બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / when jammu kashmir will get status of a state tells amit shah to peoples

BIG NEWS / જમ્મુ-કાશ્મીરને ક્યારે મળશે રાજ્યનો હોદ્દો, અમિત શાહે જણાવ્યો પૂરો રોડમેપ

Dharmishtha

Last Updated: 07:40 AM, 24 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મુ -કાશ્મીરમાં ત્રિ સ્તરીય રણનીતિ પર કામ કરી રહેલી કેન્દ્ર સરકાર પોતાની નીતિઓમાં હાલ કોઈ ફેરફાર નથી કરી રહી. જાણો કાશ્મીરને લઈને અમિત શાહનો શું છે પ્લાન.

  • કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી કરવાનું કામ ઝડપથી કરાઈ રહ્યું છે
  • શાહનો જમ્મુ -કાશ્મીર પ્રવાસ પહેલાથી નક્કી
  • લગભગ 40 કેન્દ્રીય મંત્રી અહીં પ્રવાસ કરી ચૂક્યા છે 

 કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી કરવાનું કામ ઝડપથી કરાઈ રહ્યું છે

જમ્મુ કાશ્મીરના 3 દિવસીય પ્રવાસ પર પહોંચેલા અમિત શાહે શનિવારે કહ્યું કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી કરવાની જમીન તૈયાર કરવાનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. જેમાં વિસ્તાર સહિત અનેક મુદ્દાઓ પર કામ થઈ રહ્યું છે. આ બાદ ચૂંટણી થશે અને પછી રાજ્યનો હોદ્દો અપાશે. ગૃહ મંત્રી અમિત શાહે પ્રવાસ દરમિયાન આ વાતના સ્પષ્ટ સંકેત આપ્યા છે કે કેન્દ્ર સરકાર આતંકીઓને કડકાઈથી પહોંચી વળવા અને વિકાસની પ્રક્રિયાને ચાલુ  રાખશે. હાલના મહિનામાં કેન્દ્રના લગભગ 40 મંત્રીઓએ આ કેન્દ્ર શાસિત પ્રદેશનો પ્રવાસ કર્યો છે.

 

શાહનો જમ્મુ -કાશ્મીર પ્રવાસ પહેલાથી નક્કી

ગૃહમંત્રી અમિત શાહનો જમ્મુ -કાશ્મીર પ્રવાસ પહેલાથી નક્કી હતો. તે કેન્દ્રીય મંત્રીઓના સતત ચાલતા ક્રમમાં છે. જો કે આ વચ્ચે આતંકી ઘટનાઓમાં વૃદ્ધિ અને જવાબમાં સુરક્ષાદળોનાં ઓપરેશનમાં તેજી આવી છે. જેનાથી ગૃહ મંત્રીનો આ પ્રવાસ વધારે મહત્વપૂર્ણ  થઈ જાય છે. શાહે પોતાના પ્રવાસના  પહેલા દિવસે સ્પષ્ટ કરી દીધુ છે કે કેન્દ્ર સરકાર ત્યાં વિકાસની પ્રક્રિયાને અવરોધિત નહીં થવા દે અને સ્થાનીય લોકોની સાથે મળીને કામ કરશે. આતંકીઓને એમ પણ સ્પષ્ટ સંદેશ છે કે તેમની કોઈ પણ કાયર હરકતથી કેન્દ્ર પાછી પાની નહીં કરે બલ્કિ વધારે કડકાઈથી તેનો જવાબ આપશે.

લગભગ 40 કેન્દ્રીય મંત્રી અહીં પ્રવાસ કરી ચૂક્યા છે 

જમ્મુ -કાશ્મીરમાં હાલના મહિનામાં કેન્દ્રના મંત્રિઓ અને સંસદની વિભિન્ન સ્થાની સમિતિઓના વ્યાપક પ્રવાસ કર્યા છે. લગભગ 40 કેન્દ્રીય મંત્રી અહીં પ્રવાસ કરી ચૂક્યા છે અને 200થી વધારે સાંસદ વિભિન્ન સંસદ સમિતિઓના માધ્યમથી ત્યાં પહોંચ્યા છે. આને રાજ્યને મુખ્યપ્રવાહમાં લાવવા અને ત્યાંના લોકોમાં વિશ્વાસ ઉભો કરવાનું પગલુ માનવામાં આવે છે.  નૌગામથી પાછા ફર્યા બાદ શાહે સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી. આ દરમિયાન તેમણે વિશેષ રુપથી સામાન્ય નાગરકો વધારે બિન સ્થાનિય મજૂરો અને અલ્પસંખ્યકોને નિશાનો બનાવી કરવામાં આવેલી હત્યા ત્યાર બાદ કાશ્મીર ઘાટીમાં આતંકવાદની સરખામણી કરવા માટે ઉઠાવવામાં આવેલા પગલાની સમીક્ષા કરી. ઉલ્લેખનીય છે કે શાહના પ્રવાસને લઈને સુરક્ષા વધારે મજબૂત કરવામાં આવી છે.

મહેબૂબાએ કહ્યું વિમાન સેવા શરુ કરવું બનાવટી પગલુ

પીડીપીના અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ શનિવારે કહ્યું કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા આંતરરાષ્ટ્રીય વિમાનો અને મેડિકલ કોલેજોનું ઉદ્દઘાટન કરવું નાટક છે. જે જમ્મુ- કાશ્મીરમાં વાસ્તવિક સમસ્યાનું સામાધાન નહીં કરે. તેમણે કહ્યું કે આદર્શ રુપથી ગૃહ મંત્રીનો પ્રવાસ આ વર્ષે જૂનમાં પીએમ દ્વારા બોલાવવામાં આવેલી સર્વદળીય બેઠક દરમિયાન કેન્દ્ર શાસિત પ્રદેશના નેતાઓને આપવામાં આવેલા આશ્વાસનો પર આગળની કાર્યવાહીની પહેલા થવી જોઈતી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Home Minister Amit Shah jammu kashmir અમિત શાહ જમ્મુ કાશ્મીર રાજ્ય Big News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ