બ્રેકિંગ ન્યુઝ
Mahadev Dave
Last Updated: 11:14 PM, 24 January 2024
ADVERTISEMENT
આપણે કોઈ નક્કી કરેલા લક્ષ્ય સુધી પહોંચવું હોય તો સ્વભાવિક છે કે તેના માટે આપણે જ મહેનત કરવી પડે. પણ ભારતીય રાજકારણની બલિહારી ગણો કે બીજુ કંઈ, અહીં તો એક પક્ષને તેના લક્ષ્ય સુધી પહોંચાડવા બીજો પક્ષ મદદ કરી રહ્યો હોય તેવી સ્થિતિ ઉભી થઈ ગઈ છે. 2024ની લોકસભાની ચૂંટણી હવે નજીક છે અને હંમેશા ચૂંટણી મોડમાં રહેતો ભાજપ 400 પારના લક્ષ્યનો નિર્ધાર કરી ચુક્યો છે. હવે એમ કહેવામાં જરા પણ ખોટું નથી કે ભાજપના 400 પારના લક્ષ્યને કોંગ્રેસ જ આગળ ધપાવી રહી છે.
ADVERTISEMENT
ભાજપ એકલો જ છે અને સામે કોઈ નથી
રાષ્ટ્રીય સ્તરે જવાની જરૂર નથી પરંતુ પ્રાદેશિક સ્તરે ગુજરાતમાં જ કોંગ્રેસના એક પછી એક આગેવાનો કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે. હજુ ચિરાગ પટેલ અને સી.જે.ચાવડાના કોંગ્રેસ છોડવાની ઘટના તાજી જ છે ત્યાં તો કમલમમાં જાણે ભરતી મેળો શરૂ થયો હોય એમ કેટલાક મોટા કોંગ્રેસી આગેવાનો સહિત 1500 જેટલા નાના-મોટા કાર્યકરો પંજો છોડીને કમળ હાથમાં લઈ ચુક્યા છે. રાજકીય પક્ષ વચ્ચે હરિફાઈ હોવી એ તંદુરસ્ત લોકશાહીની નિશાની છે પણ અહીં તો જાણે ભાજપ એકલો જ છે અને સામે કોઈ નથી.
કોઈ વિરોધપક્ષ જ ન હોવો એ લોકશાહી માટે કેટલું ઘાતક છે એ કહેવાની જરૂર નથી. તમારા કાર્યકરો તમારી સાથે રહે એમા માત્ર તમારી બ્રાન્ડ કરતા તમારુ નેતૃત્વ પણ અગત્યનું છે અને કોંગ્રેસનું બદલાતું નેતૃત્વ પણ પોતાના લોકોને પક્ષ છોડતા અટકાવી શકતું નથી. સી.જે.ચાવડા અને ચિરાગ પટેલ જેવા કોંગ્રેસીઓ સિવાય પણ અન્ય મોટા નેતાના નામ તો રાજકીય હવાઓમાં લહેરાયા કરે છે જે પક્ષ છોડવા બંધબારણે ગોઠવણી કરતા હોવાની ચર્ચા છે જો કે એ પેપર સમય આવ્યે જ ફૂટશે એવુ લાગે છે. ફરી ફરીને એ જ સ્થિતિ કેમ આવીને ઉભી રહી ગઈ કે ચૂંટણી ટાણે કોંગ્રેસમાં જાણે લડવાનું કોઈ જોમ જ નથી અને વિરોધપક્ષ તરીકે એ સામે ચાલીને જ જાણે કે ભાજપને કહી રહી છે કે આવો, ચૂંટણી લડો અને 400થી વધુ બેઠકો જીતી જાઓ.
કોંગ્રેસમાંથી વધુ નેતા, કાર્યકરો ભાજપમાં જોડાયા
કોંગ્રેસના 400થી વધુ આગેવાનો ભાજપમાં જોડાયા
આ પહેલા કોંગ્રેસના બે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા
કોંગ્રેસના અન્ય દિગ્ગજ નેતાઓ પણ ભાજપમાં જોડાય તેવી ચર્ચા
ચૂંટણી પહેલા કે પછી ભાજપ એકશન મોડમાં જ રહે છે
કોંગ્રેસમાં લડવાનું જોમ જ નથી એવો ઘાટ
એવી સ્થિતિ છે કે ભાજપને તેના લક્ષ્યાંક સુધી કોંગ્રેસ જ પહોંચાડશે
`હાથ' છોડતા કોંગ્રેસીઓ
ક્યા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા?
તાજેતરમાં કોણે છોડ્યો `હાથ'?
2019ની લોકસભાની રાજ્ય મુજબ સ્થિતિ
ઉત્તરપ્રદેશ
કુલ બેઠક 80
ભાજપ 62
કોંગ્રેસ 1
અન્ય 17
મહારાષ્ટ્ર
કુલ બેઠક 48
ભાજપ 23
કોંગ્રેસ 1
અન્ય 24
પશ્ચિમ બંગાળ
કુલ બેઠક 42
ભાજપ 18
કોંગ્રેસ 2
TMC 22
બિહાર
કુલ બેઠક 40
ભાજપ 17
કોંગ્રેસ 1
અન્ય 22
તમિલનાડુ
કુલ બેઠક 38
ભાજપ 0
કોંગ્રેસ 8
અન્ય 30
મધ્યપ્રદેશ
કુલ બેઠક 29
ભાજપ 28
કોંગ્રેસ 1
કર્ણાટક
કુલ બેઠક 28
ભાજપ 25
કોંગ્રેસ 1
અન્ય 2
ગુજરાત
કુલ બેઠક 26
ભાજપ 26
કોંગ્રેસ 0
આંધ્રપ્રદેશ
કુલ બેઠક 25
ભાજપ 0
કોંગ્રેસ 0
YSRCP 22
TDP 3
રાજસ્થાન
કુલ બેઠક 25
ભાજપ 24
કોંગ્રેસ 0
અન્ય 1
ઓડિશા
કુલ બેઠક 21
ભાજપ 8
કોંગ્રેસ 1
અન્ય 12
કેરળ
કુલ બેઠક 20
ભાજપ 0
કોંગ્રેસ 15
અન્ય 5
તેલંગાણા
કુલ બેઠક 17
ભાજપ 4
કોંગ્રેસ 3
TRS 9
AIMIM 1
અસમ
કુલ બેઠક 14
ભાજપ 9
કોંગ્રેસ 3
અન્ય 2
ઝારખંડ
કુલ બેઠક 14
ભાજપ 11
કોંગ્રેસ 1
અન્ય 2
પંજાબ
કુલ બેઠક 13
ભાજપ 2
કોંગ્રેસ 8
અન્ય 3
છત્તીસગઢ
કુલ બેઠક 11
ભાજપ 9
કોંગ્રેસ 2
હરિયાણા
કુલ બેઠક 10
ભાજપ 10
કોંગ્રેસ 0
દિલ્લી
કુલ બેઠક 7
ભાજપ 7
કોંગ્રેસ 0
જમ્મૂ-કશ્મીર
કુલ બેઠક 6
ભાજપ 3
કોંગ્રેસ 0
અન્ય 3
ઉત્તરાખંડ
કુલ બેઠક 5
ભાજપ 5
કોંગ્રેસ 0
હિમાચલપ્રદેશ
કુલ બેઠક 4
ભાજપ 4
કોંગ્રેસ 0
ત્રિપુરા
કુલ બેઠક 2
ભાજપ 2
કોંગ્રેસ 0
મેઘાલય
કુલ બેઠક 2
ભાજપ 0
કોંગ્રેસ 1
અન્ય 1
અરૂણાચલપ્રદેશ
કુલ બેઠક 2
ભાજપ 2
કોંગ્રેસ 0
મણિપુર
કુલ બેઠક 2
ભાજપ 1
કોંગ્રેસ 0
અન્ય 1
ગોવા
કુલ બેઠક 2
ભાજપ 1
કોંગ્રેસ 1
પુડ્ડુચેરી
કુલ બેઠક 1
ભાજપ 0
કોંગ્રેસ 1
નાગાલેન્ડ
કુલ બેઠક 1
ભાજપ 0
કોંગ્રેસ 0
અન્ય 1
મિઝોરમ
કુલ બેઠક 1
ભાજપ 0
કોંગ્રેસ 0
અન્ય 1
આંદામાન-નિકોબાર
કુલ બેઠક 1
ભાજપ 0
કોંગ્રેસ 1
દાદરા-નગરહવેલી
કુલ બેઠક 1
ભાજપ 0
કોંગ્રેસ 0
અન્ય 1
દમણ-દીવ
કુલ બેઠક 1
ભાજપ 1
કોંગ્રેસ 0
સિક્કિમ
કુલ બેઠક 1
ભાજપ 0
કોંગ્રેસ 0
અન્ય 1
લક્ષદ્વીપ
કુલ બેઠક 1
ભાજપ 0
કોંગ્રેસ 0
અન્ય 1
ચંડીગઢ
કુલ બેઠક 1
ભાજપ 1
કોંગ્રેસ 0
વધુ વાંચો : ભાજપમાં ભરતી થવાની અટકળો વચ્ચે કોંગ્રેસના અર્જુન મોઢવાડીયા અને ગુલાબસિંહની ચોખવટ, રાજકારણમાં ગરમાવો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.