બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Wind will blow at a speed of 40 to 50 km along with rain in these districts of Gujarat
Malay
Last Updated: 07:44 AM, 5 June 2023
ADVERTISEMENT
દેશમાં છેલ્લા કેટલાક મહિનાથી કઈ ઋતુ ચાલી રહી છે તે નક્કી કરવું મુશ્કેલ છે. અત્યારે ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને મે-જૂન ગરમીના મહિના ગણાય છે, પરંતુ ગરમીના બદલે અત્યારે દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. મે મહિનો પૂરો થઈ ચૂક્યો છે, છતાં પણ કેટલાક રાજ્યમાં આખો મહિનો ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. આજે ફરી હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રસાદની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
આજે આ વિસ્તારમાં વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને દક્ષિણપશ્ચિમ રાજસ્થાન પર બનેલા સાઈક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ થવાની શક્યતાઓ છે. આજે રાજ્યમાં ભારે પવન સાથે છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે.
40થી 50 કિમીની ઝડપે ફુંકાશે પવન
આજે ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં વરસાદની શક્યતાઓ છે. તો સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ, દમણણ અને દાદરાનગર હવેલીમાં ભારે પવન ફુંકાશે. અહીં 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે. સાથે ગાજવીજ સાથે હળવા વરસાદ થવાની સંભાવનાઓ પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં 132 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ખાબકેલા વરસાદ વિશે વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 132 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ મહેમદાવાદમાં 2.5 ઈંચ નોંધાયો છે. જ્યારે લુણાવાડામાં સવા 2 ઈંચ, નડીયાદમાં પોણા 2 ઈંચ, નેત્રંગમાં પોણા 2 ઈંચ, લાખણીમાં પોણા 2 ઈંચ, મહુધામાં પોણા 2 ઈંચ, બાલાસિનોરમાં પોણા 2 ઈંચ, મોડાસામાં 1.5 ઈંચ, વાલીયામાં 1.5 ઈંચ, આણંદમાં 1.5 ઈંચ, જાંબુઘોડામાં 1.5 ઈંચ, પાટણમાં સવા ઈંચ, શહેરામાં સવા ઈંચ, ધાનપુરમાં સવા ઈંચ, ડાંગમાં સવા ઈંચ, વિજાપુરમાં સવા ઈંચ, ગોધરામાં સવા ઈંચ, ઉમરપાડામાં સવા ઈંચ, કડીમાં સવા ઈંચ, દેસરમાં સવા ઈંચ, બાયડમાં સવા ઈંચ, કવાંટમાં સવા ઈંચ અને સરસ્વતીમાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.