રાજ્ય સહિત અમદાવાદમાં દિવસે ને દિવસે ગરમીનું પ્રમાણ વધતાં AMC દ્વારા હિટવેવ અંગે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
AMCનો હિટવેવને લઇ એક્શન પ્લાન
ગરમીનો પારો વધતા AMCએ કરી તૈયારી
અર્બન હેલ્થ સેન્ટરો પર શરૂ કરાઇ તૈયારી
અમદાવાદ AMCનો હિટવેવને લઇ એક્શન પ્લાન
રાજ્યના હવામાન વિભાગે આ વખતનો ઉનાળો આકરા રહેવાનું અનુમાન કર્યુ છે. જો કે અમદાવાદ મહાનગરપાલિકા (AMC)એ આ વખતે થોડી વહેલી જાગી છે અને હીટ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. હીટ એક્શન પ્લાન હેઠળ શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટરો પર લૂ લાગવાના કેસ આવે તો તાત્કાલિક સારવાર આપી હિટવેવના દર્દીને આઇસપેક અને ગ્લુકોઝ બોટલ ચડાવી અપાશે. મહત્વનું છે કે, રાજ્યના હવમાન વિભાગના જણાવ્યા અનુસાર માર્ચ મહિનામાં જ ગરમીનો પારો વધતા એપ્રિલ-મેમાં હિટવેવની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે
રાજ્ય સરકારે અમદાવાદને પાણી માટે 87.16 કરોડ રૂપિયા મંજૂર કરાયા
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરપાલિકામાં પીવાના પાણીના વિતરણ માટે 87.16 કરોડ રૂપિયાના કામોને સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આમ અમદાવાદ મહા નગરપાલિકાએ શહેરના કોતરપુર વોટર વર્કસ ખાતે હયાત 650 MLD તથા 200 MLD ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત કર્યા છે તેમજ વધારાના 300 MLDના પ્લાન્ટના આયોજન સાથે આ પ્લાન્ટની કુલ ક્ષમતા 1150 MLD થશે.