બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / what to do for preparation of competitive exam

ટિપ્સ / સરકારી નોકરીની તૈયારીઓ કરવા માટે કોચિંગ ક્લાસ કરવા જરુરી નહી, આ રીતે કરશો સ્ટડી તો, નોકરી મળી જ ગઇ સમજો

Khyati

Last Updated: 10:56 AM, 2 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારી પરીક્ષાઓની તૈયારી કરવા માટે તમારે કોચિંગ ક્લાસ કરવા જરુરી નથી. પ્લાનિંગ સાથે સેલ્ફ સ્ટડી કરીને પણ તમે પરીક્ષામાં પાસ થઇ શકો છો

  • સરકારી નોકરી કરવા માટે સેલ્ફ સ્ટડી કરો
  • કોચિંગ ક્લાસની પણ નથી જરુર
  • સેલ્ફ સ્ટડી માટે કરો પ્લાનિંગ 

સરકારી નોકરી માટે તૈયારીઓ કરવા માંગો છો પરંતુ કોચિંગ ક્લાસ જોઇન કરવા માટે અસમર્થ હોવ તો ચિંતા કરવાની જરુર નથી. કારણ કે ઘણા એવા પણ લોકો છે જેઓ કોચિંગ વિના જાતે સ્ટડી કરીને પણ સફળતા હાંસલ કરે છે. જો કે આ માટે જરુર છે દમદાર પ્લાનિંગ કરવાની. જો તમે પ્લાનિંગ સાથે સ્ટડી કરશો તો ચોક્કસ તમને સફળતા મળશે. ત્યારે આવો જાણીએ સેલ્ફ સ્ટડી માટે તમારે શું કરવુ જોઇએ.

આ રીતે કરો શરુઆત

સૌ પ્રથમ તમે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો  તેનો અભ્યાસક્રમ તપાસો અને તે મુજબ તમારી અભ્યાસ સામગ્રી તૈયાર કરો. પછી તેના અભ્યાસ માટે વધુમાં વધુ સમય કાઢો. જો કોઈપણ પરીક્ષામાં શારીરિક કસોટી હોય તો તેને પણ તમારા સમયપત્રકમાં સામેલ કરો. કોઈપણ તૈયારી શરૂ કરતા પહેલા પૂર્વ આયોજન ખૂબ જ જરૂરી છે. જો તમે તમારી બ્લુપ્રિન્ટ મુજબ આગળ વધો છો, તો તમે ચોક્કસપણે ઓછા સમયમાં સફળતા મેળવી શકો છો.

સેલ્ફ સ્ટડી પર ધ્યાન આપો

કોચિંગ પર આધાર રાખવાને બદલે તમારે સેલ્ફી સ્ટડી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને તમારી તૈયારીમાં મહત્તમ સમય પસાર કરવો જોઈએ. તૈયારી દરમિયાન ટાઇમ મેનેજમેન્ટ મહત્વની ભૂમિકા ભજવે છે. તમારો અભ્યાસક્રમ કવર થઇ ગયા બાદ વધારેમાં વધારે રિવિઝન કરો. પ્રેક્ટિસ માટે ટેસ્ટ પેપર સોલ્વ કરો અને તેનું વિશ્લેષણ કરો. જેથી તમે ક્યાંક ભૂલ કરી હોય તો ખબર પડશે.

સ્માર્ટ સ્ટડી પર ભાર મૂકો 

આજના યુગમાં, કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ઈન્ટરનેટ એક મહત્વપૂર્ણ સ્ત્રોત તરીકે ઉભરી રહ્યું છે. તમને દરેક પ્રશ્નનો જવાબ ઇન્ટરનેટ પર મળી જશે. ઇન્ટરનેટની મદદથી તમે સ્માર્ટ સ્ટડી કરી શકો છો અને તમારો ઘણો સમય બચાવીને તમારી તૈયારીને મજબૂત બનાવી શકો છો. ઇન્ટરનેટ પણ ઘણા બધા ઓનલાઇન ક્લાસની મદદથી તમને અઘરા લાગતા વિષય અંગે તમે શીખી શકો છો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ