બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / વિશ્વ / why are the people of sri lanka angry with the rajapaksa family

પતન / શ્રીલંકાનાં રાજકારણમાં પરિવારવાદનો અંત, દેશને ભૂખભેગો કરનાર ફેમિલીનો તપતો સૂરજ કેવી રીતે આથમી ગયો ?

Pravin

Last Updated: 03:53 PM, 12 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણો પાડોશી દેશ શ્રીલંકામાં ભયંકર સ્થિતિનું નિર્માણ થયું છે. લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને તેના કારણે રાજકીય સ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે.

  • પાડોશી દેશ શ્રીલંકાના રાજકારણમાં પરિવારવાદનો અંત
  • રાજપક્ષે પરિવારનો સૂરજ આથમી ગયો
  • જનતાએ રસ્તા પર ઉતરી હલ્લાબોલ કર્યું

પાડોશી દેશ શ્રીલંકામાં સ્થિતિ વણસી રહી છે. ત્યારે ફરી એક વાર હજારો લોકો રાજધાની કોલંબોના રસ્તા પર ઉતરી આવ્યા છે. પ્રદર્શનકારી રાષ્ટ્રપતિ ભવનમાં ઘુસ્યા અને તેના પર કબ્જો કરી લીધો હતો. ત્યાર બાદ શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને ભાગવું પડ્યું હતું.

આ અગાઉ મે મહિનામાં તત્કાલિન પ્રધાનમંત્રી મહિન્દ્ર રાજપક્ષેને પણ તે સમયે આખા પરિવાર સાથે ભાગવું પડ્યું હતું. જ્યારે પ્રદર્શનકારીઓએ રાજપક્ષેના સરકારી નિવાસ સ્થાનને ઘેરી લીધું હતું. ત્યારે આવા સમયે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે, કોણ છે આ ગોટાબાયા રાજપક્ષે ? આખરે રાજપક્ષે પરિવારથી શા માટે નારાજ છે શ્રીલંકાની જનતા ? 

કોણ છે ગોટાબાયા રાજપક્ષે ? 

શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે પૂર્વ પ્રધાનમંત્રી મહિન્દ્રા રાજપક્ષેના નાના ભાઈ છે. ગોટાબાયાનો જન્મ શ્રીલંકાના એક પ્રતિષ્ઠિત રાજકીય પરિવારમાં 20 જૂન 1949 ના રોજ થયો હતો. 

કોલંબોમાં પોતાનો શાળાકીય અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ગોટાબાયા વર્ષ 1971માં શ્રીલંકાની સેનામાં અધિકારી કેડેટ તરીકે ભરતી થયા હતા. વર્ષ 1983માં તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી રક્ષા અધ્યયનમાં પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવી.

વર્ષ 19991માં સર જોન કોટેલવાલા રક્ષા એકેડમીના ઉપ કમાંડેંટ નિમણૂંક થયા અને 1992માં સેનામાંથી રિટાયર થવા સુધી આ પદ પર રહ્યા. 

ત્યાર બાદ ગોટાબાયા વર્ષ 2005માં પોતાના ભાઈ મહિન્દ્રા રાજપક્ષેના રાષ્ટ્રપતિ ચૂંટણી પ્રચારમાં મદદ માટે પોતાના દેશ પાછા ફર્યા અને શ્રીલંકાની બેવડી નાગરિકતા લીધી. મોટા ભાઈ મહિન્દ્રા રાજપક્ષેના રાષ્ટ્રપતિ રહેવા દરમિયાન ગોટાબાયા વર્ષ 2005થી 2014 સુુધી રક્ષા સચિવ રહ્યા. 

ગોટાબાયા શ્રીલંકામાં 26 વર્ષ સુધી ચાલેલા ગૃહયુદ્ધ દરમિયાન એક સફળ સૈન્ય અધિકારી તરીકે કામ કરી ચુક્યા છે. દેશમાં તમિલ અલગાવવાદી યુદ્ધને ખતમ કરવામાં તેમની મહત્વની ભૂમિકા રહી છે. 

એટલું જ નહીં લિટ્ટેને ક્રુરતાથી દબાવવામાં ગોટાબાયાની મહત્વની ભૂમિકાના કારણે દ ટર્મિનેટર તરીકે ઓળખાય છે. જો કે, ગોટાબાયા પર ગંભીર માનવાધિકાર ઉલ્લંઘનના આરોપ પણ લાગેલા છે. તમિલ મૂળના પરિવાર જેમણે પોતાના ગૃહયુદ્ધ દરમિયાન યા તો માર્યા ગયા અથવા તો ગુમ થઈ ગયા. તેમા ગોટાબાયા પર યુધ્ધ અપરાધનો આરોપ પણ લાગેલો છે. 

ગોટાબાયાથી શા માટે નારાજ છે શ્રીલંકાની જનતા

હકીકતમાં જોઈએ તો, શ્રીલંકાના રાજકારણમાં રાજપક્ષે પરિવારનું વર્ચસ્વ છે. શ્રીલંકાની હાલની સરકાર પર રાજપક્ષે પરિવારના 5 સભ્યો સરકારના મંત્રી તરીકે છે. ચાર ભાઈઓ ઉપરાંત પરિવારનો એક મોટો દિકરો પણ મંત્રી છે. ખુદ ગોટાબાયા રાજપક્ષે દેશના રાષ્ટ્રપતિ છે. 

એટલું જ નહીં રાષ્ટ્રપતિ મહિન્દ્રા રાજપક્ષેના કાર્યકાળ દરમિયાન તે પરિવારના સભ્યોને 40 મંત્રી પદ આપવામાં આવ્યા હતા. કહેવાય છે કે, આ પરિવારે શ્રીલંકાના રાજકારણમાં પરિવારવાદ અને ભાઈ ભત્રીજાવાદને જન્મ આપ્યો.

વર્ષ 2019માં આર્થિક પુનરુદ્ધાર અને સુરક્ષા આપવાના વચનો કારણે ગોટાબાયા જીતી તો ગયા, પણ જનતાની આશા પર ખરા ન ઉતરી શક્યા. તેમની આર્થિક નીતિઓ ફેલ ગઈ અને સરકાર આર્થિક મોર્ચે એકદમ નિષ્ફળ રહી.

કોલંબોને સુંદર બનાવાના પ્રોજેક્ટ માટે ઝૂંપડપટ્ટીઓમાં રહેતા લોકોના ઘરો ઉજાડી દીધા. રાસાયણિક ખાતરના ઉપયોગ અને આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો.

શ્રીલંકાને ઓર્ગેનિક હબ બનાવવા માટે સરકારે આ નિર્ણય તો લીધો, પણ તેનાથી શ્રીલંકામાં એગ્રી સેક્ટર સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગયું. ખેતી કરનારો એક મોટો વર્ગ તેનાથી દૂર જતો રહ્યો અને તેનાથી દેશમાં કૃષિ ઉત્પાદન તળીયે જતું રહ્યું.

દેશમાં ખાંડ અને ચોખાની ભારે તંગી સર્જાઈ, કોવિડના કારણે ટૂરિઝ્મ સેક્ટર પર માઠી અસર પડી, ડોલરના ભંડારમાં કમી આવી તેનાથી આર્થિક સંકટ વધારે ઘેરાતું ગયું.

તેના માઠા પરિણામ એ આવ્યા કે, ઈંધણ, એલપીજી, વિજળી અને જરૂરી ભોજનની ભારે તંગી સર્જાઈ, રહ્યું સહ્યું દેશ માથે ચીનનું દેવું, આ જ કારણોએ રાજપક્ષેને સત્તા છોડવા માટે મજબૂર કર્યા અને દેશની જનતાના ગુસ્સાનો ભોગ બન્યા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ