વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે કોરોના એક સ્થાનિક બિમારી બનવાના રસ્તા પર છે એટલે તેનો ખતરો ઓછો થઈ જશે.
કોરોના એક સ્થાનિક બિમારી બનવાના રસ્તા પર - માઈકલ રિયાન
...એટલે તેનો ખતરો ઓછો થઈ જશે- WHO
વાયરસ હવે સંપૂર્ણ રીતે ખતન નથી થવાનો
કોરોના એક સ્થાનિક બિમારી બનવાના રસ્તા પર - માઈકલ રિયાન
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને મંગળવારે ચેતવણી આપતા કહ્યું કે લોકો એ નથી વિચારતા કે કોરોના એક સ્થાનિક બિમારી બનવાના રસ્તા પર છે એટલે તેનો ખતરો ઓછો થઈ જશે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ઈમરજન્સી ડાયરેક્ટર માઈકલ રિયાને વર્લ્ડ ઈકોનોમિક ફોરમના વર્ચ્યૂઅલ સેશનમાં કહ્યું કે લોકો પેન્ડેમિક બનામ એનડેમિકની વાત કરી રહ્યા છે. જ્યારે મલેરિયા અને એડ્સ જેવી સ્થાનિક બિમારીઓ એ હજારો લોકોના જીવ લીધા છે.
વાયરસ હવે સંપૂર્ણ રીતે ખતન નથી થવાનો
હકિકતમાં એનડેમિકનો મતલબ છે કોઈ બિમારી સ્થાયી રુપથી વસ્તીમાં સંચારિત થતી રહે. કોરોના જે રીતે વિકસિત થઈ રહી છે તેનાથી લાગે છે કે તે વાયરસ હવે સંપૂર્ણ રીતે ખતન નથી થવાનો.
હવે હંમેશા આપણી સાથે રહેશે
દાવોસમાં રસી ઈક્વેટી પર જોડાયેલા કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે સ્થાનિક બિમારીનો મતલબ એ નથી કે આ સારી છે. આનો મતલબ છે કે આ હવે હંમેશા આપણી સાથે રહેશે. માઈકલ રિયાને જણાવ્યું કે કોરોના ઓમિક્રોન વેરિએન્ટ તેજીથી દુનિયાભરમાં ફેલાઈ રહ્યો છે પરંતુ અન્ય વેરિએન્ટની સરખામણીએ ઓછો ઘાતક છે. તેમણે વધુમાં કહ્યું કે આ બિમારીના મામલામાં ઘટાડો લાવવામાં વધારેમાં વધારે રસીકરણની જરુર છે જેથી કોઈ વ્યક્તિનં મોત ન થાય. તેમણે કહ્યુ કે મારી નજરથી આ ઈમરજન્સી અથવા મહામારીનો અંત નથી.
કોરોનાથી થનારા મોત અને હોસ્પિટલમાં દર્દીની ભરતી સાથે જોડાયેલા મામલા ઓછા જોવા મળ્યા
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ઈમરજન્સી ડાયરેક્ટર, માઈકલ રિયાને કહ્યું કે 2022માં કોરોનાથી થનારા મોત અને હોસ્પિટલમાં દર્દીની ભરતી સાથે જોડાયેલા મામલા ઓછા જોવા મળ્યા. કેમ કે કોરોના રસીકરણથી મહામારીને પહોંચી વળવા મદદ મળશે. પરંતુ તેમને એમ પણ કહ્યું કે આ વર્ષે આ વાયરસ ખતમ નથી થવાનો. કદાય આ વાયરસ ક્યારેય ખતન નહીં થાય. મહામારી સાથે જોડાયેલા વાયરસ આપણા ઈકોસિસ્ટમનો ભાગ બની જાય છે. ત્યારે માઈકલ રિયાને મહામારી સાથે જોડાયેલા ગંભીર મામલામા રસીના 3થી 4 ડોઝની શક્યતા પર ભાર મૂક્યો છે.