will be happier if govt could arrange shelter food for me padma shri awardee
લાચારી /
70 વર્ષીય આદિવાસી વૃદ્ધે સરકારને કહ્યું 'મારે પદ્મશ્રીની જરૂર નથી પણ ભોજન અને મકાન આપ્યુ હોત
Team VTV10:21 PM, 27 Jan 21
| Updated: 10:23 PM, 27 Jan 21
પદ્મશ્રી એવોર્ડ મેળવવો કોને ન ગમે ? પદ્મશ્રી મળવાથી લોકો ધન્યતાનો અનુભવ કરતા હોય છે પણ તેલંગાણાના આદિવાસી કનકા રાજુ પદ્મશ્રી મળવા છતાંય દુખી બન્યા છે.
રસોઈયાનું કામ કરીને રોજીરોટી કમાવી રહેલા રાજુને ગુસાડી નૃત્યને બચાવી લેવા બદલ પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યાં
ગુસાડી નૃત્ય દરમિયાન ગોંડ્સ આદિવાસીઓ મોરના પીંછામાંથી બનેલો મુકુટ પહેરીને પારંપરિક નૃત્ય કરે છે.
1980 ની શરુઆતમાં ઈન્ડીયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસમાં અધિકારી તરીકે સેવા બજાવનાર રાજુ પહેલા ગોંડ આદિવાસી હતા.
તેલંગાણાના કુમરામ ભીમ આસિફાબાદ જિલ્લાના આદિવાસી 70 વર્ષીય કનકા રાજુને જ્યારે પદ્મશ્રી એવોર્ડ મળવાના સમાચાર મળ્યાં ત્યારે તેની ખુશીનો પાર ન રહ્યો પરંતુ મનમાં એક કચવાટ પણ રહ્યો કે સરકારે મને પદ્મશ્રી એવોર્ડ આપવાને બદલે આજીવન ભોજન અને મકાનની વ્યવસ્થા કરી આપી હોત તો ઘણુ સારુ રહેત.
મારલાવઈ ગામમાં આદિવાસી વેલ્ફેર હોસ્ટેલમાં રસોઈયાનું કામ કરીને રોજીરોટી કમાવી રહેલા રાજુને નામશેષને આરે આવેલા ગુસાડી નૃત્યને પુનઃજીવિત કરવા બદલ પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યાં છે.
ગોંડ આદિવાસી સમૂદાયમાંથી આવતા રાજુએ કહ્યું કે આ એવોર્ડ શું છે તેની મને ખબર નથી પણ દિલ્હીમાં પદ્મશ્રી એવોર્ડ માટે મારા નામની પસંદગી થઈ તે જાણીને ઘણો આનંદ થયો. પરંતુ સરકારે મારા માટે આજીવન ભોજન અને મકાનની વ્યવસ્થા કરી હોત તો મારો જન્મારો સુધરી ગયો હોત. આ એવોર્ડ મારુ જીવન સુખી બનાવશે તો હું ઘણો આભારી રહીશ.
ગોંડ સમૂદાયના લોકપ્રિય નૃત્યને બચાવી લેવા બદલ પદ્યશ્રી એવોર્ડ એનાયત
તેલંગાણા-મહારાષ્ટ્રના સરહદીય વિસ્તારોમાં રહેતા રાજ ગોંડ્સ આદિવાસીઓનું લોકપ્રિય નૃત્યને બચાવી લેવા બદલ તેમને આ એવોર્ડ એનાયત થયો છે. પાક લણણની મોસમ દરમિયાન આ નૃત્ય કરવામાં આવે છે. ગુસાડી નૃત્ય દરમિયાન ગોંડ્સ આદિવાસીઓ મોરના પીંછામાંથી બનેલો મુકુટ પહેરીને પારંપરિક નૃત્ય કરે છે.
1980 ની શરુઆતમાં ઈન્ડીયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસમાં અધિકારી તરીકે સેવા બજાવનાર રાજુ પહેલા ગોંડ આદિવાસી બન્યા હતા. તેમણે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સામે પણ નૃત્ય રજૂ કર્યું હતું. 1981 ની પ્રજાસત્તાક દિવસની પરેડમાં પણ તેમણે ભાગ લીધો હતો તથા તત્કાલિન રાષ્ટ્રપતિ ડો.એ.પી.જે અબ્દુલ કલામની હાજરીમાં પર્ફોમ કર્યું હતું.