સિરાજ તેનો ચોથો બોલ ફેંકતા પહેલા તેનો રન-અપ પૂરો કરવાનો જ હતો ત્યારે સ્ટ્રાઇક પર રહેલા સ્ટીવ સ્મિથે રોકવાનો ઈશારો કર્યો છતાં પણ સિરાજે સ્ટમ્પ તરફ બોલ થ્રો કરી દીધો હતો.
મોહમ્મદ સિરાજ સ્ટીવ સ્મિથની એક હરકતથી ખૂબ ગુસ્સે થઈ ગયો
સ્ટીવ સ્મિથે પહેલી ત્રણ બોલમાં બે ચોગ્ગા માર્યા
ચોથો બોલ ફેંકવા રન-અપ પૂરો કર્યો પણ સ્મિથે પીછેહઠ કરી
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલના બીજા દિવસે ભારતીય ટીમનો પહેલો ગોલ સ્ટીવ સ્મિથ અને ટ્રેવિસ હેડ વચ્ચેની રેકોર્ડ ભાગીદારીને તોડવાનો હતો પણ સ્મિથે પહેલી જ ઓવરમાં પોતાની 31મી સદી પૂરી કરી ત્યારે ટ્રેવિસ હેડ 150 રનનો આંકડો પાર કરી ગયો. એ સમયે મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમીની જોડી વિકેટો શોધવાનો પૂરો પ્રયાસ કરી રહી હતી. તેથી જ સિરાજ સ્ટીવ સ્મિથની એક હરકતથી ખૂબ ગુસ્સે થઈ ગયો અને પોતાનો ગુસ્સો છુપાવી શક્યો નહતો.
મોહમ્મદ સિરાજને ગુસ્સો આવ્યો
મોહમ્મદ સિરાજ દિવસની પ્રથમ ઓવર ફેંકી રહ્યો હતો. પ્રથમ ત્રણ બોલમાં બે ચોગ્ગા માર્યા હતા. ત્યારબાદ ચોથા બોલ પર સિરાજે વિવાદાસ્પદ કામ કર્યું જેને કારણે બન્યું એવું કે બોલ ફેંકાય તે પહેલા જ સ્મિથે ક્રિઝ છોડી દીધી.. જ્યારે સિરાજ તેનો ચોથો બોલ ફેંકતા પહેલા તેનો રન-અપ પૂરો કરવાનો જ હતો ત્યારે સ્ટ્રાઇક પર રહેલા સ્ટીવ સ્મિથ સ્ટમ્પ છોડીને જતો રહ્યો હતો. સ્મિથ સ્પાઈડર કેમની સ્થિતિ જોઈને પરેશાન થઈ ગયો હતો, પરંતુ સિરાજે આ વાતનું ધ્યાન રાખ્યું ન હતું, જેણે લગભગ પોતાની તમામ શક્તિથી સ્ટમ્પ તરફ બોલ થ્રો કરી દીધો હતો.
કોમેન્ટ્રી કરતા રવિ શાસ્ત્રીએ કહ્યું કે, 'સ્ટીવ સ્મિથ માત્ર પીછેહઠ કરી રહ્યો હતો. સિરાજને આ ગમ્યું નહીં પરંતુ સ્મિથને ત્યાંથી જવાનો પૂરો અધિકાર હતો. સતત બે ચોગ્ગા ફટકાર્યા બાદ સિરાજ પણ ગુસ્સામાં છે. છેલ્લા બોલ પછી તેને રોહિત શર્માએ ઠપકો પણ આપ્યો હતો.'
આ ઘટનાથી ભારતને ફાયદો થયો
સિરાજને ગુસ્સામાં જોઈને, સ્ટીવ સ્મિથે સ્પાઈડર કેમેરા તરફ ઈશારો કરીને સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કર્યો પણ ભારતીય ફાસ્ટ બોલર બિલકુલ પ્રભાવિત થયો નહીં. જોકે આ ઘટના ભારત માટે અને ખાસ કરીને સિરાજ માટે વરદાન સાબિત થઈ. સ્મિથની એક્શનથી ગુસ્સે થઈને તેણે વધુ જોશ સાથે બોલિંગ શરૂ કરી. પરિણામે હેડની મોટી વિકેટ ભારતને મળી હતી. સિરાજે 285 રનની શાનદાર ભાગીદારી તોડી હતી.