આઈપીએલ લીગ સ્ટેજની 56માંથી 42 મેચ રમાઇ ગઇ છે. મંગળવારે થયેલી ડબલ હેડરની ટીમોની વચ્ચે અંતરને વધારી દીધુ છે. કેકેઆર અને મુંબઈ ઈન્ડિયન્સ આ દોડમાં આગળ છે, જ્યારે પંજાબ કિંગ્સ પાછળ છે.
આઈપીએલ લીગ સ્ટેજની 56માંથી 42 મેચ રમાઈ
કેકેઆર અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આ દોડમાં આગળ
ચેન્નઈ સુપર કિંગ્સમાં ટોપ-2માં રહેવાના 97 ટકા ચાન્સ
ચેન્નઈ સુપર કિંગ્સને ટોપ-3માં સામેલ થવુ પાક્કુ
એક ન્યૂઝ પોર્ટલે મંગળવારે મેચ પૂર્ણ થયા બાદ દરેક ટીમોના ટોપ-4માં પહોંચાવાની તકનું મુલ્યાંકન કર્યુ છે. તેમણે દરેક ટીમને જીતવાના 50-50 ટકા ચાન્સ માન્યા છે. ચેન્નઈ સુપર કિંગ્સને ટોપ-3માં સામેલ થવુ પાક્કુ છે. એટલું જ નહીં, ચેન્નઈ સુપર કિંગ્સમાં ટોપ-2માં રહેવાના 97 ટકા ચાન્સ છે. દિલ્હી કેપિટલ્સ ચેન્નઈ સુપર કિંગ્સ બાદ પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમાંકે છે. તે પણ ટોપ-3માં રહેશે. કલકત્તા નાઈટ રાઈડર્સની હાર બાદ તેના ટોપ-2માં રહેવાની આશાને ઝાટકો લાગ્યો છે. પરંતુ હવે તે 92 ટકા છે.
કેકેઆરે જીત મેળવ્યાં બાદ તેનું ચોથા ક્રમાંકે સ્થાન મજબુત
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ટોપ-4માં કોઈ એક ક્રમાંકે રહેવાના 96 ટકા ચાન્સ છે અને 33 ટકા ચાન્સ છે કે ટીમ ટોપ-2માં રહે. મંગળવારે કેકેઆર જીત્યા બાદ તેનું ચોથા ક્રમાંકે સ્થાન પર મજબુત થયુ છે. ટોપ-4માં રહેવાના તેના ચાન્સ હવે 55 ટકા થયા છે. કેકેઆર ટોપ પર પહોંચી શકતી નથી અને નંબર-બે પર તેના ચાન્સ ફક્ત 1.3 ટકા છે.
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ અત્યારે પાંચમા ક્રમાંકે
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ અત્યારે પાંચમા ક્રમાંકે છે અને કલકત્તાની જેમ તેને પણ ટોચની 4 ટીમોમાં રહેવાની સંભાવના 55 ટકા છે. કેકેઆરની જેમ મુંબઈ ટોપ પર આવી શકે તેમ નથી. જોકે, ટોપ-2માં રહેવાના તેના ચાન્સ 2 ટકા છે.