તુર્કીમાં તાજેતરમાં આવેલા ભૂકંપના કારણે ભારે તબાહી મચી ગઈ છે. જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. ઘણા દેશોએ તુર્કીની મદદની જાહેરાત કરી છે.
વિદ્યાર્થી અને તેની માતા પ્રથમ ઝટકો આવ્યો તેમાં બચી ગયા
WhatsApp નો સહારો લઈ બચાવવાની અપીલ કરી
WhatsApp પર તેણે પોતાનું લોકેશન પણ શેર કર્યું
WhatsApp નો ઉપયોગ મોટાભાગે વાતચીત કરવા માટે થાય છે. હવે WhatsAppના કારણે એક વિદ્યાર્થીનો જીવ બચાવવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હાલમાં જ તુર્કીમાં આવેલા વિનાશકારી ભૂકંપના કારણે ભારે તબાહી સર્જાઈ છે. ભૂકંપ બાદ કાટમાળમાં ફસાયેલા વિદ્યાર્થીનો જીવ WhatsAppના કારણે બચી ગયો હતો. અહીં તમને સમગ્ર ઘટના અંગે જણાવી રહ્યા છીએ.
એક રિપોર્ટ અનુસાર, પૂર્વી તુર્કીમાં Boran Kubat નામનો વિદ્યાર્થી એક બિલ્ડિંગના કાટમાળ નીચે ફસાઈ ગયો હતો. આ પછી તેણે WhatsApp નો સહારો લઈ બચાવવાની અપીલ કરતા એક વીડિયો બનાવ્યો અને સ્ટેટસમાં રાખ્યો હતો. આ સાથે તેણે પોતાનું લોકેશન પણ શેર કર્યું હતું.
વિદ્યાર્થી અને તેની માતા પ્રથમ ઝટકો આવ્યો તેમાં બચી ગયા હતા પરંતુ જ્યારે તેઓ પોતાની બિલ્ડીંગમાંથી બહાર જઈ રહ્યા હતા ત્યારે બીજા ઝટકામાં ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. જોકે, કાટમાળમાં દટાઈ જવાને કારણે તેમનો જીવ બચી ગયો હતો. બાદમાં બોરાન કુબતે કાટમાળમાંથી વિડીયો મેસેજ વોટ્સએપ પર રેકોર્ડ કર્યો અને સ્ટેટસમાં મુકીને પોતાના કોન્ટેક્ટ સાથે શેર કર્યો હતો.
સ્ટેટસમાં તેણે લખ્યું જેને પણ આ મેસેજ મળે કૃપા કરીને તેની મદદ કરો. Anadolu Agencyએ જણાવ્યું કે આ વીડિયોના કારણે બચાવકાર્ય કરતી ટીમને તેમને શોધવામાં સરળતા થઈ અને તેમનો જીવ બચી ગયો છે. વિદ્યાર્થીએ જણાવ્યું કે કાટમાળમાં ફસાયા બાદ તેને યાદ આવ્યું કે તે વોટ્સએપ સ્ટેટસ દ્વારા તેનો અને તેની માતાનો જીવ બચાવવા માટે અપીલ કરી શકે છે.
લોકેશન શોધવામાં મદદ મળી
WhatsApp પર તેણે પોતાનું લોકેશન પણ શેર કર્યું હતું. જેથી બચાવ ટીમને તેને અને તેની માતાને શોધવામાં ઘણી મદદ મળી. જો કે તેમણે જણાવ્યું કે પરિવારના અન્ય સભ્યો પણ કાટમાળ નીચે દટાયા છે, જેના માટે બચાવ ટીમ સતત કામ કરી રહી છે. તમને જણાવી દઈએ કે તુર્કીમાં તાજેતરમાં આવેલા ભૂકંપના કારણે ભારે તબાહી મચી ગઈ છે. જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. ઘણા દેશોએ તુર્કીની મદદની જાહેરાત કરી છે અને ત્યાં પોતાની ટીમ મોકલી છે.