અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં ચોથા માળેથી પડતું મુકીને યુવકે આત્મહત્યાનો પ્રસાય કર્યો જેનો વીડિયો સામે આવ્યો છે
સિવિલ હોસ્પિટલની બિલ્ડિંગ પરથી યુવકે પડતું મુક્યું
આત્મહત્યાના પ્રયાસનો લાઇવ વીડિયો આવ્યો સામે
યુવકને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો
શહેરમાં આપઘાતના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં G બ્લોકના ચોથા માળેથી પડતું મુકીને યુવકે આત્મહત્યાનો પ્રસાય કર્યો હતો જેમાં યુવકને ગંભીર ઈજા થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
આત્મહત્યાના પ્રયાસનો લાઇવ વીડિયો આવ્યો સામે
મહત્વનું છે કે યુવકના આ આપઘાતનો સમગ્ર વીડિયો સામે આવ્યો છે જેમાં યુવકને કેટલાક લોકો દ્વારા સમજાવવામાં આવી રહ્યો છે તેમ છતા યુવક કોઈ હોસ્પિટલની બિલ્ડિંગ ઉપરથી ઝંપલાવી દે છે જોકે સદનસીબે પતરાં ઉપર પડતા યુવકનો જીવ બચી ગયો છે પરતું તેને ગંભીર ઈજાઓ થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
યુવકને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો
હાલ તો યુવકે કેમ આત્મહત્યાનો પ્રયાસ કર્યો તેનું કોઈ કારણ જાણવા મળ્યું નથી આત્મહત્યાનો પ્રયાસ કરનારા આ યુવકનું નામ નરેશ સોલંકી હોવાનું મનાઈ રહ્યું છે, જો કે યુવકે શા માટે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો એની માહિતી યુવકના ભાનમાં આવ્યા બાદ જ જાણવા મળી શકે છે, જેને લઈ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે