બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Woman CEO of tech firm killed after being hit by speeding car while out for morning walk

અકસ્માત / મોર્નિંગ વૉક કરવા નીકળેલી ટેક ફર્મની મહિલા CEOને તેજ રફ્તાર કારે ટક્કર મારતા મોત, પોલીસ તપાસ શરૂ

Mahadev Dave

Last Updated: 04:29 PM, 19 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈમાં મોર્નિંગ વોક કરવા નીકળેલી મહિલાને કારે જોરદાર ટક્કર મારી કચડી નાખતા મહિલાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

  • મુંબઈના વર્લી વિસ્તારમાં રવિવારે ગોઝારા માર્ગ અકસ્માત
  • મોર્નિંગ વોક કરવા નીકળેલ કંપનીના સીઓઈ મહિલાનું કારની ઠોકરે મોત
  • કારચાલકને પણ ઇજા પહોંચી

મુંબઈના વર્લી વિસ્તારમાં રવિવારે ગોઝારા માર્ગ અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં વર્લી સી ફેસમાંથી મોર્નિંગ વોક કરવા નીકળેલી મહિલાને કારે જોરદાર ટક્કર મારી કચડી નાખતા મહિલાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બીજી તરફ આ ગંભીર અકસ્માતમા કારચાલકને પણ ઇજા થવા પામી હતી. આ ઘટનાની જાણ થતા આજુબાજુના લોકો અને વાહનચાલકો દોડી જતા ટોળાના દ્રશ્યો સર્જાયા હતા. બીજી તરફ સ્થાનિક પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. જેમાં પોલીસે કારચાલક આરોપીને દબોચી લઈ તેની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.


મોર્નિંગ વોકમાં નીકળેલ મહિલાનો જીવનદીપ બુજાયો

મુંબઈના વર્લી, બાંદ્રા, સિલિંક નજીક બનેલા આ ઘટના અંગે સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર બેફામ સ્પીડે દોડતી કારની ટકકરે મહિલાનું મોત થયું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલાની ઓળખ રાજલક્ષ્મી રામા કૃષ્ણન તરીકે થઈ છે. આ મહિલા એક ફાર્મસી કંપનીના સીઓઈ તરીકે જવાબદારી નિભાવતા હોવાનું પણ સામે આવ્યું છે. આ દરમિયાન ફિટનેસ માટે થઈ તે મોર્નિંગ ઓફ કરવા જતી હતી જેમાં મહિલાનો કાર ચાલક આરોપીએ જીવનદીપ બુજાવી દેતા અરેરાટી મચી હતી.


સુમેર મર્ચન્ટ કાર ચલાવતો હોવાનું સામે આવ્યું
બીજી બાજુ પોલીસ તપાસમાં કાર સુમેર મર્ચન્ટ  નામના 23 વર્ષીય યુવાન ચલાવતું હોવાનું સામે આવ્યું છે. જેને લઈને પોલીસે આરોપી સુમેર મર્ચન્ટની ધરપકડ કરી લીધી છે અને આ મામલે કાર્યવાહી આગળ ધપાવી છે. જેમાં સામે આવ્યું કે બેફામ સ્પીડે દોડતી કારના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દીધા બાદ કાર મહિલાને કચડી ડિવાઇડર સાથે અથડાઈ હતી. જેમાં રાજલક્ષ્મીને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેનું મોતની નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. હાલ ઘાયલ કાર ચાલકની કસ્ટરડી લઈ તપાસ ચાલી રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Woman CEO accident કમકમાટીભર્યું મોત મુંબઈ મોર્નિંગ વોક Accident
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ