બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / What will happen if it rains in today's semi-final match? If the match is cancelled, will Team India reach the final? Learn what the equations say

ક્રિકેટ / આજની સેમિફાઇનલ મેચ વરસાદને કારણે રદ થશે તો શું ટીમ ઈન્ડિયા ફાઇનલમાં પંહોચશે? જાણો શું કહે છે સમીકરણો

Megha

Last Updated: 12:24 PM, 10 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો આજની સેમીફાઈનલ મેચમાં વરસાદ આવે તો શું થશે? કઈ ટીમ ફાઇનલમાં સ્થાન મેળવશે? એ વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ

  • આજની સેમીફાઈનલ મેચમાં વરસાદ આવશે તો શું થશે?
  • આજે એડિલેડમાં વરસાદની સંભાવના 25 ટકા સુધી
  • જો થોડી ઓવર જ રમાશે તો શું થશે?

ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2022માં આ વખતે વરસાદે મોટી ભૂમિકા ભજવી છે. વર્લ્ડકપમાં વરસાદના કારણે ઘણી મેચો રદ્દ કરવી પડી હતી અને આ સાથે જ તેને કારણે ઘણી મેચોમાં મોટો ઉથલ-પાથલ પણ જોવા મળ્યો હતો. આજે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી સેમીફાઈનલ મેચ રમાવવા જઈ રહી છે અને જણાવી દઈએ કે તેના પર પણ વરસાદનો ખતરો છવાયેલો છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે એટલે કે 10 નવેમ્બરના રોજ સેમીફાઈનલ મેચ રમાવાની છે અને આ મેચ એડિલેડમાં ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યાથી રમાશે. પણ આ મેચમાં વરસાદ થવાની સંભાવના છે. એક્વાવેધરના રિપોર્ટ અનુસાર આજે એડિલેડમાં વરસાદની સંભાવના 25 ટકા સુધી છે અને આ સાથે જ તમને જણાવી દઈએ કે એડિલેડમાં ગઈકાલે રાત્રે પણ ભારે વરસાદ પડ્યો હતો. 

એવામાં જો આજની સેમીફાઈનલ મેચમાં વરસાદ આવે તો શું થશે? કઈ ટીમ ફાઇનલમાં સ્થાન મેળવશે? આવા અનેક પ્રશ્નો દરેક ભારતીય ફેન્સ ના મનમાં ચાલી રહ્યા છે. આખરે જો મેચમાં વરસાદ પડે તો શું થશે અને કઈ ટીમ ફાઇનલમાં પંહોચશે એ વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ...

આજની સેમીફાઈનલ મેચમાં વરસાદ આવશે તો શું થશે?
T20 વર્લ્ડ કપ 2022માં રિઝર્વ ડે સુવિધા સેમી-ફાઇનલ અને ફાઇનલ મેચો માટે કરવામાં આવી છે એટલે કે જો આજની ભારત-ઈંગ્લેન્ડની સેમીફાઈનલમાં જો વરસાદ આવે છે તો આ મેચ 11 નવેમ્બરે પણ એડિલેડમાં જ યોજાશે. આ સિવાય જો  પહેલા દિવસે થોડી ઓવર રામૈને વરસાદ આવ્યો તો તો બાકીની ઓવર બીજા દિવસે પણ રમી શકાશે. પણ જો જો બંને દિવસે કોઈ મેચ ન રમાઈ શકાયો એટલે કે જો ટોસ વિના અથવા કોઈ ઓવર વિના વરસાદના કારણે મેચ રદ થયો તો ગ્રુપ સ્ટેજમાં મળેલા પોઈન્ટ અનુસાર આ મેચના પરિણામનો નિર્ણય લેવામાં આવશે. એટલે કે ગ્રુપ સ્ટેજમાં બંને ટીમોના પોઈન્ટ અને નેટ રનરેટના આધારે નિર્ણય લેવામાં આવશે તો પણ તેમાં ભારત જીતશે. જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા ગ્રુપ-2માં 8 પોઈન્ટ સાથે ટોચ પર હતી અને ઈંગ્લેન્ડ તેના ગ્રુપ-1માં 7 પોઈન્ટ સાથે બીજા સ્થાન પર રહ્યું છે. 

જો થોડી ઓવર જ રમાશે તો શું થશે?
નિયમ અનુસાર જો ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચમાં 10-10 ઓવર રમાયઅને પછી વરસાદ પડશે ત્યારે તેનો નિર્ણય ડકવર્થ લુઈસના નિયમ દ્વારા લેવામાં આવશે. જણાવી દઈએ કે જો મેચમાં 10 ઓવરથી ઓછી રમત રમાઈ હોય અને વરસાદને કારણે મેચ રદ કરવી પડે તો ગ્રુપ સ્ટેજ માટે પોઈન્ટનો નિયમ લાગુ પડશે અને એ પરથી ભારત ફાઈનલ માટે ક્વોલિફાય થશે.

ભારત-ઈંગ્લેન્ડ મેચ માટે સંભવિત પ્લેઈંગ-11
ટીમ ઈન્ડિયા -  રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક/ઋષભ પંત, અક્ષર પટેલ, આર અશ્વિન/યુઝવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહ.

ટીમ ઈંગ્લેન્ડ- જોસ બટલર (કેપ્ટન અને વિકેટકીપર), એલેક્સ હેલ્સ, ડેવિડ મલાન/ફિલ સોલ્ટ, બેન સ્ટોક્સ, હેરી બ્રૂક્સ, લિયામ લિવિંગસ્ટોન, મોઈન અલી, સેમ કુરાન, ક્રિસ વોક્સ, ક્રિસ જોર્ડન અને આદિલ રશીદ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ