બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Worse condition of jails keeping prisoners more than capacity, this state tops the country in this matter

ચોંકાવનારું / ક્ષમતા કરતા વધારે કેદીઓ કેદમાં રખાતા જેલની હાલત બદતર, આ મામલે દેશનું આ રાજ્ય ટોપ પર

Vishal Khamar

Last Updated: 09:44 PM, 16 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશની જેલમાં તેની ક્ષમતા કરતા ૧,૨૮,૪૨૫ વધુ કેદી બંધ છે. જેલમાં ૪,૪૫,૬૦૯ કેદીને રાખવાની ક્ષમતા છે, જ્યારે ૫,૫૪,૦૩૪ કેદી જેલમાં બંધ છે.

  • દેશની જેલમાં ક્ષમતા કરતા વધુ કેદીઓ બંધ
  • જેલમાં કેદીઓ રાખવાની ક્ષમતા 4,45,609 છે
  • જ્યારે જેલમાં ૫,૫૪,૦૩૪ કેદીઓ બંધ

 દેશની જેલમાં તેની ક્ષમતા કરતા ૧,૨૮,૪૨૫ વધુ કેદી બંધ છે. જેલમાં ૪,૪૫,૬૦૯ કેદીને રાખવાની ક્ષમતા છે, જ્યારે ૫,૫૪,૦૩૪ કેદી જેલમાં બંધ છે. ગૃહમંત્રાલય દ્વારા લોકસભામાં આ જાણકારી અપાઇ છે કે દેશની જેલમાં ૧૪૧૦ દોષ સિદ્ધ કેદી સજા પૂરી કર્યા બાદ પણ દંડ ન ભરી શકવાના કારણે જેલમાં બંધ છે. 
જેલમાં કેદીને ક્ષમતા કરતાં વધુ રાખવાની બાબતમાં દેશનું સૌથી મોટું રાજ્ય યુપી ટોપ પર છે. ઉત્તરપ્રદેશમાં જેલમાં કેદીને રાખવાની ક્ષમતા છે ૬૩,૭૫૧, જ્યારે હકીકતમાં અહીં જેલમાં કેદી છે ૧,૧૭,૭૮૯ એટલે કે ક્ષમતા કરતાં વધુ કેદી જેલમાં બંધ છે. બીજા નંબર પર બિહાર છે, જ્યાં ૪૭,૭૫૦ કેદીને જેલમાં બંધ રાખવાની ક્ષમતા છે, પરંતુ તેમની કુલ સંખ્યા છે ૬૬,૮૭૯ એટલે કે ૧૯,૧૨૯ કેદી ક્ષમતા કરતાં વધુ રખાયા છે. 

ફાઈલ ફોટો

મધ્યપ્રદેશ ત્રીજા નંબર પર છે, જ્યાં જેલની કુલ ક્ષમતા ૨૯,૫૭૧ છે, જ્યારે કેદીની સંખ્યા ૪૮,૫૧૩ છે. અહીં ૧૮,૯૪૨ કેદી વધારે રાખવામાં આવ્યા છે. આ ક્રમમાં ચોથા નંબરે મહારાષ્ટ્રનું સ્થાન આવે છે. અહીં ૨૪,૭૨૨ કેદીઓને જેલમાં રાખવાની ક્ષમતા છે. જ્યારે અસલમાં અહીં ૩૬,૮૮૫ કેદી છે. આ ઉપરાંત અહીં ક્ષમતા કરતાં વધુ કેદી રાખનારાં રાજ્યમાં આસામ, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, પશ્વિમ બંગાળ જેવાં રાજ્ય સામેલ છે. 
યુપીમાં કુલ ૯૦,૬૦૬ કેદી જેલમાં બંધ છે
કેદીને જેલમાં રાખવાનાં અસંતુલનમાં સૌથી મોટાં રાજ્યની સંખ્યા ટોપ પર આવે છે. યુપીની જેલમાં કેદીની સંખ્યા લગભગ બેગણી છે. મહત્ત્વની વાત એ છે કે ગૃહમંત્રાલયે જે યાદી જાહેર કરી છે તે મુજબ યુપીમાં કુલ ૯૦,૬૦૬ કેદી જેલમાં બંધ છે. જેમાં ૨૧,૯૪૨ અનુસૂચિત જાતિના લોકો છે, જ્યારે અનુસૂચિત જનજાતિ કેટેગરીના ૪,૬૫૭ કેદી જેલમાં બંધ છે. યુપીની જેલમાં બંધ ઓબીસી વર્ગના ૪૧,૬૭૮ કેદી છે. દેશભરનાં ૩૬ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં બંધ વિચારાધીન કેદીઓ પર જાણકારી કેન્દ્રીય ગૃહમંત્રાલયે લોકસભામાં આપી છે.

ફાઈલ ફોટો

ગુજરાતની જેલોમાં 13999 ની સામે 16597 કેદીઓ બંધ
રાજ્યમાં આસામ, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, પશ્વિમ બંગાળની જેલોમાં ક્ષમતા કરતા વધુ કેદી ભરવામાં આવ્યા છે. ત્યારે ગુજરાતમાં હાલ જેલોની કેપેસિટી 13999 કેદીઓની છે. તેની સામે 16597 જેટલા કેદીઓ બંધ છે.  બીજી તરફ જેલની કેપિસીટી સામે બમણા 23000 આરોપીઓને ભાગેડું જાહેર કરાયા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Maharastra More prisoners Subjail Uttarpradesh gujarat madhypradesh news ઉત્તર પ્રદેશ ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર સબજેલ ahmedabad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ