બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / World Health Organisation says monkeypox outbreak in more than 70 countries is now a global emergency

મહામારી / મંકિપોક્સ ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર, વધી રહેલા કેસોને પગલે WHOનો મોટો નિર્ણય, પાંચ મોટા અપડેટ

Hiralal

Last Updated: 08:30 PM, 23 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વ આરોગ્ય સંગઠને મંકિપોક્સને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી દીધો છે.

  • 70 થી વધુ દેશોમાં ફેલાયો મંકિપોક્સ
  • વિશ્વ આરોગ્ય સંગઠને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કર્યો
  • વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો 

કોરોના મહામારીની વચ્ચે હવે દુનિયામાં મંકિપોક્સને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. 70થી વધુ દેશોમાં ફેલાયેલા મંકિપોક્સને લઈને આખરે વિશ્વ આરોગ્ય સંગઠને મોટો નિર્ણય લીધો છે.

દુનિયામાં વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને વિશ્વ આરોગ્ય સંગઠને મંકિપોક્સને વૈશ્વિક આરોગ્ય કટોકટી જાહેર કરી દીધો છે. WHOના ડીજી Tedros Adhanomએ એવું જણાવ્યું કે મંકિપોક્સ 70થી વધુ દેશોમાં ફેલાયો છે અને તેથી મેં તેને વૈશ્વિક કટોકટી જાહેર કરવાનો નિર્ણય લીધો છે. 

તેમણે કહ્યું કે મંકીપોક્સનો પ્રકોપ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતાનો વિષય બનશે. જાહેર આરોગ્ય કટોકટી લાદવામાં આવી રહી છે. 

70થી વધુ દેશોમાં ફેલાયો
મંકિપોક્સ હાલમાં 70થી વધુ દેશોમાં ફેલાયો છે અને દિનપ્રતિદિન કેસ વધી રહ્યાં છે. આને કારણે વિશ્વ આરોગ્ય સંગઠનને વૈશ્વિક હેલ્થ ઈમરજન્સી જાહેર કરવાની ફરજ પડી છે.

ભારતમાં મંકિપોક્સના 3 કેસ
ભારતમાં હાલમાં મંકિપોક્સના 3 કેસ નોંધાયેલા છે અને 3 કેરળમાં છે. 

શું છે મંકીપોક્સના લક્ષણો

મોટા ભાગે આ રોગમાં તાવ, ચામડી પર દાણા, અને સોજા જેવા લક્ષણો જોવા મળે છે. કેટલીય વાર શરૂરમાં દુખાવો અને ચામડી પર ફોલ્લી જોવા મળે છએ. શરીર પર લાલ ચકામા પણ પડી જાય છે. મોટા ભાગના કેસોમાં દર્દી કોઈ પણ સારવાર વગર ઠીક થઈ જાય છે. 

મંકીપોક્સ શું છે
મંકીપોક્સ એક વાયરસ છે. જે સૌ પ્રથમ વાંદરાઓમાં જોવા મળ્યો હતો. 1970માં પહેલી વાર સાઉથ આફ્રિકામાં આ વાયરસની પુષ્ટિ થઈ હતી. અત્યાર સુધી 70થી વધુ દેશોમાં વાયરસના 7 હજારથી વધુ કેસ સામે આવી ચૂક્યા છે.

શા માટે મંકિપોક્સને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરાયો 

‎(1)  WHO ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયેસસે આજે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, "મેં નક્કી કર્યું છે કે વૈશ્વિક મંકીપોક્સનો ફેલાવો જાહેર આરોગ્ય પર આંતરરાષ્ટ્રીય ચિંતા દર્શાવે છે
(2)  WHOએ જણાવ્યું હતું કે વિશ્વભરમાં ઝડપથી ફેલાઈ રહેલા ‎‎મંકીપોક્સનો રોગચાળો‎‎ યોગ્ય જૂથોમાં યોગ્ય વ્યૂહરચનાથી અટકાવી શકાય છે.‎
(3) ‎આ વર્ષે અત્યાર સુધીમાં ડબ્લ્યુએચઓના 70 સભ્ય દેશોમાંથી મંકીપોક્સના 16,000 થી વધુ કેસ અને પાંચ મૃત્યુ નોંધાયા છે.‎
(4) ‎WHOએ કહ્યું કે અમે મંકિપોક્સને કટોકટી જાહેર કરી રહ્યાં છીએ કારણ કે તે જરૂરી છે કે તમામ દેશો મંકીપોક્સનો સામનો કરવા માટે અસરકારક માહિતી અને સેવાઓ ડિઝાઇન કરવા અને પહોંચાડવા માટે નજીકથી કામ કરે.‎
(5) ‎હાલમાં મંકીપોક્સની કોઈ ખાસ સારવાર નથી. દર્દીઓને સામાન્ય રીતે નિષ્ણાત હોસ્પિટલમાં રહેવાની જરૂર હોય છે જેથી ચેપ ન ફેલાય અને સામાન્ય લક્ષણોની સારવાર થઈ શકે.‎

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ