World Cup 2023 ODI World Cup will start from October 5 final will be played on November 19
વર્લ્ડકપ 2023 /
ODI વર્લ્ડકપને લઇ સામે આવી સૌથી મોટી અપડૅટ, જાણો ક્યારથી શરૂ થશે મેચ? 19 નવેમ્બરે ફાઈનલ
Team VTV10:13 AM, 22 Mar 23
| Updated: 10:15 AM, 22 Mar 23
આ વર્ષે રમાવવા જઈ રહેલો વન ડે વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે. ત્યાં જ ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદમાં રમાઈ શકે છે.
5 ઓક્ટોબરથી શરૂ થશે વર્લ્ડ કપ
ટૂર્નામેન્ટની ફાઈલ 19 નવેમ્બરે
અમદાવાદમાં રમાઈ શકે છે ફાઈનલ
આ વર્ષે રમાવવા જઈ રહેલા વન ડે વર્લ્ડ કપની યજમાની ભારતની પાસે છે. આ પહેલા 2019નો વિશ્વ કપ ઈંગ્લેન્ડમાં રમાવવામાં આવ્યો હતો. જેમાં ઈંગ્લેન્ડ જીત્યું હતું. ત્યાં જ 2023માં રમાવવા જઈ રહેલા વર્લ્ડ કપને લઈને અમુક મોટી જાણકારી સામે આવી છે.
રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે ઈન્ડિયામાં રમાવવા જઈ રહેલા વર્લ્ડ કપ 2023ની શરૂઆત 5 ઓક્ટોબરથી થશે. ત્યાં જ ટૂર્નામોન્ટની ફાઈનલ મેચ 19 નવેમ્બરે થશે.
આ રીતે થઈ શકે છે વિશ્વ કપ 2023
એક રિપોર્ટ અનુસાર, ઈન્ડિયામાં રમાવવા જઈ રહેલા વન ડે વર્લ્ડ કપની શરૂઆત 5 ઓક્ટોરબથી થશે. ત્યાં જ તેનો ફાઈનલ મુકાબલો 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે.
12 વેન્યૂ કરવામાં આવ્યા છે નક્કી
રિપોર્ટ અનુસાર વિશ્વ કપ માટે બીસીસીઆઈની તરફથી કુલ 12 વેન્યૂ નક્કી કરવામાં આવ્યા છે. તેમાં અમદાવાદના ઉપરાંત બેંગ્લોર, ચેન્નાઈ, દિલ્હી, ધર્મશાળા, ગુવાહાટી, હૈદરાબાદ, કોલકતા, લખનૌઉ, ઈંદૌર, રાજકોટ અને મુંબઈ શામેલ છે.
10 ટીમોની વચ્ચે કુલ 48 મેચ
ત્યાંજ બીસીસીઆઈ વોર્મઅપ મેચો માટે 2-3 એક્સ્ટ્રા વેન્યૂ પણ નક્કી કરી શકે છે. રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે ટૂર્નામેન્ટમાં ભાગ લેનાર 10 ટીમોની વચ્ચે ટ્રોફી માટે કુલ 48 મેચ રમાશે. આ મેચ 46 દિવસ સુધી ચલશે.
શેડ્યુલ જાહેર કરવામાં કેમ થઈ રહ્યું છે મોડુ?
વર્લ્ડ કપના કાર્યક્રમની જાહેરાત મોટાભાગે એક વર્ષ પહેલા કરવામાં આવે છે. પરંતુ આ વખતે આઈસીસી પાકિસ્તાની ક્રિકેટર્સ અને ભારત સરકારની તરફથી ટેક્સમાં મળતી છૂટને સમજવાની રાહ જોઈ રહ્યું છે.
આઈસીસી અને બીસીસીઆઈની વચ્ચે થયેલા એગ્રીમેન્ટ અનુસાર 2016થી 2023 સુધી ત્રણ ટૂર્નામેન્ટ માટે ટેક્સ છૂટનો વાયદો કરવામાં આવ્યો હતો.