બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / આરોગ્ય / why week 2 is crucial in covid 19 fight for patients aiims study

કોરોના વાયરસ / AIIMSની સ્ટડીમાં થયો ખુલાસો, કોરોનાના દર્દી માટે સંક્રમણનું બીજું અઠવાડિયુ ખુબ ગંભીર

Dharmishtha

Last Updated: 01:12 PM, 19 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો દર્દીને સંક્રમણના બીજા અઠવાડિયે મેડિકલ સુવિધા મળી જાય તો મોતની આશંકા એક તૃત્યાંશ ઘટી જાય છે.

  • બીજા અઠવાડિયે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરુર પડે 
  •  ત્રીજા અને ચૌથા અઠવાડિયામાં હોસ્પિટલમાં દાખલ થવાથી મોતની આશંકા વધી જાય 
  • ત્રીજા અઠવાડિયે શરીર દવા અને સારવાર પ્રત્યે પ્રતિક્રિયા આપતું નથી

બીજા અઠવાડિયે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરુર પડે 

કોરોનાના કહેરની વચ્ચે દિલ્હી સ્થિત AIIMSએ કોરોના વાયરસના સંક્રમણને લઈને એક મહત્વની શોધ કરી છે. જેમાં જણાવ્યું છે કે જ્યારે કોરોના વાયરસ સંક્રમણ ગંભીર અવસ્થામાં હોય છે ત્યારે દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની જરુર પડે છે એવું સામાન્ય રીતે સંક્રમણના બીજા અઠવાડિયામાં થાય છે. જો આ સમયે દર્દીને જરુરી મેડિકલ સુવિધા મળી જાય છે તો કોરોના વાયરસથી તેની મોત થવાની આશંકા એક તૃત્યાંશ ઘટી જાય છે.

એપ્રિલ અને જૂનની વચ્ચે દાખલ થયેલા કોરોનાના દર્દી પર અભ્યાસ કરાયો

એમ્સના ડોક્ટરોએ આ શોધ ઈજ્જરમાં સ્થિત કેન્દ્રમાં એપ્રિલ અને જૂનની વચ્ચે દાખલ થયેલા કોરોનાના દર્દી પર કરી છે. આ દર્દીમાં કોવિડ 19ની ગંભીરતા માટે જવાબદાર કારકોનું વિશ્લેષણ કર્યા બાદ ડોક્ટરો આ તારણ કાઢ્યું છે. ઈજ્જર સ્થિત એમ્સે કેન્દ્રમાં ત્રણ મહિનામાં 2080 કોરોના દર્દી દાખલ થયા હતા. જેમાંથી 406 એટલે કે 20 ટકા લોકોના મોત થયા હતા.

 ત્રીજા અને ચૌથા અઠવાડિયામાં હોસ્પિટલમાં દાખલ થવાથી મોતની આશંકા વધી જાય 

એમ્સમાં કોવિડ સેવાઓની પ્રમુખ અને આ શોધના લેખક ડો. સુષમા ભટનાગરનું કહેવું છે કે કોરોના સંક્રમણ થવા પર ત્રીજા અને ચૌથા અઠવાડિયામાં હોસ્પિટલમાં દાખલ થવાથી મોતની આશંકા વધી જાય છે. જેમાં વધારે ઉંમર અને પહેલાથી બીજી બિમારી હોવાથી મોતની આશંકા વધી જાય છે. તેમનું કહેવું છે કે રસીકરણથી મોતનું સંકટ 30 ટકા ઓછું થઈ જાય છે. ત્યારે સંક્રમણના બીજા અઠવાડિયે દર્દીને દાખલ કરી દેવામાં આવે તો મોતનું સંકટ 36 ટકા સુધી ઘટી જાય છે.

ત્રીજા અઠવાડિયે શરીર દવા અને સારવાર પ્રત્યે પ્રતિક્રિયા આપતું નથી

ત્યારે એમ્સના મેડિસિન વિભાગના પ્રમુખ તથા પ્રોફેસર ડો. અનંત મોહનનું કહેવું છે કે બીજા અઠવાડિયા અને ત્રીજા અઠવાડિયામાં હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓમાં અંતર એટલા માટે હોય છે કેમ કે બીજા અઠવાડિયે શરીર સ્ટેરોઈડના પ્રત્યે પ્રતિક્રિયા આપે છે. જ્યારે ત્રીજા અઠવાડિયે કોરોના સંક્રમણને કારણે શરીર એટલું અસ્વસ્થ્ય થઈ જાય છે કે તે દવા અને સારવાર પ્રત્યે પ્રતિક્રિયા આપતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ