અરબાઝે કહ્યું હતું કે, 'તે મલાઈકાને દુનિયાની કોઈપણ વસ્તુ કરતા વધારે પ્રેમ કરે છે.
દુનિયામાં કોઈ પણ વસ્તુ કરતા વધારે પ્રેમ મલાઈકાને કરૂ છુ
અરબાઝ ખાને કહ્યું હતું કે મલાઈકાને લઈને પઝેસિવ છું
તેને ખોવાનો લાગે છે ડર
મલાઈકા અરોરા અને અરબાઝ ખાનની જોડી એક સમયે ઈન્ડસ્ટ્રીના લોકપ્રિય કપલ્સમાંથી એક હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અરબાઝ અને મલાઈકા પહેલીવાર એક ફોટોશૂટ દરમિયાન મળ્યા હતા અને પહેલી નજરમાં જ પ્રેમમાં પડ્યા હતા. એવું કહેવાય છે કે મલાઈકા અને અરબાઝે લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ વર્ષ 1998માં લગ્ન કર્યા હતા.
આ લગ્ન બાદ તેમના પુત્ર અરહાન ખાનનો જન્મ થયો. ત્યાં જ અરબાઝ અને મલાઈકાએ લગ્નના 19 વર્ષ પછી એકબીજાથી ડિવોર્સ લીધા. જેણે બધાને ચોંકાવી દીધા. જો કે, આજે અમે તમને અરબાઝના એક જૂના ઈન્ટરવ્યુ વિશે જણાવી રહ્યા છીએ. આ ઈન્ટરવ્યુ ત્યારનું છે જ્યારે અરબાઝ અને મલાઈકાના ડિવોર્સ થયા ન હતા.
મલાઈકાને કોઈ પણ વસ્તુ કરતા વધારે પ્રેમ કરૂ છુ
આ ઈન્ટરવ્યુમાં અરબાઝે ખુલીને પોતાના દિલની વાત કરી હતી અને જણાવ્યું હતું કે તે મલાઈકા વિશે શું વિચારે છે. અરબાઝે કહ્યું હતું કે, 'તે મલાઈકાને દુનિયાની કોઈપણ વસ્તુ કરતા વધારે પ્રેમ કરે છે. અભિનેતાએ એમ પણ કહ્યું હતું કે, 'જ્યારે તમે કંઈક વસ્તું મેળવી લો છો, ત્યારે તમે નથી ઈચ્છતા કે તે તમને છોડીને ક્યાંક જાય'.
હાલ અલગ થઈ ગયા છે અરબાઝ અને મલાઈકા
અરબાઝને ડર હતો કે મલાઈકા પણ તેને છોડીને જતી રહેશે. જો કે, અરબાઝે આ ઈન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે તે મલાઈકાને લઈને પઝેસિવ છે અને જ્યારે તે અને મલાઈકા રિલેશનમાં નવા હતા ત્યારે એવું નહોતું પરંતુ હવે એવું છે. તમને જણાવી દઈએ કે અરબાઝ અને મલાઈકા હવે પોતપોતાના જીવનમાં સેટલ થઈ ગયા છે. જ્યારે મલાઈકા અભિનેતા અર્જુન કપૂર સાથે સીરિયસ રિલેશનમાં છે ત્યાં જ અરબાઝ ખાન પણ ઈટાલિયન મોડલ જ્યોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યા છે.