બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / With coldwave, rain forecast wavered, IMD again issued rain alert

વાતાવરણ / કોલ્ડવેવ સાથે વરસાદની આગાહીએ ધ્રૂજાવ્યા, IMDએ ફરી આપ્યું વરસાદનું એલર્ટ, ગુજરાતના આ જિલ્લાઓમાં કમોસમીના સંકેત

Priyakant

Last Updated: 08:48 AM, 26 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગણતંત્ર દિવસ પર દિલ્હીના આકાશમાં વાદળછાયું અને મધ્યમ ધુમ્મસ રહેવાની આગાહી, આગામી દિવસોમાં ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરાઇ

  • ગણતંત્ર દિવસ પર દિલ્હીમાં આકાશ વાદળછાયું અને મધ્યમ ધુમ્મસની આગાહી 
  • દેશના અનેક વિસ્તારોમાં વરસાદની પણ સંભાવના 
  • આગામી દિવસોમાં ગુજરાતમાં પણ વરસાદની આગાહી 

ગણતંત્ર દિવસ પર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના આકાશમાં વાદળછાયું અને મધ્યમ ધુમ્મસ રહેવાની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન વિઝિબિલિટીનું સ્તર 200 મીટર સુધી રહી શકે છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે, લઘુત્તમ અને મહત્તમ તાપમાન અનુક્રમે 9 અને 19 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ શકે છે. આ સાથે દેશના અનેક વિસ્તારોમાં વરસાદની પણ સંભાવના છે. તો વળી આગામી દિવસોમાં ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરાઇ છે. 

ફાઇલ તસવીર 

હવામાન વિભાગ મુજબ હાલમાં દિલ્હીમાં 'ખૂબ ગાઢ' ધુમ્મસમાં વિઝિબિલિટી 0 થી 50 મીટર, ગાઢ ધુમ્મસમાં 51 થી 200 મીટર અને મધ્યમ ધુમ્મસમાં 201 થી 500 મીટરની વચ્ચે છે. હવામાન વિભાગે કહ્યું કે, નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 29 જાન્યુઆરીએ હળવો વરસાદ પડી શકે છે. આ વખતે દિલ્હીમાં શિયાળાની ઋતુમાં અત્યાર સુધી વરસાદ થયો નથી. હવામાન વિભાગે નવેમ્બર અને ડિસેમ્બરમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અભાવને આનું કારણ આપ્યું છે.

આ તરફ હવે વરસાદ પંજાબમાં ગણતંત્ર દિવસની ઉજવણીમાં ખલેલ પહોંચાડી શકે છે. પંજાબ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે લુધિયાણામાં છેલ્લા 24 કલાક દરમિયાન 18 મિમી વરસાદ નોંધવામાં આવ્યો છે અને સામાન્ય 27 મિમી છે. જ્યારે 28 અને 29 જાન્યુઆરીએ ફરી એકવાર વરસાદની સંભાવના છે. તેમણે કહ્યું કે પાકની દૃષ્ટિએ આ વરસાદ ખૂબ જ જરૂરી હતો.

ગુજરાતમાં ક્યારે વરસાદની આગાહી ? 
ગુજરાતમાં ઠંડીના માહોલ વચ્ચે હવે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે 28 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. જેમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લામાંમાં વરસાદ પડી શકે છે. મહત્વનું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે કચ્છ અને સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ફાઇલ તસવીર 

આગાહીના પગલે ડિઝાસ્ટર વિભાગ એલર્ટ
હવામાન વિભાગની ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહીના પગલે બનાસકાંઠામાં ડિઝાસ્ટર વિભાગ એલર્ટ થયું છે. કમોસમી વરસાદની આગાહીને લઈ માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં રાખેલો માલ પલળી ન જાય તેને લઈ સૂચના આપવામાં આવી છે.  ડિઝાસ્ટર વિભાગે ખેતીવાડી અને બાગાયત વિભાગને પણ સૂચના આપી છે અને સાથે સહકારી મંડળી પણ સૂચના આપી છે. આગાહીને લઈને ડિઝાસ્ટર વિભાગે ખેડૂતો માટે પણ સૂચન કર્યું છે.

કચ્છ અને સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની આગાહી
હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહીની સાથે કચ્છ અને સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની આગાહી પણ કરી છે. મહત્વનું છે કે, 24 કલાકમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એપ્રોચ કરશે જેના કારણે કોલ્ડવેવ રહેશે.  રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ અને કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. 24 કલાક બાદ ઠંડીમાંથી આંશિક રાહત મળશે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી શું અસર થશે?  
હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 28 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે. જોકે 28 જાન્યુઆરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બાદ 29 જાન્યુઆરીથી 3 થી 4 ડિગ્રી તાપમાં વધતા ફરી ઠંડીમાં વધારો થશે. આગામી 24 કલાકમાં સારાષ્ટ્રમાં રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢ કોલ્ડવેવની આગાહી કરાઇ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ