Ind vs Eng / ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ : મહિલા T20 વર્લ્ડકપમાં પ્રથમ વખત ટીમ પહોંચી ફાઈનલમાં

Womens T20 World Cup Semifinal: India reach maiden final as rain abandons match

ઓસ્ટ્રેલિયાના સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી સેમિફાઇનલ મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ છે. જ્યારે ટીમ ઈન્ડિયા પ્રથમ વખત ટી 20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી ગઈ છે. ગુરુવારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (એસસીજી) ખાતે યોજાનારા આઇસીસી મહિલા ટી-20 વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે રમવા માટે તૈયાર હતી, પરંતુ વરસાદને કારણે મેચ રદ કરવામાં આવી છે. આ સાથે જ ટીમ ઇન્ડિયાને તેમના ગ્રુપના પોઇન્ટ ટેબલમાં ટોપ પર હોવાનો ફાયદો મળ્યો અને ફાઈનલની ટિકિટ મળી ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ