બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Woman spits on temple priest in Bangalore, employee throws her out, video goes viral

ગેરવર્તણૂંક / બેંગલૂરૂમાં મંદિરના પૂજારી પર મહિલા થૂંકી, કર્મચારીએ તેને ઢસડીને બહાર કાઢી, વીડિયો વાયરલ

Vishal Khamar

Last Updated: 07:30 PM, 7 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેગલૂરૂ ખાતે એક મંદિરમાં ચોંકાવનારી ઘટના બનવા પામી છે. મહિલા ભગવાનની મૂર્તિની બાજુમાં બેસવા જતા પૂજારીએ તેને માર માર્યો હતો. જે  ઘટના બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવવા પામી છે.

  • બેંગલૂરૂમાં એક મંદિરમાં બની ચોંકાવનારી ઘટના
  • વીડિયોમાં મંદિરનો કર્મચારી મહિલાને માર મારી રહ્યો હતો
  • આ ઘટના 21 ડિસેમ્બરનાં રોજ બની હતી

મહિલા એવો દાવો કરી રહી હતી કે તે ભગવાન વેકટેશ્વરની પત્નિ છે. તે મૂર્તિની બાજુમાં બેસવા માંગતી હતી. પૂજારીએ મહિલાને ત્યાં બેસવા ન દીધી તો મહિલા પૂજારી પર થૂંકી. જે બાદ કર્મચારીઓએ તેની માર મારી મંદિરની બહાર કાઢી મુકી હતી.  ત્યારે આ મામલે મહિલાએ પોલીસ મથકમાં કેસ નોંધાવ્યો છે.

બેંગલૂરૂમાં એક મંદિરમાં ચોંકાવનારી ઘટના બનવા પામી છે. જેનો વીડિયો સામે આવ્યો છે.  જેમાં મંદિરનો કર્મચારી એક મહિલાને માર મારી રહ્યો છે અને મહિલાને મંદિર બહાર ખેંચીને લઈ જઈ રહ્યો છે. જાણવા મળી રહ્યું છે કે આ ઘટના 21 ડિસેમ્બરનાં રોજ બની હતી.

મહિલાએ પાંચ જાન્યુઆરીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી
ત્યારે મહિલાએ પાંચ જાન્યુઆરીના રોજ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાએ કહ્યું છે કે તેને મંદિરમાં માર મારવામાં આવ્યો હતો અને તેને ઢસડીને મંદિર બહાર કાઢી મુકવામાં આવી હતી. જે બાદ પોલીસે આરોપી કર્મચારી વિરૂદ્ધ આઈપીસી 354, 323, 324, 504, 506 મુજબ ગુનો નોંધ્યો છે.

તપાસમાં એવું સામે આવ્યું છે કે મહિલા એવો દાવો કરી રહી છે કે તે ભગવાન વેકટેશ્રરની પત્ની છે. તે મૂર્તિની બાજુમાં બેસવા માંગે છે. ત્યારે ત્યાં હાજર રહેલ પૂજારીએ તેને બેસવાની અનુમતી ન આપી. તેમણે મહિલાને મંદિર બહાર જવાનું કહ્યું, તો મહિલા પૂજારી પર થૂંકી.

સ્થાનિકોનો દાવો - મહિલા માનસિક રીતે અસ્વસ્થ છે 
આ પછી મંદિરના કર્મચારીઓએ મહિલાને માર માર્યો અને તેને મંદિરની બહાર ખેંચી ગયો. સ્થાનિક લોકોનો દાવો છે કે મહિલા માનસિક રીતે અસ્વસ્થ છે. જો કે, ફૂટેજ સામે આવ્યા બાદ પોલીસે આરોપી કર્મચારી વિરુદ્ધ કેસ નોંધ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ