બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / Within a 2 months Renault Triber Crosses 10,000 Unit Sales in India

વેચાણ / Renault ની આ કારને ન નડી મંદી, 2 મહિનામાં જ 10,000થી વધુ વેચાઈ

Noor

Last Updated: 12:45 PM, 12 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેનો ઈન્ડિયાની સબકોમ્પેક્ટ એસયૂવી ટ્રાઈબર દરેક વર્ગના લોકોને પસંદ આવી રહી છે. માત્ર 2 જ મહિનામાં તેના વેચાણમાં જબરદસ્ત વધારો નોંધાયો છે. કંપની મુજબ ગત 2 મહિનામાં લગભગ 10,000 રેનો ટ્રાઈબર વેચાઈ છે. તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે સેવન સીટરવાળી આ કાર લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. તો આજે જાણી લો રેનો ટ્રાઈબર વિશે કેટલીક ખાસ વાતો.

  • અફોર્ડેબલ કિંમત હોવાથી લોકોમાં લોકપ્રિય
  • 2 જ મહિનામાં 10,000થી વધુ વેચાઈ
  • 4.95 લાખ કિંમતથી શરૂ

મળેલી માહિતી પ્રમાણે મુંબઈની ડીલરશિપ બેન્ચમાર્ક મોટર્સે ગ્રાહકોને દસ હજાર રેનો ટ્રાઈબર વેચી નાખી છે. આ સાથે જ ફ્રેન્ચ ઓટોમેકર કંપની રેનો ઈન્ડિયાનું ઓક્ટોબર 2019માં કુલ વેચાણ વર્ષ 2018ની સરખામણીએ 63 ટકા વધ્યું છે. ગયા મહિને કંપનીએ ભારતમાં 11,516 યૂનિટ ટ્રાઈબર વેચી હતી.
 
લગેજ રાખવા કારનો બેક સ્પેસ યુઝ કરી શકાય છે

રેનોએ આ નવા મલ્ટીપર્પસ વ્હીકલમાં રિયર પાર્કિંગ સેન્સર્સ, સ્પીડ લિમિટ એલર્ટ, બધી જ સીટ્સ માટે થ્રી પોઈન્ટ સીટબેલ્ટ અને રિવર્સ કેમરા પણ છે., તેમાં 625 લીટરની બૂટ ક્ષમતા છે. ટ્રાઈબરમાં ત્રીજી સીટવાળી લાઈનને સરળતાથી અલગ કરી શકાય છે અને ત્યાં સામાન રાખી શકાય છે.   

આ કાર 7 સીટર છે. પરંતુ જો પાંચ લોકો જઈ રહ્યાં છે તો લગેજ રાખવાની ક્ષમતા વધી જાય છે. તેના આગળના ભાગમાં ડિજિટલ ઈન્સ્ટ્રૂમેન્ટ કન્સોલ આપવામાં આવ્યું છે. સાથે જ સ્ટાર્ટ/સ્ટોપ બટન, કીલેસ એન્ટ્રીની સાથે જ ઑટોલોક ફંક્શન પણ આપવામાં આવ્યું છે. તેમાં 1.0 લીટરના ડ્યુઅલ વીવીટી સિસ્ટમવાળા 3 સિલેન્ડર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યા છે. જે 6250 આરપીએમ પર 71 બીએચપી પાવર અને 3500 આરપીએમ પર 96 એનએમ પીક ટૉર્ક જનરેટ કરવાની ક્ષમતા રાખે છે. 

સુવિધાઓથી સજ્જ છે આ કાર

કારનું એન્જિન પાંચ-સ્પીડ મેન્યુઅલ અને એએમટી ગિયરબોક્સ સાથે ઉપલબ્ધ છે. તેના ટોપ મોડલ સાથે 15 ઈંચનું એલૉય વ્હીલ અને બાકી મોડલ્સની સાથે 14 ઈંચનું વ્હીલ આપવામાં આવ્યું છે. ટ્રાઈબરવના ડેશબોર્ડ પર આઠ ઈંચનું ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે. જે એપ્પલ કારપ્લે, એન્ડ્રોઈડ ઑટો, નેવિગેશન, USB અને બ્લૂટૂથ કનેક્ટિવિટી અને એચબીએસી યૂનિટની સાથે છે. હવે સૌથી મહત્વપૂર્ણ વાત આ ગાડીની કિંમતની છે. તો 4.95 લાખથી ગાડીની કિંમત શરૂ થાય છે. જે અલગ-અલગ વેરિયન્ટ માટે 6.30 લાખ રૂપિયા સુધી છે. જોકે આ કિંમતમાં રજિસ્ટ્રેશન, વીમો વગેરે જેવા ખર્ચ સામેલ નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

India Markets Renault Sold Renault Triber festive season ઈન્ડિયા રેનો ટ્રાઈબર વેચાણ Sales
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ