Coronavirus / અફવાઓને રોકવા વૉટ્સઍપનો મોટો નિર્ણય, હવે એક મેસેજ એક સમયે એક જ વ્યકિતને મોકલી શકાશે

WhatsApp Reduces Forward Message Limit To Curb Fake News During Coronavirus

કોરોનાનો કહેર રોકાવાનું નામ નથી લઈ રહ્યો અને ત્યારે આ દરમિયાન દુનિયાની સૌથી લોકપ્રિય એપ વોટ્સએપે એક મોટો નિર્ણય લીધો છે. હકીકતમાં અત્યારે વોટ્સએપ અને સોશિયલ મીડિયા પર કોરોના વાયરસને લઈને અફવાઓ ફેલાવામાં આવી રહી છે. જેથી વોટ્સએપે હવે મેસેજ ફોરવર્ડિંગને મર્યાદિત કરી દીધું છે. જેમાં હવે વોટ્સએપ યુઝર્સ કોઈપણ મેસેજને એકવારમાં માત્ર એક જ યુઝરને ફોરવર્ડ કરી શકશે. અગાઉ એક મેસેજને એકસાથે પાંચ લોકોને ફોરવર્ડ કરવાની સુવિધા હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ