Team VTV06:36 PM, 11 Nov 21
| Updated: 06:40 PM, 11 Nov 21
ભારતમાં 5જી સર્વીસ ક્યારે શરૂ થશે. તેને લઈને સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે મહત્વની માહિતી આપી છે. જેમા તેમણે કહ્યું કે ટ્રાય દ્વારા રિપોર્ટ સોંપવામાં આવે પછી ટૂંક સમયમાં 5જી સ્પેકટ્રમની હરાજી કરવામાં આવશે.
5જી સર્વીસને લઈને સંચાર મંત્રીએ આપી મોટી માહિતી
આવતા વર્ષે એપ્રીલ-મેમાં 5જી સ્પેકટ્રની હરાજી થવાની શક્યતા
ટેલીકોમ કંપનીઓને સરકાર દ્વારા વધુ રાહત આપવામાં આવશે
સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતમાં 5જી સર્વીસને લઈને મહત્વની માહિતી આપી છે. જેમા તેમણે કહ્યું કે આવતાવર્ષે એપ્રીલ-મે મહિનામાં 5જી સ્પેકટ્રમની હરાજી કરવામાં આવી શકે છે. વધુમાં તેમણે કહ્યું કે ટેલીકોમ કંપનીઓને આ વર્ષે સપ્ટેમ્બરમાં સરકાર દ્વારા રાહત આપવામાં આવી હતી. સાથેજ તેમણે કહ્યું આવનારા સમયમાં ટેલીકોમ કંપનીઓના ફાયદા માટે સરકાર વધુ સુધારા કરશે.
ભારતની ટેલીકોમ સેવાઓ વૈશ્વિક સ્તરે સારી બનાવાશે
અશ્વિની વૈષ્ણવે વધુમાં કહ્યું કે ટેલીકોમ કંપનીઓની સર્વિસ વઘારે સારી થીત રહેવી જોઈએ. ટાઈમ્સ નાઉ સમિટ 2021માં તેમણે સંબોધન આપતા કહ્યું કે ભારતની ટેલીકોમ સેવાઓને વૈશ્વિક સ્તરે સૌથી સારી બનાવી છે. જેથી સરકાર દ્વારા તેને લઈને ઘણા સુધારા કરવામાં આવશે તેવું પણઁ તેમણે કહ્યું છે.
ટ્રાય રિપોર્ટ સોંપે પછી હરાજી કરાશે
5જી સ્પેકટ્રમની હરાજીને લઈને તેમણે કહ્યું કે આ મામલે ટ્રાય દ્વારા વિચાર વિમર્શ કરવામાં આવી રહ્યો છે. સાથેજ તેમણે કહ્યું કે ફેબ્રુઆરીની મધ્યમાં તેઓ રિપોર્ટ સોંપી દેશે કદાચ ફેબ્રુઆરીના અંત જેટલો પણ સમય લાગી શકે. જ્યારે રિપોર્ટ આવી જશે તેની થોડાકજ સમયમાં અમે સ્પેકટ્રમની હરાજી કરીશું.
આ વર્ષે અંત સુધીમાં હરાજીની આશા હતી
ઉલ્લેખનીય છે કે આ વર્ષના અંત સુધીમાં 5જી સ્પેકટ્રમની નિલામી કરવામાં આવશે તેવી આશા હતી પરંતુ હવે આવતા વર્ષે તેની નીલામી કરવામાં આવશે. જોકે 5જી સર્વીસને લઈને દરેક ટેલીકોમ કંપની દ્વારા પૂરજોશમાં તૈયારી કરવામાં આવી રહી છે. જેથી સ્પેક્ટ્રમની હરાજી થયા બાદ બની શકે કે આવતા વર્ષના અંત સુધીમાં લોકો 5જી સર્વીસ યુઝ કરી શકશે.