બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Wondering what God did when I was younger,PM Modi calls silver medalist in Paralympics

Tokyo Paralympics / નાનો હતો ત્યારે વિચારતો કે ભગવાને શું કરી દીધું ... પેરાલિમ્પિક્સમાં સિલ્વર જીતરનાર ખેલાડીને PM મોદીએ કર્યો ફોન

ParthB

Last Updated: 06:21 PM, 5 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટોક્યો પેરાલિમ્પિક્સમાં સુહાસે બેડમિન્ટમાં સિલ્વર મેડલ જીતી દેશનું નામ રોશ કર્યું છે.ત્યારે આ પ્રસંગે PM મોદીએ સુહાસ સાથે ટેલિફોનીક વાત કરીને અભિનંદન પાઠવ્યાં હતાં.

  • ટોક્યો પેરાલિમ્પિક્સમાં સુહાસે બેડમિન્ટનમાં જીત્યો સિલ્વર મેડલ 
  • ટોક્યો પેરાલિમ્પિક્સમાં બેડમિન્ટનમાં બીજો મોટો મેડલ
  • આ અગાઉ પ્રમોગ ભગતે દેશ માટે જીત્યો ગોલ્ડ મેડલ  

PM મોદીએ ફોન કરી અભિનંદ પાઠવ્યાં 

પ્રધાનમંત્રીએ ટોક્યો પેરાલિમ્પિકસમાં બેડમિન્ટનમાં સિલ્વર મેડલ જીતીને દેશનું સન્માન વધારવા માટે નોઈડાના ડીએમને અભિનંદન આપ્યાં છે. મહત્વનું છે કે PM  નરેન્દ્ર મોદીએ તેમના એક ટ્વિટમાં કહ્યું, "સુહાસ યથીરાજે તેના અસાધારણ રમત પ્રદર્શનને કારણે આપણા સમગ્ર દેશની કલ્પનાને પકડી લીધી છે." ત્યાર બાદ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ફોન કરીને તેમની આ સિધ્ધી બદલ અભિનંદન પાઠવ્યા હતા.આ પ્રસંગે સિલ્વર મેડલ વિજેતા સુહાસે પ્રધાનમંત્રી સાથે ફોન પર વાત કરતાં જણાવ્યું હતું કે, મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે, હું ભારતના પ્રધાનમંત્રી જોડે વાત કરી રહ્યું છું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નાનપણમાં હું વિચારતો હતો કે ભગવાને મારી સાથે શુ કરી દીધુ પણ આજે એજ ભગવાનને તમારી સાથે વાત કરવાનો મોકો અપાવ્યો છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ અભિનંદન પાઠવ્યા હતા

આ સિવાય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ નોઈડાના ડીએમ અને પેરા-બેડમિન્ટન ખેલાડી સુહાસ એલ. યથિરાજને સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. રાષ્ટ્રપતિએ તેમના એક ટ્વીટ દ્વારા કહ્યું કે "એક સિવિલ સેવક તરીકે તમારી ફરજો નિભાવતી વખતે રમતને આગળ વધારવામાં તમારું સમર્પણ અસાધારણ છે."

CM યોગી આદિત્યનાથે પણ DM સુહાસનું અભિવાદન કર્યુ

બીજી તરફ યુપીના સીએમ યોગી આદિત્યનાથે પણ સુહાસને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, હું તેમની આ જીત માટે દિલથી અભિવાદન કરું છું.સીએમએ વધુમાં કહ્યું હતું કે, આ પહેલા ઘણા પ્રસંગોએ તેમણે મેડલો જીત્યા છે. સીએમ યોગી આદિત્યનાથે એ પણ જણાવ્યું કે, DM સુહાસ એલે તેની વહીવટી ફરજો અસરકારક રીતે નિભાવવાની સાથે, તે પેરાલિમ્પિક્સમાં સફળ રહ્યો છે.

પેરાલિમ્પિક્સમાં  બેડમિન્ટનમાં બીજો મોટો મેડલ

ટોક્યો પેરાલિમ્પિક્સના છેલ્લા દિવસે નોઈડાના DM નું વર્ચસ્વ રહ્યું. 38 વર્ષીય IAS અધિકારી ભારત માટે સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્યા. ભારતના પેરા-શટલર સુહાસ યથિરાજ પુરુષોની બેડમિન્ટન સ્પર્ધાની SL4 કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેચ હારી ગયા.ગોલ્ડ મેડલ માટે તેમણે ફ્રાન્સના લુકાસ મઝુર સાથે રોમાંચક અને અઘરી મેચ રમી હતી, જેમાં તેને 21-15, 17-21, 15-21થી હારનો સામનો કરવો પડ્યો હતો. સુહાસે જીતેલી સિલ્વર ટોક્યો પેરાલિમ્પિક્સમાં બેડમિન્ટનમાં ભારતનો બીજો મોટો મેડલ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ