્યું છે. યુક્રેની સરકાર સતત તેમના માટે કામ કરી રહી છે. 

રશિયાને યુદ્ધ રોકવા અપીલ કરો

યુક્રેનના વિદેશ મંત્રીએ દાવો કર્યો છે કે, રશિયા હાલના દિવસોમાં સહાનુભૂતિ જીતવાની કોશિશ કરી રહ્યું છે. જેમના નાગરિકો યુક્રેનમાં છે. તેમણે કહ્યું કે, જો રશિયા વિદેશી વિદ્યાર્થીઓના મામલે મદદ કરે છે, તો આ તમામને સુરક્ષિત કાઢી લેવામાં આવશે. તેમણે કહ્યું કે, હું ભારત, ચીન અને નાઈઝીરિયાની સરકારોને અપીલ કરવા માગુ છું કે, રશિયાને ફાયરીંગ રોકવા અને નાગરિકોને નિકળવાની મંજૂરીની અપીલને સ્વિકારે.

ભારત અમારો મોટો ગ્રાહક છે

આ ઉપરાંત કુલેબાએ કહ્યું કે, ભારત સહિત તમામ દેશ જે રશિયા સાથે વિશેષ સંબંધો સાથે જોડાયેલા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને અપીલ કરી શકે છે કે, તે યુદ્ધ તમામ હિતો વિરુદ્ધ છે. તેમણે તર્ક આપ્યો છે કે, સંઘર્ષનો અંત તમામ દેશોના સર્વોત્તમ હિતમાં છે. ભારત યુક્રેનના કૃષિ ઉત્પાદનનો સૌથી મોટો ગ્રાહક છે. જો આ યુદ્ધ ચાલુ રહેશે તો, અમારા માટે નવા પાકની વાવણી કરવી ખૂબ મુશ્કેલ રહેશે. વૈશ્વિક અને ભારતીય ખાદ્ય સુરક્ષાના સંદર્ભમાં પણ યુદ્ધને રોકવું બધાના હિતમાં છે.

અમે અમારી જન્મભૂમિની રક્ષા કરીએ છીએ

તેમણે આગળ સામાન્ય ભારતીય નાગરિકોને પણ યુદ્ધ રોકવાની માગને લઈને રશિયા પર દબાણ બનાવાનું આહ્વાન કર્યું. તેમણે કહ્યું કે, યુક્રેન ફક્ત એટલા માટે લડી રહ્યું છે કે, કેમ કે અમારા પર હુમલો કરવામાં આવ્યો હતો અને અમે અમારી જન્મભૂમિની રક્ષા કરવી છે. કારણે પુતિન અમારા અસ્તિત્વના અધિકારીઓને નથી ઓળખતાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ