ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ગત થોડા સમયથી ગાય માતાને લઇને લોકોને ભાવકુતામાં વધારો થઇ રહ્યો છે.જોકે એ વાત અલગ છે કે, ગાય માતાને લઇને બૂમો પાડનારા રાજનેતાથી લઇને રસ્તા પરના સામાન્ય માણસમાં ભાગ્યે જ કોઇએ ગાય સાથે સમય વીતાવ્યો હોય. જોકે આ મામલામાં અમેરિકામાં લોકો ગાય સાથે સમય પસાર કરી રહ્યા છે.
ADVERTISEMENT
આજકાલની લાઇફસ્ટાઇલ વ્યસ્ત થઇ ગઇ છે અને લોકો મનની શાંતિ માટે ઘણા પ્રકારના ઉપાયો અપનાવતા હોય છે. યૂરોપમાં લાંબા સમયથી ફાર્મમાં જઇને જાનવરોની સાથે શાંતિથી સમય વીતાવવાનું ચલણ વધી રહ્યુ છે. ઘણા સ્ટડી રિપોર્ટ્સ અનુસાર, જાનવરો સાથે સમય વીતાવવા પર અને તેમને થોડા સમય સુધી ભેટીને બેસી રહેવા પર માનસિક શાંતિ મળે છે. આ ચલણ હવે અમેરિકામાં પણ વધી રહ્યુ છે. રસપ્રદ વાત છે ન્યૂયોર્કના એક ફાર્મમાં ગાયને શામેલ કરવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ન્યૂયોર્કમાં માઉન્ટેન ફાર્મ હાઉસમાં લોકોને માનસિક શાંતિ મળે તે માટે ગાયને ભેટવાની તક આપવામાં આવી રહી છે. અહીં કોઇપણ વ્યકિત 75 અમેરિકન ડોલર એટલે કે ભારતીય રાશિ પ્રમાણે 5100 રૂપિયા આપીને ફાર્મમાં ગાય સાથે એક કલાક પસાર કરી શકે છે. અહીં તેઓ ગાયને ભેટી શકે છે. આ ફાર્મ 33 એકર જમીનમાં ફેયાયેલુ છે.
ADVERTISEMENT
ફાર્મના આ વેલનેશ સેશન વિશે વાત કરતા સુઝેન વુલર્સે જણાવે છે કે, ''અમે ગત 9 વર્ષથી આ પ્રકારનો પ્રોગ્રામ ચલાવી રહ્યા છીએ. લોકોને નાના જાનવરો વધારે પસંદ છે. પણ અમે લોકોને ઘોડા સાથે સમય પસાર કરવાની પણ તક આપીએ છીએ. હવે આ સેશનમાં ગાયોને પણ શામેલ કરવામાં આવી છે. ખાસ નેધરલેન્ડ્સથી આ ગાયને લઇને આવ્યા છે.''
ADVERTISEMENT
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, યુરોપના કેટલાક દેશોમાં આ પ્રકારે લોકો માનસિક શાંતિ મેળવે છે ગાય એક શાંત પશુ છે, તેનો સ્વભાવ શાંત હોવાને કારણે લોકોને તેની સાથે સમય પસાર કરવો ગમે છે. જોકે આ ફાર્મમાં ગાય સાથે સમય પસાર કરવા માટે એક ચોક્કસ સમય નક્કી કરવામાં આવ્યો છે. ગાયની દિનચર્યાને લઇને કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તેનું શોષણ ના થાય તે માટેનું પણ ધ્યાન રાખવામાં આવ્યુ છે. અહીં આવતા લોકો આ વાત સમજે તે ખૂબ જ જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ