બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Yoga day will be celebrated on 21st June in Mehsana district

વિશ્વ યોગ દિવસ / મહેસાણા જિલ્લામાં 21 જૂને થશે યોગ દિવસની ઉજવણી, જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મોઢેરા સૂર્ય મંદિર ખાતે યોજાશે

Priyakant

Last Updated: 01:21 PM, 20 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમગ્ર કાર્યક્રમના પ્રયોજક તરીકે મહેસાણા દૂધસાગર ડેરી, જિલ્લામાં 5 લાખ જેટલા લોકો 2638 જગ્યા પર યોગ કરશે

21 જૂને મહેસાણા જિલ્લામાં થશે યોગ દિવસની ઉજવણી
10 તાલુકા કક્ષાએ થશે યોગ, દૂધસાગર ડેરી પ્રયોજક સંસ્થા  
મોઢેરા ખાતે આરોગ્ય મંત્રી આપશે હાજરી

આગામી 21 જૂને વિશ્વ યોગ દિવસને લઈ મહેસાણા જિલ્લામાં ઉજવણી કરવામાં આવશે. જેમાં 10 તાલુકા કક્ષાએ 7 નગરપાલિકામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મોઢેરા સૂર્ય મંદિર ખાતે થશે. મહેસાણા જિલ્લામાં 2638 સ્થળે અને જિલ્લામાં 5.5 લાખ લોકો યોગ કરશે. દૂધસાગર ડેરી પ્રયોજક સંસ્થા છે
 
મહેસાણા કલેક્ટરે આજે વિશ્વ યોગ દિવસની ઉજવણીને લઈ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું હતુ કે, મહેસાણા જિલ્લાના 1644 શૈક્ષણિક સંકુલમાં યોગ થશે. આ સાથે દરેક PHC અને CHCમાં અને પોલીસ હેડ ક્વાટર્સ ખાતે યોગ કાર્યક્રમ યોજાશે. 

શું કહ્યું મહેસાણા કલેક્ટરે ? 

મહેસાણા કલેક્ટર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, જિલ્લામાં 5 લાખ જેટલા લોકો 2638 જગ્યા પર યોગ કરશે. મોઢેરા ખાતે કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હાજરી આપશે. જિલ્લા કક્ષાની ઉજવણીને લઈ 2400 જેટલા ખેડૂત મોઢેરા આવશે. 

સમગ્ર કાર્યક્રમના પ્રયોજન તરીકે દૂધસાગર ડેરી

આ સમગ્ર કાર્યક્રમના પ્રયોજન તરીકે મહેસાણા દૂધસાગર ડેરી છે. દૂધસાગર ડેરી નાણાકીય ફંડ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ આપશે. ઉલ્લેખનીય છે કે,  2400 જેટલા ખેડૂત મોઢેરા આવશે. જેની સાથે-સાથે ડેરીના 200 જેટલા કર્મી પણ મોઢેરા યોગ કરશે. જિલ્લામાં અન્ય સ્થળે અદાણી ફાઉન્ડેશન દ્વારા યોગ થશે. 

નોંધનીય છે કે, 21 જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવાય છે. ગુજરાતના મહેસાણા જિલ્લામાં પણ 21 જૂને યોગ દિવસની ઉજવણી થવાની છે. જિલ્લાના વિવિધ સ્થળે યોગના કાર્યક્રમો યોજવામાં આવશે. જિલ્લામાં 10 તાલુકા કક્ષાએ 7 નગરપાલિકામાં યોગના અલગ-અલગ કાર્યક્રમ થવાના છે. જિલ્લા કક્ષાના કાર્યક્રમો મોઢેરા સૂર્ય મંદિર ખાતે યોજાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ