બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / When Kuldeep Yadav Scolded By Ms Dhoni On The Ground Vs Sri Lanka In 2017

ક્રિકેટ / 20 વર્ષમાં પ્રથમ વખત ધોની થયો હતો ગુસ્સે, કુલદીપને કહ્યું હતું કે 300 મેચ રમનાર કેપ્ટનને તું...

Noor

Last Updated: 11:38 AM, 18 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કુલદીપ સિંહને આજે પણ તે દિવસ યાદ છે જ્યારે મહેન્દ્રસિંહ ધોનીએ 20 વર્ષમાં પહેલીવાર પોતાના પરથી કાબૂ ગુમાવ્યો હતો. 2017માં શ્રીલંકા સામેની વન-ડે દરમિયાન લેફ્ટ હેન્ડેડ ચાઇનામેન બોલર પર ધોની બહુ જ ગુસ્સે થઈ ગયો હતો.

  • હાલ કોરોનાને કારણે ક્રિકેટ જંગત થંભી ગયું છે  
  • હાલમાં જ કુલદીપ યાદવે ધોનીથી જોડાયેલો એક કિસ્સો જણાવ્યો
  • કુલદીપે કહ્યું, પહેલીવાર ધોની આટલો ગુસ્સે થયો હતો

કુલદીપ યાદવે ઈન્સ્ટાગ્રામ ચેટ દરમિયાન સ્પોર્ટ્સ પ્રેસેન્ટર જતીન સપ્રૂને કહ્યું કે, 'કુસલ પરેરાએ કવરમાં ચોગ્ગો ફટકાર્યો હતો. ધોની  વિકેટની પાછળ ઉભો હતો અને મને ફિલ્ડિંગ બદલવાનું કહ્યું હતું. મેં તેના સૂચનો માન્યા નહીં અને નેક્સ્ટ બોલ પર કુસલે રિવર્સ સ્વીપમાં ચોગ્ગો માર્યો હતો.  

આ ઘટના શ્રીલંકા સામે ઈન્દોરમાં રમાયેલી ટી-20 મેચની છે. આ મેચમાં એક સમયે, જ્યારે કુલદીપ યાદવ શ્રીલંકાના બેટ્સમેનોની સામે સંઘર્ષ કરી રહ્યો હતો, ત્યારે કેપ્ટન ધોનીએ વિકેટની પાછળથી તેને અવાજ લગાવતા કહ્યું, કવર પરથી ફીલ્ડર હટાવી પોઈન્ટ પર મૂકી અને બોલને બહાર ફેંક.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Asia cup 2018..!

A post shared by Kuldeep Yadav 🇮🇳 (@kuldeep_18) on

પરંતુ કુલદીપ યાદવે ધોનીની સૂચનાની અવગણના કરી હતી અને કહ્યું, રહેવા દો, આ ફિલ્ડિંગ વધુ સારી છે'. જે બાદ માહી ભડકી ગયો અને તેણે મેદાન પર જ કુલદીપને સંભળાવ્યું.  ચાઇનામેને કહ્યું, ધોની ગુસ્સે થઈને મારી પાસે આવ્યો અને કહ્યું, હું પાગલ છું. મેં 300 વન-ડે રમ્યા છે અને તૂ મને શું સમજે છે.

પછી બીજી જ ઓવરમાં ધોનીનો નિર્ણય એકદમ સાચો સાબિત થયો. કુલદીપ યાદવના બોલ પર શ્રીલંકાનો એક બેટ્સમેને પોઈન્ટ પર ઉભેલા ફીલ્ડરથી કેચઆઉટ થઈ ગયો. તે દિવસે કુલદીપ યાદવને પહેલી વાર ધોનીનો અનુભવ સમજાયો. 

કુલદીપ એટલો ડરી ગયો કે બસમાં ધોનીથી માફી માગવા ગયો અને પૂછ્યું કે તે પહેલાં પણ આટલો ગુસ્સે થયો છે. તેણે કહ્યું, 'તે દિવસે હું બહુ જ ડરી ગયો હતો. તે મેચ પછી, હું ટીમની બસમાં ગયો અને પૂછ્યું કે પહેલાં આટલો ગુસ્સો આવ્યો છે તો માહીએ કહ્યું, વીસ વર્ષથી હું ગુસ્સે થયો નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Cricket Sports Ground Indian cricket team Kuldeep Yadav MS Dhoni Scolded lockdown Cricket
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ