Who will get the first permission? Now the company has again applied for its vaccine approval
વેક્સિન /
આખરે કોને મળશે પ્રથમ પરવાનગી? હવે આ કંપનીએ ફરીથી તેની રસીની મંજૂરી માટે કરી અરજી
Team VTV10:57 PM, 23 Dec 20
| Updated: 10:59 PM, 23 Dec 20
ભારત બાયોટેકની વેક્સિન કોવાક્સિનની હાલમાં દેશભરના 25 કેન્દ્રોમાં 26 હજાર વૉલંટિયર્સમાં પર ટ્રાયલ ચાલી રહી છે. તેની પ્રથમ અને બીજા તબક્કાના ટ્રાયલ 1000 સ્વયંસેવકો પર હાથ ધરવામાં આવ્યા હતા.
ભારત બાયોટેક કંપનીએ ફરીથી કરી અરજી
કોવાકસિન રસી માટે ફરીથી કરી અરજી : સૂત્રો
દેશમાં 26000 હજાર વૉલંટિયર્સ પર ચાલી રહ્યું છે ટ્રાયલ
સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું કે, હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકે તેની કોવિડ -19 વેકસીન કોવાક્સિનની ઇમરજન્સી યુઝ ઓથોરિટી માટે ફરીથી અરજી કરી છે, કોવાકસિન એ એક ઈનેક્ટીવેટેડ રસી છે, જે હાલમાં ભારતના 25 કેન્દ્રો પર 26,000 સ્વયંસેવકો પર ટ્રાયલ કરી રહી છે.
ભારત બાયોટેકે કરી અરજી
ભારત બાયોટેકે તેની રસીના ઇમરજન્સી વપરાશની મંજૂરી માટે 26 ડિસેમ્બરે અરજી કરી હતી અને પહેલા અને બીજા ચરણના ક્લિનિકલ ટ્રાયલ્સ માટે વચગાળાની સલામતી અને ઇમ્યુનોજેનિસિટી ડેટાની સાથે ગ્રાન્ટ માટેની દરખાસ્ત રજૂ કરી હતી. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન CDCSO ના નિષ્ણાત પેનલે જોકે ભલામણ કરી છે કે દેશમાં ચાલી રહેલા તબક્કા III ના આંકડા પણ આપવા જોઈએ.
સીરમ ઈન્સ્ટિટ્યૂટે આપ્યા વધારાના ડેટા
દરમિયાન, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા SII એ DCGI દ્વારા તેના કોવિડ -19 રસીના ઉમેદવાર કોવિશિલ્ડની સલામતી અને રોગપ્રતિકારક શક્તિ નક્કી કરવા માટે માંગવામાં આવેલા વધારાના ડેટા રજૂ કર્યા છે.
કોવિડ -19 રસી ડિસેમ્બરના અંત પહેલા ભારતમાં કટોકટીના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવે તેવી સંભાવના છે કારણ કે સીરમ કંપનીએ તેના ડેટા સબમિટ કર્યા છે અને સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનની નિષ્ણાત પેનલ ફાઇઝર કંપનીની અરજીની સમીક્ષા કરી શકે છે. પરંતુ જો સીરમની રસી ને મંજૂરી મળે છે તો ભારત આ રસીને મંજૂરી આપનારો પ્રથમ દેશ હોઇ શકે છે.