બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / yawn during work science behind yawning

તમને ખબર છે? / કામ કરતી વખતે જ કેમ આવે છે સૌથી વધારે બગાસા? તેનો મગજ સાથે છે સીધો સંબંધ, જાણો શું કહે છે સાયન્સ

Arohi

Last Updated: 07:06 PM, 30 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યારે આપણે કામ કરીએ છીએ, ત્યારે આપણે ઘણીવાર બગાસા ખાતા હોઈએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે તેની પાછળનું લોજીક શું છે? તેની પાછળ વિજ્ઞાન કેવી રીતે કામ કરે છે?

  • તમારી સાથે પણ થાય છે આવું?
  • કામ કરતી વખતે જ બગાસા કેમ આવે છે? 
  • જાણો શું છે તેના પાછળનું લોજીક 

બગાસું આવવાના ઘણા કારણો હોઈ શકે છે. થાક, કોઈ વસ્તુ વિશે સ્ટ્રેસ અથવા પૂરતી ઊંઘ ન લેવી. એક વાત તમે પણ નોટિસ કરી હશે કે જ્યારે તમે કામ દરમિયાન થોડો થાક અનુભવો છો ત્યારે બગાસુ આવવું સામાન્ય વાત થઈ જાય છે. આવી સ્થિતિમાં બગાસું આવવાને કારણે ક્યારેક અમુક જગ્યાઓ પર તમારો મજાક પણ બની જાય છે. 

વ્યક્તિનું બગાસું ક્યારેક ખૂબ જ અજીબો-ગરીબ હોય છે. આ કારણે સહકર્મીઓનું ધ્યાન ઘણીવાર તેમના પર જાય છે. પરંતુ બગાસું ખાવા પાછળ એક ખૂબ જ રસપ્રદ વિજ્ઞાન છે, જેને જાણીને તમે પણ ચોંકી જશો.

બોડીનું ટેમ્પરેચર અને બગાસાનો છે સંબંધ 
તમે એ તો જાણતા જ હશો કે આપણા શરીમાં થતી દરેક હરકત માટે દિમાગ રોલ નિભાવે છે. પ્રિંસ્ટન યુનિવર્સિટીના રિપોર્ટ અનુસાર બગાસુ તમારા મગના તાપમાનને સામાન્ય કરવાનું કામ કરે છે. જે કામ કરવાના કારણે સામાન્ય કરતા થોડુ વધારે ગરમ થઈ ગયું હોય છે. 

આ સાથે જ બોડી ટેમ્પ્રેચરને પણ સામાન્ય કરવામાં મદદ કરે છે. તમને આ સાંભળીને પણ ચોંકી જશો કે  એક રિપોર્ટ અનુસાર જે લોકોને લાંબું બગાસુ આવે છે તે લોકોનું મગજ ખૂબ ઝડપથી કામ કરે છે. 

બગાસાથી સંક્રમણનો થતરો 
બગાસાને લઈને થયેલા એક રિસર્ચમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે મોટાભાગે સંક્રમણ ફેલવવાનું કારણ પણ બને છે. માટે કહેવાય છે કે જ્યારે પણ બગાસુ આવે તો મોઢા પર રૂમાલ જરૂર રાખો. વર્ષ 2004માં મ્યુનિખની યુનિવર્સિટી હોસ્પિટલમાં થયેલું એક રિસર્ચ જણાવે છે કે શિયાળામાં લોકોને બગાસા સૌથી વધારે આવે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Science Yawning yawn during work બગાસા yawn
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ