બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / VTV વિશેષ / Will there be damage control in the Rupala controversy

મહામંથન / રૂપાલા વિવાદમાં ડેમેજ કંટ્રોલ થશે ખરું? માફી છતા ક્ષત્રિય સમાજમાં આક્રોશ કેમ?

Dinesh

Last Updated: 09:51 PM, 28 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: ક્ષત્રિય સમાજની નારાજગી દૂર થઈ નથી અને તેઓ રાજકોટ બેઠક ઉપર પરશોતમ રૂપાલા ઉમેદવાર તરીકે નથી જોઈતા તેવી માગ જોરશોરથી કરે છે

જાણકારો એવુ કહે છે કે ઈતિહાસનું આકલન બહુ વાસ્તવવાદી અને સાથે-સાથે ક્રૂર પણ હોય છે. અને આવા આકલન કદાચ સામાન્ય વ્યક્તિ કે જે તે સમાજને ન તો સમજાય એવા હોય છે અને કદાચ એ કોઈ સમજવા માંગતુ પણ નથી. ભાજપના પીઢ નેતા એક સામાજિક સંમેલનમાં વાત તો ઈતિહાસની કરી રહ્યા હતા પરંતુ ઈતિહાસની એ વાત ક્ષત્રિય સમાજને ગમી નથી અને કદાચ એ અણગમો સ્વભાવિક પણ હોય શકે. ભાજપ જેવો પક્ષ અને રૂપાલા જેવા અનુભવી રાજકારણી હોય એટલે ડેમેજ કંટ્રોલનો પ્રયાસ પણ સત્વરે થઈ ગયો અને પરશોતમ રૂપાલાએ અનુભવીને છાજે એમ માફી પણ માગી લીધી. જો કે હજુ ક્ષત્રિય સમાજની નારાજગી દૂર થઈ નથી અને તેઓ રાજકોટ બેઠક ઉપર પરશોતમ રૂપાલા ઉમેદવાર તરીકે નથી જોઈતા તેવી માગ જોરશોરથી કરે છે. કદાચ એક સમાજના મંચ ઉપર બીજા સમાજ માટેનો ન ગમતો ઉલ્લેખ અત્યારે ક્ષત્રિય સમાજની નારાજગીનું કારણ બન્યો છે. ક્ષત્રિય સમાજ વિરોધમાં બીજા કાર્યક્રમો પણ આપશે અને ભાજપ આશ્વાસ્ત છે કે ડેમેજ કંટ્રોલ થઈ જશે ત્યારે એ જાણવાનો પ્રયાસ કરીએ કે આ નારાજગીના મૂળ ક્યાં છે અને આ નારાજગી દૂર થશે કે નહીં

ક્ષત્રિય સમાજ રૂપાલાથી નારાજ
પરશોતમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન બાદ નારાજગી જોવા મળી રહી છે. વિવાદ થયા બાદ પરશોતમ રૂપાલાએ માફી માગી હતી. રૂપાલાની માફી છતા વિવાદ હજુ શમ્યો નથી. રાજપૂત સમાજના અગ્રણીઓ રૂપાલાના નિવેદનથી નારાજ છે અને રૂપાલાની ટિપ્પણીને અણછાજતી ગણાવાઈ રહી છે

ક્ષત્રિય સમાજની માગ શું છે?
રાજકોટ બેઠકના ઉમેદવાર બદલવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. જિલ્લાવાર પરશોતમ રૂપાલા વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવશે અને રાજકોટથી બીજો ઉમેદવાર નહીં મુકાય તો ભાજપ વિરુદ્ધ મતદાન થશે. ક્ષત્રિય સમાજની સાથે વિરોધમાં અન્ય સમાજને પણ જોડાશે. ક્ષત્રિય સમાજનો વિરોધ ભાજપ સામે નથી તેમજ રાજપૂત સમાજ સમજુ છે માટે જ શાંત બેઠો છે. ક્ષત્રિય સમાજની અસ્મિતા ઉપર પ્રહારનો આક્ષેપ છે તેમજ રાજકોટમાં રાજપૂત સમાજના વિવિધ વિભાગનું સંમેલન યોજાશે. અમે હાઈકોર્ટમાં રીટ પણ દાખલ કરીશું તેવી પણ ચીમકી છે. પરશોતમ રૂપાલાએ આદર્શ આચારસંહિતાનો ભંગ કર્યો છે. ચૂંટણીપંચ આ ઘટનાને સુઓમોટો તરીકે લે. 

વાંચવા જેવું: દાહોદ બેઠકમાં પર ભાજપ કે કોંગ્રેસ? કોણ ડામાડોળ, ઈતિહાસ અને જ્ઞાતિ ગણિતથી આ પક્ષ ટેન્શનમાં

પરશોતમ રૂપાલાએ શું કહ્યું હતું?
રુખી સમાજનું રાજકોટમાં સંમેલન યોજાયું હતું.  જે સંમેલનનો વીડિયો વાયરલ થયો હતો. રૂપાલા પોતાના ભાષણમાં ક્ષત્રિય સમાજ અંગે બોલ્યા હતા. રૂપાલાએ કહ્યું હતું કે મહારાજાઓ નમી ગયા અને રોટી-બેટીના વ્યવહાર કર્યા. અંગ્રેજોએ દમન કરવામાં કંઈ બાકી ન રાખ્યું છતા રુખી સમાજ નહતો ઝૂક્યો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ