બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / young man killed his wife and two brother in law in delhi

ખૂની ખેલ / જમવામાં પત્નીએ દાળ બનાવી: પતિનો પિત્તો ગયો તો, ઘરવાળી સહિત બે સાળાના પણ રામ રમાડી દીધાં

Pravin

Last Updated: 03:02 PM, 8 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે, જ્યાં પત્નીએ જમવામાં દાળ બનાવી હોવાથી ગુસ્સે ભરાયેલા પતિએ પત્નીના રામ રમાડી દીધા હતા.

  • દિલ્હીમાં ચોંકાવનારી ઘટના
  • પત્નીની કિટ કિટથી કંટાળ્યો પતિ
  • પત્ની સહિત સાસરિયાવાળાને પતાવી દીધા

દિલ્હીના સુભાષ પ્લેસ વિસ્તારમાં રવિવારે મોડી રાતે અંધાધૂંધ ગોળીઓ છૂટી હતી. ખાવાનું બનાવાને લઈને થયેલા વિવાદ બાદ એક માથાફરેલ યુવકે પોતાની પત્નીસ બે સાળા અને અને તેમની ઘરવાળીઓ પર ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં આરોપીની પત્ની અને બે સાળાનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું, જ્યારે સાળાની ઘરવાળી ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી.સોસાયટીવાળાઓએ અચાનક ગોળીઓ છૂટવાનો અવાજ સાંભળીને પોલીસને જાણ કરી. ફટાફટ પોલીસ ત્યાં પહોંચી ગઈ. 

નાની નાની વાતોમાં ઝઘડા કરતી પત્ની

પોલીસે આરોપી હિતેન્દ્રને ઘટનાસ્થળેથી ધરપકડ કરી લીધો છે. તેની પાસેથી લાયસન્સવાળી રિવોલ્વર પણ જપ્ત કરવામાં આવી છે. હકીકતમાં ઘરવાળી નાની નાની વાતોમાં ઝઘડો કરીને પિયરવાળાઓને બોલાવ્યા કરતી હતી. જેનાથી હિતેન્દ્રનો પિત્તો જતો. રવિવારે બનેલી ઘટના પણ આ જ કારણે થઈ હતી.

દારૂ પીવાની લત 

સૂત્રોના જણાવ્યા અનુસાર ઘટનાના સમયે હિતેન્દ્ર દારૂના નશામાં હતો. પોલીસ તેનું મેડિકલ કરાવીને એ જાણવાની કોશિશ કરી રહી છે, કે, ઘટનાસમયે તેણે દારૂ પીધો હતો કે, નહીં. પોલીસ બાકીના લોકો સાથે પણ વાતચીત કરી છે. 

આરોપીનો પરિવાર સારૂ એવું કમાતો

હિતેન્દ્રના પરિવારમાં તેની પત્ની સીમા યાદવ ઉપરાંત બે દિકરા પ્રથમ યાદવ અને જય યાદવ છે. હિતેન્દ્ર ચારમાળના મકાનમાં રહે છે. જ્યાં ગ્રાઉન્ડ ફ્લોર પર તેણે દુકાનો ભાડે આપેલી છે. જેનાથી પરિવારને મહિને લાખો રૂપિયાની આવક થતી હતી. તેનાથી પરિવાર ચાલતુ હતું. પરિવારના લોકોએ જણાવ્યું કે, હિતેન્દ્રને દારૂ પિવાની આદત હતી.

જમવામાં દાળ બનાવી, તો પિત્તો ગયો

આ જ કારણે પતિ-પત્નીમાં નાની નાની વાતોને લઈને પણ ઝઘડા થતાં હતા. રવિવાર રાતે પણ હિતેન્દ્ર દારૂ પીને આવ્યા હતો. સીમાએ જમવામાં દાળ બનાવી હતી. હિતેન્દ્રએ પૂછ્યું તો, પત્નીએ દાળ બનાવી હોવાનું કહ્યું. જેને લઈને આરોપી ભડકી ગયો અને પત્ની સાથે ગાળાગાળી કરવા લાગ્યો.

પત્નીએ પિયરના લોકોને બોલાવ્યા

પત્નીએ છત પર જઈને પોતાના ભાઈઓને ફોન કર્યો. થોડીવારમાં હિતેન્દ્રના સાળા અને તેમની પત્નીઓ ત્યાં આવી પહોંચ્યા. પિયરના લોકો હજૂ વાત જ કરતા હતા, ત્યાં તો હિતેન્દ્ર અચાનક રૂમમાં ગયો અને ત્યાંથી લાયસન્સવાળી રિવોલ્વર લઈને આવ્યો.

પિયરના લોકોના રામ રમાડી દીધા

આવતાની સાથે જ તેણે ઘરવાળી અને તેના પિયરના લોકો પર ધડાધડા ગોળીઓ વરસાવી. હુમલામાં સીમા, સુરેન્દ્ર, વિજય અને બબીતાને ગોળીઓ વાગી. જ્યારે સીમાની માતા બચી ગઈ. અચાનક ગોળીઓનો અવાજ આવતા પાડોશી એ બાજૂ આવ્યા. અંદરનો નજારો જોઈ સૌનો હોંશ ઉડી ગયા. ચારેય લોકો લોહીથી લથબથ હતા. મામલામાં પોલીસ હાલ તપાસ કરી રહી છે.  

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ