બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Yashwant Sinhas big statement on fuel prices

નિવેદન / પૂર્વ નાણામંત્રી ભડક્યા, કહ્યું - પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને આવો વધારો તો કોઈ દેશ સહન ન કરી શકે, આપણે તો...

Hiralal

Last Updated: 06:57 PM, 18 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપ છોડીને ટીએમસીમાં સામેલ થયેલા પૂર્વ નાણા મંત્રી યશવંત સિંહાએ પેટ્રોલ અને ડીઝલના ભાવવધારા પર એક મોટું નિવેદન આપ્યું છે.

  • પેટ્રોલ અને ડીઝલના ભાવવધારા મુદ્દે યશવંત સિંહાનું ટ્વિટ
  • પેટ્રોલ અને ડીઝલના ભાવવધારા મુદ્દે કેન્દ્રની ખોલી પોલ 
  • કહ્યું કોઈ દેશે આવો ગેરવ્યાજબી ભાવ સહન કર્યો નથી
  • સિંહાએ કહ્યું કે શું આ ઉઘાડી લૂંટ નથી

યશવંત સિંહાએ કહ્યું કે આપણે મરેલા લોકોનો દેશ છીએ. પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો રોજનો અને અત્યંત ગેરવ્યાજબી ભાવવધારો વિશ્વામાં ક્યાંય પણ નથી કે કોઈ દેશે આવો ગેરવ્યાજબી ભાવ સહન કર્યો નથી. જો સરકાર 2014 માં ટેક્સ તરીકે 75,000 કરોડ રુપિયા રળતી હોય તો આજે તે પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સ તરીકે 3.50 લાખ કરોડની આવક મેળવી રહી છે. સિંહાએ કહ્યું કે શું આ ઉઘાડી લૂંટ નથી. 

સરકારી સૂત્રોએ જણાવ્યું કે પેટ્રોલિયમ મિનિસ્ટ્રી ઓઈલ ઉત્પાદક દેશો સાથે મંત્રણા કરી રહી છે. સરકાર સાઉદી અરબથી માંડીને રશિયાનો સંપર્ક સાધી રહી છે. તેમણે કહ્યું કે આગામી ત્રણ મહિના સુધી ગ્લોબલ ઓઈલના ભાવ બેરલ દીઠ 70 ડોલરર રહેવા જોઈએ. 

જોકે પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવાનો સરકારનો કોઈ પ્લાન નથી પરંતુ આગામી સમયમાં ગમે ત્યારે સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડી શકે છે. 

સરકાર 5 થી 10 રુપિયાની રાહત આપે તેવી સંભાવના 
સૂત્રોના જણાવ્યાનુસાર કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 5 થી 10 રુપિયાનો ઘટાડો કરે તેવી સંભાવના છે. પેટ્રોલ અને ડીઝલના ભાવવધારા મુદ્દે પૂર્વ નાણા મંત્રી અને એક વખતના ભાજપના દિગ્ગજ નેતા યશવંત સિંહાએ મોદી સરકારને બરાબરની અડફેટે લેતું ટ્વિટ કર્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ