બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / WHO approves another Indian company's drug to fight against Corona

નિર્ણય / કોરોના સામે પ્રતિકાર કરવા વધુ એક ભારતીય કંપનીની દવાને WHOની મંજૂરી, મહામારી સામે થશે કારગર સાબિત!

Priyakant

Last Updated: 10:15 AM, 28 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપનીએ કોરોના રોગચાળાને રોકવા માટે બનાવેલી દવાને મળી WHOની મંજૂરી

  • કોરોના સામે પ્રતિકાર કરવા વધુ એક ભારતીય કંપનીની દવાને WHOની મંજૂરી
  • ફાર્માસ્યુટિકલ કંપની હેટેરોની કોવિડ-19 ઓરલ એન્ટિવાયરલ ટ્રીટમેન્ટ નિર્મત્રેવીરને મંજૂરી 
  • Hetero એ ઓરલ ડ્રગ 'નિરમાકોમ'ના રૂપમાં કોમ્બો પેક લોન્ચ કર્યું

કોરોનાને રોકવા માટે ભારતની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની હેટેરો દ્વારા વિકસિત નવી દવાને વિશ્વ આરોગ્ય સંસ્થા ( WHO ) દ્વારા મંજૂરી આપવામાં આવી છે. હેટેરોની કોવિડ-19 ઓરલ એન્ટિવાયરલ ટ્રીટમેન્ટ નિર્મત્રેવીરનું જેનરિક વર્ઝન આવી ગયું છે, જેને કંપનીએ કોરોના વાયરસ સામે લડવામાં મદદરૂપ ગણાવ્યું છે. જોકે લોકોને આ દવા ડૉક્ટરની સલાહ પર જ મળશે. Hetero એ ઓરલ ડ્રગ 'નિરમાકોમ'ના રૂપમાં કોમ્બો પેક લોન્ચ કર્યું છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ( WHO ) દ્વારા કહેવામાં આવ્યું છે કે, ભારતની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની હેટેરોએ કોરોના રોગચાળાને રોકવા માટે એક દવા બનાવી છે. હેટેરોનું 'નિરમાકોમ' એ ફાઈઝરની કોવિડ-19 ઓરલ એન્ટિવાયરલ દવા 'પેક્સલોવિડ'નું સામાન્ય સંસ્કરણ છે. આજે તે ઉચ્ચ જોખમવાળા દર્દીઓ માટે એક સારો ઉપચાર વિકલ્પ છે. જો કે, દર્દીએ તેને ડૉક્ટરની સલાહ પર જ લેવું જોઈએ.

શું કહ્યું હેટેરોના મેનેજિંગ ડિરેક્ટરે ? 

ભારતમાં હેટેરો ગ્રૂપ ઓફ કંપનીઝના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. વંશી કૃષ્ણ બંદીએ જણાવ્યું હતું કે, અમારી કોવિડ-19 મૌખિક એન્ટિવાયરલ સારવાર નિર્મત્રેવીર 'નિરમાકોમ'ના સામાન્ય સંસ્કરણને WHO દ્વારા મંજૂરી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે.આ દવા કોવિડ સામેની લડાઈમાં મદદરૂપ થશે. ડો. વંશીએ કહ્યું, અમારી દવા માટે WHO ની પૂર્વ લાયકાત મેળવવી એ COVID-19 સામેની લડાઈમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે કારણ કે તે અમને આ નવીન એન્ટિરેટ્રોવાયરલ દવાને જરૂરિયાતવાળા લોકો સુધી પહોંચાડવાની મંજૂરી આપે છે.

આ સાથે ડો. વંશીએ જણાવ્યું હતું કે, WHOએ હોસ્પિટલમાં દાખલ ઉચ્ચ જોખમ ધરાવતા દર્દીઓ તેમજ મધ્યમ અને ઓછા જોખમવાળા કોવિડ દર્દીઓ માટે નિર્મત્રેવીર અને રિટોનવીરની ભલામણ કરી છે. અમે નિરમાકોમને 95 LMICsમાં ઝડપથી પોસાય તેવા ભાવે ઉપલબ્ધ કરાવવા માટે આતુર છીએ. આ સાથે ભારતની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની હેટેરોના નિવેદનમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પ્રીક્વોલિફિકેશન ઑફ મેડિસિન્સ પ્રોગ્રામ (WHO PQ) એ અમારી મૌખિક એન્ટિવાયરલ સારવાર નિર્માટેલવીરના આનુવંશિક સંસ્કરણને મંજૂરી આપી છે, જે કોવિડ-19નો સામનો કરવા માટે જરૂરી છે. કંપની તરફથી કહેવામાં આવ્યું હતું કે, હવે અમારી દવાની પહોંચ પણ વિસ્તારવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ