આપણી પાસે અઢળક પોષણયુક્ત વસ્તુઓ ઉપલબ્ધ છે, છતાં આપણામાં વિટામિન અને માઇક્રોન્યુટ્રિયન્ટ્સ ડેફિશિયન્સી છે.
શરીરને હેલ્ધી રાખવા શું જરૂરી
આ આદતો આજે જ અપનાવી લો
પેટને આપો પૂરતો આરામ
તેને દૂર કરવા આપણે મલ્ટિવિટામિન અને પોષણ માટે સપ્લિમેન્ટ્સ લેવાની જરૂર પડે છે. ગમે તેટલો સારો ખોરાક તમે ખાતા હો પણ જો એને પચાવી ન શકો તો એનો હેલ્થમાં કોઈ ફાયદો દેખાતો નથી. આપણે સારું ખાઈએ તો જ આપણું પાચન સારું બને છે અને જો પાચન સારું હોય તો હેલ્થ બેસ્ટ બની શકે છે. વર્ષોથી ભારતીય લોકોની સંસ્કૃતિ અને તેમની જીવનશૈલીમાં એ વણાઈ ગયેલી આદતો ફરી કેળવવી જોઈએ, જે કદાચ બદલાતા સમય સાથે ઝાંખી થતી જાય છે. ’
પાચન નબળું હોવાનાં કારણો
જો તમારા ખોરાકનો સમય ફિક્સ ન હોય, બે ભોજન વચ્ચેનું અંતર ખૂબ લાંબું હોય, જો તમે સવારે ઊઠીને કંઈ ન ખાતા હો, ફાઇબર ઓછું ખાતા હો, પાણી ઓછું પીતા હો, એક્સર્સાઇઝ ઓછી અથવા ન જ કરતા હો, બેઠાડુ જીવન જીવતા હો, રાતની ઊંઘ પૂરી ન કરતા હો તો પાચન નબળું હોઈ શકે છે. આ કેટલાંક મૂળભૂત કારણો છે, જેના લીધે વ્યક્તિનું પાચન નબળું પડતું હોય છે.’
પેટને આરામ આપવો
પેટને પાચન માટે સક્રિય રાખવા માટે એને થોડા થોડા દિવસે આરામ આપવો પણ જરૂરી છે. દર અઠવાડિયે, પંદર દિવસે આપણા વડીલો જે ઉપવાસ-એકટાણાં કરતા એની પાછળ આ જ સાયન્સ છુપાયેલું છે કે પેટને થોડો આરામ મળે અને પાચન સ્ટ્રોન્ગ રહે. શરીરને ડિટોક્સ કરવું જરૂરી છે. આખો દિવસ ફ્રૂટ પર રહીને કે પછી સાત્ત્વિક ખોરાક ખાઈને કે આખો દિવસ કંઈ જ ન ખાઈને કોઈ પણ રીતે ડિટોક્સ કરી શકાય છે.
હોમ રેમેડીઝ
જ્યારે તમારું પાચન સશક્ત નથી ત્યારે અમુક ઘરગથ્થુ ઉપાય ફાયદો કરી શકે છે. પાચન જેનું સ્ટ્રોન્ગ ન હોય તેમને જે મૂળભૂત તકલીફો થતી હોય છે એ છે-એસિડિટી, બ્લોટિંગ અને કબજિયાત. જો તમને એસિડિટી રહેતી હોય તો રાતે એક ગ્લાસ પાણીમાં એક ચપટી જીરું અને એક ચપટી વરિયાળી પલાળી દેવાં. સવારે ઊઠીને એ પી લેવું. જો બ્લોટિંગ હોય તો આખા ધાણાને રાતે એક ગ્લાસ પાણીમાં પલાળી દેવા અને સવારે ગાળીને એ પાણી પીવું. કબજિયાત જેને હોય તેણે રાતે સૂતાંના ૪-૬ કલાક પહેલાં અડધી ચમચી ત્રિફળા પાણીમાં પલાળવા અને સૂતાં પહેલાં એ પાણી પી લેવું.’
શું કરવું અને શું નહીં?
- બપોરે ગોળ અને ઘી સાથે જમવાનું પતાવવું. પાચનને એ સરળ બનાવે છે.
- દરરોજ સવારે ઊઠીને એક કેળું ખાઓ. લંચ કે ડિનર બનાના સાથે પૂરું કરી શકાય કે સાંજના ૪થી ૬ની વચ્ચે કેળું ખાઈ શકાય. આ એક પ્રો-બાયોટિક છે, જે સારા બેક્ટેરિયાને ગ્રો થવાનું વાતાવરણ પૂરું પાડે છે.
- દહીંને ઘરે મેળવતી વખતે એમાં થોડી કિશમિશ નાખો. કિશમિશ સાથે જમાવેલું દહીં બેસ્ટ કોમ્બિનેશન છે.
- એક્સર્સાઇઝ અને એક્ટિવિટી ખૂબ જરૂરી છે. યોગ કરો. સ્ટ્રેંગ્થ ટ્રેનિંગ પણ ખૂબ જરૂરી છે.
- બપોરે ૧૫-૨૦ મિનિટ નેપ લો.
- પાણી ઓછું ન પીવું.
- ચા અને કોફી સાંજના ચાર વાગ્યા પછી ન પીઓ; જેમાં ગ્રીન ટી પણ સામેલ છે, કારણ કે એ ઊંઘ ખરાબ કરે છે અને એના કારણે પાચન પણ બગડે.
- શાક-દાળ-રોટલી કે ભાતને ખોટી માત્રામાં ના લો, એનું પ્રમાણ વર્ષોથી આપણા પૂર્વજોએ સેટ કરેલું છે. રોટલી કે ભાતનું પ્રમાણ દાળ કરતાં થોડું વધુ જ હોવાનું અને દાળનું પ્રમાણ શાક કરતાં વધુ હોવાનું. આ પ્રમાણને જાળવો.
- સારા ફેટ્સ ન ખાવા યોગ્ય નથી. ખાખરા પર ઘી લગાવો. ઘરનું સફેદ માખણ ખાઓ. મુઠ્ઠી ભરીને શિંગદાણા ખાઓ, પીનટ બટર નહીં. નેચરલ ગુડ ફેટ્સ ખાઓ, નહીંતર કબજિયાત થશે અને એને ઠીક કરવા લેક્સેટિવ્સ લેવાં પડશે.