World Thyroid Day: Learn the history of the celebration, this dreaded creature in the body
25 મે /
વર્લ્ડ થાઈરોઈડ દિવસ: શરીરમાં આ ઈસારો ભયજનક, ઉજવણીનો ઈતિહાસ, રોગના લક્ષણો અને ઉપાયો વિશે A ટુ Z માહિતી
Team VTV07:10 AM, 25 May 23
| Updated: 07:15 AM, 25 May 23
થાઈરોઇડ એક નાની ગ્રંથી છે તેનો પતંગિયા જેવો આકાર હોય છે તે ગરદનના નીચેના ભાગે મધ્યમાં આવેલી છે, તેનું પ્રાથમિક કાર્ય શરીરના ચયાપચય દરને અંકુશિત કરવાનું છે.
25 મેના રોજ વર્લ્ડ થાઈરોઈડ દિવસ ઉજવવામાં આવે
થાઈરોઇડ વિશે લોકોને શિક્ષિત કરવા આ દિવસ ઉજવાય
થાયરોડના બે પ્રકાર, હાઇપરથાઇરોઇડ અને બીજો હાઇપોથાઇરોડિઝ
દુનિયામાં દર વર્ષ 25 મેના રોજ વલ્ડ થાઈરોઈડ દિવસ મનાવવામા આવે છે આ દિવસે થાઈરોડ રોગ વિશે તેમજ તેના લક્ષણો અને ઉપાયો તેમજ સારવાર સંબંધી જાગૃતતા માટે મનાવવામા આવે છે, આ દિવસ ઉજવવાની શરૂઆત પુરોપિયન થાયરોઈડ એસોસિએશને અને અમેરિકાના થાયરોઈડ એસોસિએશન સૌથી પહેલા 25 મે 2008થી શરૂ કરી હતી. થાઈરોઇડ વિશે લોકોને શિક્ષિત કરવા માટે આ દિવસને વાર્ષિક ઇવેન્ટ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ થાઈરોઇડ ગ્રંથિના મહત્વ અને તેની ભૂમિકાને પ્રકાશિત કરવાનો છે.
વિશ્વ થાઇરોઇડ દિવસનો ઈતિહાસ
સપ્ટેમ્બર 2007માં યુરોપિયન થાઇરોઇડ એસોસિએશન (ETA)ની પ્રથમ વાર્ષિક સામાન્ય સભા દરમિયાન 25મે ના રોજ સત્તાવાર રીતે વિશ્વ થાઇરોઇડ દિવસ તરીકે મનાવવામા આવ્યો હતો. 25 મેની તારીખ 1965માં ETAની સ્થાપનાની વર્ષગાંઠને પણ ધ્યાને રખાયો છે. જે દિવસને થાઇરોઇડ વિશે જાગૃતિ લાવવા માટેનો દિવસ તરીકે પણ પસંદ કરવામાં આવ્યો. થાઈરોઈડના શરૂઆતમાં લક્ષણો ભયજનક દેખાતા નથી, પરંતુ જો કાળજી લેવામાં ન આવે તો તે વધુ ગંભીર પરિણામ લાવી શકે છે. વિશ્વ થાઇરોઇડ દિવસનો ઉદ્દેશ લોકોને સામાન્ય લક્ષણો વિશે શિક્ષિત કરવાનો અને થાઇરોઇડ લક્ષણોને તપાસવાનો છે. આ દિવસ થાઇરોઇડના દર્દીઓ અને વિશ્વભરમાં થાઇરોઇડ રોગોના અભ્યાસ અને સારવાર માટે પ્રતિબદ્ધ અન્ય તમામ લોકોને સમર્પિત છે.3
થાઇરોઇડ શું છે ?
થાઇરોઇડ એક નાની ગ્રંથી છે તેનો પતંગિયા જેવો આકાર હોય છે, તે ગરદનના નીચેના ભાગે મધ્યમાં આવેલી છે. તેનું પ્રાથમિક કાર્ય શરીરના ચયાપચય દરને અંકુશિત કરવાનું છે. ચયાપચયને અંકુશિત કરવા થાઇરોઇડ હોર્મોન્સ પેદા કરે છે, જે શરીરના કોષોને કેટલી શક્તિ વાપરવી તે જણાવે છે. યોગ્ય રીતે કામગીરી બજાવતી થાઇરોઇડ ગ્રંથી શરીરની ચયાપચયની કામગીરી સંતોષજનક દરે થાય તે માટે જરૂરી હોર્મોન્સનું યોગ્ય પ્રમાણ જાળવી રાખવાનું કામ કરે છે. રક્તપ્રવાહમાં થાઇરોઇડ હોર્મોન્સના જથ્થા પર પીટ્યુટરી ગ્રંથિ દેખરેખ રાખે છે અને અંકુશિત કરે છે. મગજની નીચે ખોપરીના કેન્દ્રમાં આવેલી પીટ્યુટરી ગ્રંથિને જ્યારે થાઇરોઇડ હોર્મોન્સના અભાવની કે વધુ પડતા થાઇરોઇડ હોર્મોન્સના પ્રમાણની જાણ થાય છે ત્યારે તે તેના પોતાના હોર્મોન્સ (ટીએસએચ)ના પ્રમાણમાં વધઘટ કરે છે અને તેને થાઇરોઇડમાં મોકલે છે, તેમજ થાઈરોડ બે પ્રકારે થાય છે, હાઇપરથાઇરોઇડ અને બીજો હાઇપોથાઇરોડિઝ.
હાઇપરથાઇરોઇડિઝમના લક્ષણો :
1. અત્યંત થાક લગાવો અને નબળાઈ અનુભવવી
2. વજનમાં ઘટાડો
3. ઉચ્ચ તાપમાન અને વધુ ગરમી લાગણી
4. ધબકારામાં વધારો થવો
5. અતિશય પરસેવો
6. ઊંઘનો ન આવવી, ચિંતા, ચીડિયાપણું
7. દ્રષ્ટિમાં ફેરફાર, સામાન્ય આંખો કરતાં મોટી થવી
8. ગળામાં સોજો આવવો
વગેર
હાઇપોથાઇરોડિઝમના લક્ષણો :
1. થાક, માનસિક અસ્થિરતા અને મૂડમાં ફેરફાર
2. વજન વધવું, ભારેપણે લાગવું
3. ખૂબ જ ઠંડી લાગવી, હાથ-પગ ઠંડા થવો
4. ઓછી ઊર્જા, ઊંઘની અતિશય ઇચ્છા થવી
5. દુર્બળતા
7. હતાશા, વિસ્મૃતિ
વગેરે
થાઈરોઈડ બે પ્રકારના હોય છે 1. હાઇપરથાઇરોઇડિઝમ
આ સ્થિતિ ત્યારે સર્જાય છે જ્યારે થાઇરોઇડ વધુ પડતા હોર્મોન્સ ઉત્પન્ન કરે છે. આના કારણે શરીરની મેટાબોલિઝમ્સ વધી થાય છે, જેના પરિણામે લોકો સામાન્ય રીતે ધીમે ધીમે વજન ઘટવું, ઓવરહિટીંગ, હૃદયન ધડકન વધવી, થાક અને અન્ય લક્ષણોનો અનુભવ થાય છે. હાઇપરથાઇરોઇડિઝમમાં શું ન ખાવું ?
મેદામાંથી બનેલી પ્રોડ્ક્ટ્સ જેમ કે પાસ્તા, મેગી, વ્હાઇટ બ્રેડ, સૉફ્ટ ડ્રિન્ક, આલ્કોહોલ, કેફીન, રેડ મીટ, વધારે મીઠી વસ્તુઓ જેવી કે મિઠાઇ, ચૉકલેટ
2.હાઇપોથાઇરોડિઝમ
આ ત્યારે સર્જાય છે જ્યારે થાઇરોઇડ ખૂબ ઓછા હોર્મોન ઉત્પન્ન કરે છે. જેના કારણે, શરીરનું ચયાપચય ધીમો પડી જાય છે જેનાથી લોકોને સ્થૂળતા, શરદી, થાક, માનસિક અસ્થિરતા અને અન્ય લક્ષણોનો સામનો કરવો પડે છે. હાઇપોથાઇરોડિઝમમાં શું ન ખાવું?
સોયાબીન અને સોયા પ્રોડક્ટ,વધારે ક્રીમવાળી પ્રોડ્કક્ટ્સ જેવી કે કેક, પેસ્ટ્રી, સ્વીટ પોટેટો, નાશપતી, સ્ટ્રોબેરી, મગફળી, બાજરી વગેરે, ફ્લાવર, કોબીજ, બ્રોકલી, રેડ મીટ, પેકેઝ્ડ ફૂડ, શલગમ વગેરે.
થાયરોઇડનો ઘરેલૂ ઉપચાર આદુ
આદુમાં રહેલા પોટેશિયમ, મેગ્નેશિયમ વગેરે થાઈરોઈડની સમસ્યાથી છૂટકારો અપાવે છે તેમજ આદુમાં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણ થાઈરોઈડને વધારતા અટકાવે છે અને તેની કાર્યપ્રણાલીમાં સુધાર લાવે છે.
દૂધ અને દહીંનું સેવન
થાઈરોઈડની સમસ્યાથી પીડાતા લોકોને દહીં અને દૂધનો વધુમાં વધુ ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. દૂધ અને દહીંમાં રહેલ કેલ્શિયમ, મિનરલ્સ અને વિટામિન્સથાઈરોઈડથી પીડાતા લોકોને સ્વસ્થ બનાવી રાખે છે.
અળસીના બીજ
અળસીના બીજ ફેટી એસિડથી ભરપૂર હોય છે જે આપણા હૃદય માટે સ્વાસ્થ્યવર્ધક તો છે જ પરંતુ થાઈરોઈડની સમસ્યા માટે પણ ફાયદાકારક છે, તેમાં રહેલા મેગ્નેશિયમ અને વિટામિન બી 12 હાઇપોથાયરાયડિઝ્મથી લડે છે.
નારિયેળનું તેલ
નારિયેળના તેલમાં ફેટી એસિડ હોય છે, જે થાઈરોઈડ ગ્રંથિને તેના કામકાજમાં મદદરૂપ થાય છે. નારિયેળના તેલનો મર્યાદિત ઉપયોગ વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. જે શરીરમાં મેટાબૉલિઝ્મ વધારે છે અને શરીરનું તાપમાન સંતુલિત રાખે છે.
મુલેઠીનું સેવન
થાઈરોઈડના દર્દીઓને થાક જલ્દી લાગી જાય છે તેવામાં મુલેઠીનું સેવન કરવું તેમના માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. મુલેઠીમાં રહેલ તત્ત્વ થાયરોઇડ ગ્રંથિને સંતુલિત રાખે છે તેમજ તમારી થકાવટને ઊર્જામાં ફેરવી દે છે. થાઈરોઈડની સમસ્યામાં મુલેઠી કેન્સરના જોખમને પણ ઘટાડી દે છે.