Monday, July 22, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

આવો પ્રેમ નહીં જોયો હોયઃ વડોદરામાં ગાય અને દીપડા વચ્ચેની અદ્ભૂત દોસ્તી જોઈ લો

આવો પ્રેમ નહીં જોયો હોયઃ વડોદરામાં ગાય અને દીપડા વચ્ચેની અદ્ભૂત દોસ્તી જોઈ લો
સિંહ.. દિપડો.. વાઘ... આ બધા શિકારી પ્રાણી છે. હિંસક પ્રાણી છે. પરંતુ આ હિંસક પ્રાણીઓમાં પણ ક્યારેક લાગણીની એવી કુપણો ફૂટી નિકળે છે કે જાણે આ દુનિયાના રંગરૂપ બદલાઈ ચૂક્યા છે. આપણે ત્યાં કહેવાય છે કે મા તે મા બીજા વગડાના વા.. આ કહેવતને સાર્થક કરતો એક ગીરનો વીડિયો આપણે જોયો. પરંતુ આવો જ એક વીડિયો વડોદરામાં 2003માં સામે આવ્યો હતો. જેમાં ગાય અને દીપડા વચ્ચેની અદભૂત દોસ્તી જોવા મળી હતી. 

ત્યારે શું છે વાત્સલ્યથી ભરપુર આ ઘટના?

આ પાથમાંથી ગાય સાથે ઉછરતા દીપડાના ફોટા વાપરવા 
તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે બન્ને દ્રશ્યો સહઅસ્તિત્વની અંગે પ્રાણીઓમાં રહેલી સભાનતાની સાક્ષી પૂરી રહ્યા છે. આપણે જેને હિંસક પ્રાણી કહીયે છીએ. એવા આ પ્રાણીઓ સમય આવ્યે પોતાની હિંસક પ્રકૃતિનું પણ શમન કરી જાણે છે. પોતાનાથી વિપરિત પ્રકૃતિ ધરાવતા અન્ય પ્રાણી સાથે સાહચર્ય નિભાવી જાણે છે. ટીવી ક્રીન પરનું આ પ્રથમ દ્રશ્ય ગીર અભ્યારણ્યમાં જોવા મળ્યું હતું. જેમાં એક સિંહણ દીપડાના બચ્ચાને દૂધ પિવડાવી રહી છે.

દીપડાનું બચ્ચું પણ એવું તો હળીમળી ગયું છે કે તે સિંહણને જ પોતાની માતા સમજી રહ્યો છે. જ્યારે આ બીજું  કુદરતના કરિશ્માનો દુર્લભ નજારો કહો કે માતૃત્વના ઝરણા તરફ આકર્ષાઈને શમિત થયેલી હિંસક પ્રકૃતિ કહો. આ દ્રશ્ય વડોદરાનું છે જ્યાં એક ગાય દીપડાના બચ્ચાનો ઉછેર કરી રહી છે. કદાચ આ દ્રશ્યો માનવજાતને તેની માનવતા યાદ કરાવવા માટે કુદરતે જ સર્જ્યા હશે.

વાત્સલ્યથી ભરપૂર આ દ્રશ્યો વાઘોડિયાના અંટોવી ગામના
હવે જરા આ રાત્રીનો આ સંન્નાટો સાંભળો. રાત્રીના અંદાજીત 12 વાગ્યાનો સમય હશે. જંગલમાં બેખોફ ફરનારો દીપડો અહીં કાંઈક ડરેલો લાગે છે. જાણે ગામના કોઈ લોકો જાગી ન જાય. દીપડો પહેલા ચારેકોર નજર ફેરવે છે. ત્યારબાદ દબાયેલા પગે આગળ બધે છે. પરંતુ તેને નથી ખબર કે તેના પર કોઈની નજર છે. ગાયની પાસે પહોંચતા જ કાંઈક અવાજ આવે છે અને તે ભાગી જાય છે. પરંતુ પ્રેમ કરનારને કોઈનો ક્યાં ડર હોય છે. દીપડો થોડીવાર બાદ ફરી આવી જાય છે. એવું લાગે છે કે તેનો ડર હવે થોડો ઓછો થઈ ગયો છે. ગાયની પાસે આવતા જ તે તેના મુખ પાસે બેસી જાય છે. જાણે હવે તેને કોઈનો ડર રહ્યો નથી. પરંતુ ફરી કોઈ અવાજ સંભળાતા તે થોડે દૂર સુધી ભાગી જાય છે. વાત્સલ્યથી ભરપૂર આ દ્રશ્યો વાઘોડિયાના અંટોવી ગામના છે.

સૌથી હેરાન કરનારી વાત તો એ છે કે દીપડાને જોઈને ગાય પણ સેજ પણ નથી ડરતી. દીપડો એવી રીતે ઉઠળ-કુદ કરે છે. જાણે પોતાની મા સાથે કરતો હોય. તો ગાય પણ તેને ક્યારેક પોતાના સીંગડાથી દૂર ખસેડે છે. ગામ લોકોનું તો એવું પણ કહેવું હતું કે આ દીપડો રોજ ગાયની પાસે આવતો. જાણ મા-દીકરાનો સંબંધ હોય તેમ તેની સાથે ગેલ કરતો. ગાયના મુખ નીચે સુઈ જતો. ક્યારેક ક્યારેક તો સવાર સુધી ત્યાં જ જોવા પણ મળતો.
 
ગીરના જંગલમાં થયા હતાં સહઅસ્તિત્વના દર્શન - ગાય અને દીપડા વચ્ચેની અદ્ભૂત દોસ્તી


વાઘોડિયામાં 2003માં આ પ્રકારની રસપ્રદ ઘટના બની હતી
દીપડો હિંકસ પ્રાણી છે. પરંતુ અહીં દીપડા જેવું હિંસક પ્રાણી પણ પોતાના વ્યવહારથી વિરુદ્ધ આચરણ કરતો જોવા મળી રહ્યો છે. આ પહેલા ગીરના જંગલનો પણ આવો જ એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં સિંહણ સાથે દીપડાનું બચ્ચું રમતું નજરે પડ્યું હતું. સિંહણ તે બચ્ચાને રમાડતી હોય તેમ નજરે પડ્યું હતું. આ પ્રકારની ઘટના જંગલ વિસ્તારમાં થાય તે સામાન્ય વાત છે. પરંતુ વડોદરાના વાઘોડિયામાં 2003માં આ પ્રકારની રસપ્રદ ઘટના બની હતી.

આ સમગ્ર ઘટનાના સાક્ષી બનેલા મનોજભાઇ આ મામલે અમને તમામ માહિતી આપી હતી. અંટોલી ગામમાં એક ગાય પાસે રોજ રાત્રીના સમયે દીપડો આવતો હતો. ગાયને વહાલ કરતો હતો આ ઘટના ગામ લોકોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. ત્યારબાદ વડોદરાના વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર મનોજભાઈએ તેમના કેમરામાં આ હકીકતને કેદ કરી હતી. તમામ લોકોને આશ્ચર્યમાં મુકી દીધા છે. પરંતુ આ ઘટનાને જેને પોતાના કેમેરામાં કેદ કરી તેનું શું કહેવું છે તે પણ સાંભળો.  

જોકે ગામ લોકોની ફરિયાદ બાદ મનોજભાઈ 6 મહિના સુધી અંટોલી ગામમાં ગયા હતા. તે દરમ્યાન રોજ દીપડાનું બચ્ચું ગાય પાસે આવતું હતું. ગાયના ગાળામાં વીંટળાઈને ગાયને વહાલા કરતુ જોવા મળતું હતું. મનોજભાઈના જણાવ્યા પ્રમાણે ગાય ખેતરમાં ચરવા માટે ગઈ હતી. ત્યારે ગાય પાસે દીપડાનું બચ્ચું આવ્યું હતું. ત્યારે આ બચ્ચાને ગાયે માતાની હુંફ આપી હતી. તેના કારણે દીપડો આજદીન સુધી ગાયને મળવા માટે આવી રહ્યો છે.

પ્રાણીપ્રેમીઓ માટે પણ આ ઘટના એક વખતે નવાઈ પમાડે તેમ હતી. કારણ કે દીપડાની પ્રકૃતિ સાવ અલગ છે અને ગાયની સાવ અલગ છે. આ ઉપરાંત બંને એકબીજાને આ રીતે પ્રેમથી રમતાને વ્હાલ કરતા જોવા મળ્યા હતા. તેને લઈને પશુ પ્રેમીઓ આ ઘટનાને ઐતિહાસીક ઘટનામાં ગણાવી રહ્યા હતી. પરંતુ આ ઘટનાને માત્ર ઐતિહાસી ગણીને જ અનદેખી ન કરવી જોઈએ. પરંતુ એક-બીજાને તીરસ્કારની નજરે જોનારાઓએ આમાંથી થોડી શીખ પણ લેવી જોઈએ. એવા બાળકોને હુંફ આપવી જોઈએ. જેમનું આ દુનિયામાં કોઈ નથી. જો આવું એક ટકા પણ થયું ને ચો કોઈપણ અનાથ પોતાને ક્યારેય અનાથ નહીં સમજે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ