બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Yogiraj, Akhilesh's bicycle did not run again in UP, find out who got how many seats

કોની સરકાર / UP Exit Poll: ભાજપને ફરી પ્રચંડ બહુમતી, 288થી 326 બેઠકો મળવાનું અનુમાન

Hiralal

Last Updated: 09:02 PM, 7 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપી ચૂંટણીના જાહેર થયેલા એક્ઝિટ પોલમાં ભાજપને સ્પસ્ટ બહુમતી મળવાનું અનુમાન છે.

  • એક્ઝિટ પોલનું મોટું તારણ
  • યુપીમાં ભાજપને મળશે સ્પસ્ટ બહુમતી
  • ભાજપને 262-277 બેઠકો મળવાનું અનુમાન
  • સપા ગઠબંધનને 119-134 બેઠકોનું તારણ

ઉત્તર પ્રદેશમાં સાતમા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. છેલ્લા તબક્કાના મતદાન બાદ ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાનો સૌથી સફળ એક્ઝિટ પોલ સામે આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ગઠબંધનને 288થી 326 સીટો મળી રહી છે, જ્યારે સમાજવાદી પાર્ટી ગઠબંધનને 71થી 101 સીટો મળી રહી છે.

છેલ્લા તબક્કાની 54 બેઠકોમાંથી ભાજપને 36 બેઠકોનું અનુમાન 
આજતક-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ મુજબ સાતમા અને અંતિમ તબક્કામાં ભાજપને 44 ટકા વોટ મળતા જોવા મળી રહ્યા છે, જ્યારે સપાને 35 ટકા વોટ મળતા જોવા મળી રહ્યા છે. બસપાને 15 ટકા, કોંગ્રેસને 3 ટકા અને અન્યને 3 ટકા વોટ મળી રહ્યા છે. જો સીટોની વાત કરીએ તો સાતમાં તબક્કાની 54 સીટોમાંથી ભાજપ ગઠબંધનને 36, સપા ગઠબંધનને 18, બસપા અને કોંગ્રેસને શૂન્ય સીટો મળવાનું અનુમાન છે.

છઠ્ઠા તબક્કામાં પણ ભાજપને પ્રચંડ બહુમતી મળવાનું તારણ 
આજતક-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ મુજબ છઠ્ઠા તબક્કામાં ભાજપને 47 ટકા વોટ મળતા જોવા મળી રહ્યા છે, જ્યારે સપાને 35 ટકા વોટ મળતા જોવા મળી રહ્યા છે. બસપાને 11 ટકા, કોંગ્રેસને 3 ટકા અને અન્યને 4 ટકા વોટ મળી રહ્યા છે. જો બેઠકોની વાત કરીએ તો છઠ્ઠા તબક્કાની 57 બેઠકોમાંથી ભાજપ ગઠબંધનને 43, સપા ગઠબંધનને 10, બસપાને 3, કોંગ્રેસને એક બેઠક મળવાની સંભાવના છે.

પાંચમા તબક્કામાં ભાજપે 61માંથી 44 બેઠકો મળવાની આગાહી 
પાંચમા તબક્કામાં ભાજપને 47 ટકા વોટ મળતા દેખાઈ રહ્યા છે, જ્યારે સપાને 36 ટકા વોટ મળતા જોવા મળી રહ્યા છે. બસપાને 9 ટકા, કોંગ્રેસને 4 ટકા અને અન્યને 4 ટકા વોટ મળી રહ્યા છે. જો બેઠકોની વાત કરીએ તો પાંચમા તબક્કાની 61 બેઠકોમાંથી ભાજપ ગઠબંધનને 44, સપા ગઠબંધનને 14, બસપાને શૂન્ય, કોંગ્રેસને એક બેઠક અને અન્યને બે બેઠકો મળવાની સંભાવના છે.

ચોથા તબક્કામાં ભાજપને 59માંથી 55 બેઠકો મળવાનુ અનુમાન 
આજતક-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ મુજબ ચોથા તબક્કામાં ભાજપને 49 ટકા વોટ મળતા જોવા મળી રહ્યા છે, જ્યારે સપાને 35 ટકા વોટ મળતા જોવા મળી રહ્યા છે. બસપાને 11 ટકા, કોંગ્રેસને 3 ટકા અને અન્યને 2 ટકા વોટ મળી રહ્યા છે. જો બેઠકોની વાત કરીએ તો ચોથા તબક્કાની 59 બેઠકોમાંથી ભાજપ ગઠબંધનને 55, સપા ગઠબંધનને 3, બસપાને એક અને કોંગ્રેસને શૂન્ય બેઠકો મળવાની સંભાવના છે.

ત્રીજા તબક્કામાં ભાજપને 48 બેઠકો મળવાની આશા
આજતક-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ મુજબ ત્રીજા તબક્કામાં ભાજપને 46 ટકા વોટ મળતા જોવા મળી રહ્યા છે, જ્યારે સપાને 36 ટકા વોટ મળતા જોવા મળી રહ્યા છે. બસપાને 13 ટકા, કોંગ્રેસને 3 ટકા અને અન્યને 2 ટકા મળી રહ્યા છે. જો સીટોની વાત કરીએ તો ત્રીજા તબક્કાની 59 સીટોમાંથી ભાજપ ગઠબંધનને 48 સીટો અને સપા ગઠબંધનને 11 સીટો મળવાનુ અનુમાન છે.

ભાજપને 326 બેઠકો મળવાની આશા
આજતક-એક્સિસ માય ઈન્ડિયાનો એક્ઝિટ પોલ ઉત્તર પ્રદેશમાં આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એક્ઝિટ પોલમાં ઈતિહાસ રચીને ફરી સત્તામાં વાપસી કરી રહી છે. ભાજપ ગઠબંધનને 288થી 326 સીટો મળી રહી છે, જ્યારે સમાજવાદી પાર્ટી ગઠબંધનને 71થી 101 સીટો મળી રહી છે. બહુજન સમાજ પાર્ટી (બસપા) માત્ર 3થી 9 બેઠકો પર સંકોચાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે, જ્યારે કોંગ્રેસને 1થી 3 બેઠકો મળતી દેખાઈ રહી છે. અન્યના ખાતામાં 2 થી 3 બેઠકો પર જતું રહે છે.

ગઠબંધનને 262-277 બેઠકો મળવાનુ અનુમાન

યુપી એક્ઝિટ પોલમાં ભાજપને સ્પસ્ટ બહુમતી મળવાનું તારણ વ્યક્ત કરાયું છે. યુપી ચૂંટણીના એક્ઝિટ પોલમાં ભાજપને સત્તા વાપસીનું તારણ અપાયું છે. સીએનએન ન્યૂઝે ભાજપ ગઠબંધનને 262-277 બેઠકો મળવાનુ અનુમાન લગાડાયું છે. આ એક્ઝિટ પોલ સપા ગઠબંધનને 119-134 બેઠકો આપી રહ્યાં છે. ઈટીજી રિસર્ચના એક્ઝિટ પોલમાં યુપીમાં ભાજપને 230-245 બેઠકો મળવાનુ અનુમાન છે. જ્યારે સપાને 150થી 165 બેઠકો મળવાનું તારણ અપાયું છે. 

આ વખતે પણ અખિલેશ સત્તાથી રહી જશે દૂર

એક્ઝિટ પોલના તારણમાં અખિલેશની અધ્યક્ષતાવાળા સપા ગઠબંધનને 119-134 બેઠકો મળવાનું અનુમાન છે. 

રિપબ્લિક ટીવીના એક્ઝિટ પોલમાં ભાજપને બહુમતી
રિપબ્લિક ટીવીના એક્ઝિટ પોલમાં યુપી ભાજપ ગઠબંધનને 262-277 બેઠકો મળવાનું અનુમાન છે. એટલે કે યોગી આદિત્યનાથ ભાજપને ફરી વાર સત્તાએ લઈ આવશે. સપા ગઠબંધનને 119-134 બેઠકો મળવાનું અનુમાન છે. બસપાને 7થી 15 બેઠકો મળી શકે છે. આ વખતે પણ કોંગ્રેસનું ખરાબ પ્રદર્શન ચાલુ રહેવાના આસાર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ