બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ટેક અને ઓટો / WhatsApp going to add new chat reaction feature

અપડેટ / WhatsApp પર આવશે INSTA નું આ જોરદાર ફીચર! જાણીને યુઝર્સે કહ્યું, બસ આ જ જોઈતું હતું

Khyati

Last Updated: 10:14 AM, 23 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વોટ્સએપમાં જોવા મળશે રિએક્શન ફીચર, વોટ્સએપ ચેટ કરવામાં વધારે આવશે મજા

  • WhatsApp માં નવુ ફીચર
  • ઇમોજી રિએક્શન જોવા મળશે ચેટમાં
  • WhatsAppમાં ઇમોજીથી કરી શકશો રિએક્ટ

ઇન્ટરનેટના યુગને કારણે આજે દુનિયા ખૂબ નાની થઇ ગઇ છે.  મોટાભાગના લોકો પોતાનો સમય સોશિયલ મીડિયા પર વિતાવે છે.  ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ ફેસબુક સહિત સોશિયલ મીડિયા એપ પર લોકો પોતાના જીવનના દરેક પળ શેર કરે છે.ત્યારે સૌથી વધારે વપરાતી એપ એટલે વોટ્સ એપ. જેમાં વીડિયો કોલ, ઓડિયો કોલ સહિત હવે તો પેમેન્ટ કરવાની પણ સુવિધા આપવામાં આવી છે.  સમય જતા નવા નવા ફીચર્સ તેમાં ઉમેરાતા જાય છે. ત્યારે વોટ્સએપમાં વધુ એક ફિચર એડ થવા જઇ રહ્યું છે.

વોટ્સએપમાં ઇમોજી રિએક્શનની સુવિધા

વાસ્તવમાં ઘણા સમયથી ચર્ચા હતી કે ફેસબુક મેસેન્જર અને ઈન્સ્ટાગ્રામની જેમ વોટ્સએપ ચેટ્સમાં પણ ઈમોજી રિએક્શનનું ફીચર આપવામાં આવશે.આ માહિતી WABetainfo બ્લોગ પર આપવામાં આવી છે, જે WhatsAppના ફીચર્સ પર નજીકથી નજર રાખે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક એન્ડ્રોઈડ બીટા ટેસ્ટર્સને ચેટ્સમાં ઈમોજી રિએક્શનની સુવિધા આપવામાં આવી રહી છે.

 કુલ 6 ચેટ રિએક્શન હશે

જેમ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ચેટમાં લાઇક, લાફ, સેડ, લવ જેવા સિમ્બોલ આપવામાં આવ્યા છે તેવા જ સિમ્બોલ હવે વોટ્સએપમાં પણ જોવા મળી શકે છે. 
ટિપસ્ટરના જણાવ્યા અનુસાર વોટ્સએપ ચેટમાં કુલ 6 રિએક્શનનો વિકલ્પ આપવામાં આવશે. જેમાં લાઈક, લવ, લાફ, સરપ્રાઈઝ્ડ, સેડ અને થેંક્સનો સમાવેશ થાય છે. જો તમે ઇન્સ્ટાગ્રામ અથવા મેસેન્જરનો ઉપયોગ કરો છો, તો તમે ચેટ્સ રિએક્શન્સ જોયા જ હશે. ત્યારે હવે ઇન્સ્ટા અને ફેસબુક જેવી
એક સમાન સુવિધા વોટ્સએપમાં પણ આપવામાં આવશે.

લિમિટેડ યુઝર્સ કરી શકશે ઉપયોગ 

WABetainfo અનુસાર, હાલમાં તે મર્યાદિત વપરાશકર્તાઓને આપવામાં આવી રહ્યું છે. અત્યારે એ પણ સ્પષ્ટ નથી કે આ ફીચર ગ્રુપ ચેટ્સ માટે હશે, વ્યક્તિગત માટે હશે કે બંને માટે લાગુ થશે. બીટા ટેસ્ટર્સ હાલમાં આ ફીચરનો ઉપયોગ કરી રહ્યા છે અને તે એન્ડ્રોઇડના વોટ્સએપ વર્ઝન 2.22.8.3માં આપવામાં આવ્યું છે. 

મલ્ટી ડિવાઇસ ફીચર્સ 

વોટ્સએપ સાથે જોડાયેલા અન્ય સમાચારોની વાત કરીએ તો, કંપનીએ મલ્ટી ડિવાઇસ ફીચર બહાર પાડ્યું છે. હવે એક જ વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ એક સાથે એકથી વધુ ડિવાઈસ પર થઈ શકશે.મલ્ટી ડિવાઈસ ફીચર હેઠળ મોબાઈલમાં ઈન્ટરનેટ ન હોય તો પણ વેબ બ્રાઉઝરમાં વોટ્સએપનો ઉપયોગ કરી શકાય છે. આ પહેલા જો મોબાઈલમાં ઈન્ટરનેટ ન હતું તો વોટ્સએપ વેબમાં પણ વોટ્સએપનો ઉપયોગ કરી શકાતો ન હતો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ