બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / what is dual role capable brahmos supersonic cruise missile

પહેલો ઘા શૂરાનો / ધરતી હોય કે આકાશ, દુશ્મનને કરી દેશે તબાહ! ભારતની નવી ડ્યુઅલ-રોલ મિસાઇલની શક્તિ જાણી ચોંકી જશો

Hiren

Last Updated: 07:53 PM, 23 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રક્ષા મંત્રાલયે બ્રહ્મોસ એયરોસ્પેસ સાથે 1700 કરોડ રૂપિયાની ડીલ કરી હતી. જેના કારણે વધુમાં વધુ ડ્યુલ-રોલ કેપેબલ સરફેસ ટૂ સરફેસ મિસાઇલ મળી શકે. આ મિસાઇલને લીધે ભારતીય નવસેના વધુ મજબૂત થશે. પરંતુ આ ડ્યુલ-રોલ કેપેબલ બ્રહ્મોસ મિસાઇલ છે શું ? આવો જાણીએ.

  • રક્ષા મંત્રાલયે 1700 કરોડની ડીલ કરી 
  • ડ્યુલ-રોલ કેપેબલ બ્રહ્મોસ મિસાઇલ ખૂબ શક્તિશાળી
  • ભારતીય નવસેના વધુ મજબૂત થશે

ભારત સરકારના રક્ષા મંત્રાલયે બ્રહ્મોસ એયરોસ્પેસ પ્રાઇવેટ લિમીટેડ સાથે 1700 કરોડ રૂપિયાની ડીલ કરી છે. જેના અંતર્ગત બ્રહ્મોસ કંપની રક્ષા મંત્રાલયને ડ્યુલ-રોલ કેપેબલ સરફેસ ટૂ સરફેસ મિસાઇલ આપશે.

ડ્યુલ-રોલ કેપેબલ બ્રહ્મોસ મિસાઇલ છે શું?
નવી બ્રહ્મોસ ડ્યુલ-રોલ કેપેબલ સરફેસ ટૂ સરફેસ મિસાઇલ એટલે કે સપાટીથી સપાટી પર હુમલો  કરનાર મિસાઇલ છે. અહીં સપાટીનો અર્થ જમીન નથી. ડ્યુલ-રોલ કેપેબલ એટલે કે લેન્ડ ટૂ સરફેસ, સરફેસ ટૂ લેન્ડ , સરફેસ ટૂ સરફેસ , લેન્ડ ટૂ લેન્ડ હુમલો કરવાની ક્ષમતા. દુશ્મન આ મિસાઇલની શક્તિ જોઇને મૂંઝવણમાં મુકાઇ જશે કે આ હુમલો કયાં પ્રકારની મિસાઇલથી થઇ રહ્યો છે.

હાલમાં જ દેશનું પ્રથમ સ્વદેશી એયરક્રાફ્ટ કેરિયર INS VIKRANT ભારતીય નૌસેનામાં જોડાયેલ છે. તેમાં બરાક મિસાઇલ લાગેલ છે. ભવિષ્યમાં ડ્યુલ-રોલ કેપેબલ બ્રહ્મોસ કે VLSRAM મિસાઇલો પણ તૈનાત થઇ શકે છે. તેનાથી અરબસાગરમાં પાકિસ્તાન અને બંગાળની ખાળીના વિસ્તારોમાં ચીનની હરકતોને રોકવામાં મદદરૂપ થશે. આ ટેકનીક ઘણીરીતે કામ આવી શકશે. આ મિસાઇલને અન્ય યુદ્ધ જહાજો પર પણ તૈનાત કરી શકાય છે. 

બ્રહ્મોસ ભારતીય સેનાનું બ્રહ્માસ્ત્ર
બ્રહ્મોસ મિસાઇલને પાણી, જમીન અને હવા એમ કોઇપણ જગ્યાએથી ફાયર કરી શકાય છે. ચારેય દિશામાં અસરકારક રીતે ટારગેટ થઇ શકે છે. ભારતીય સેના વારંવાર ત્રણેય દિશાઓમાં અલગ-અલગ વેરિયન્ટનું પરીક્ષણ કરતી રહે છે જેથી દુશ્મનોને યાદ રહે કે ભારત પાસે બ્રહ્માસ્ત્ર છે.

ફાઇટર જેટ્સની સાથે બ્રહ્મોસ વધુ ઘાતકી બને છે
સુખોઇ-30 MKI ઇંડિયન એરફોર્સના સૌથી ઘાતકી ફાઇટર જેટ્સમાંથી એક છે. આ જેટ 2120 KM પ્રતિકલાકની ઝડપે ઊડે છે. તેની રેન્જ પણ 3000 KMની છે. આ વિમાનમાં બ્રહ્મોસના એક્સટેન્ડેડ એર વર્ઝનને લગાડવામાં આવ્યું છે. સુખોઇ નજીક કે દૂરથી પણ દુશ્મનોના બંકરો, કૈપો, ટેંકો વગેરેને સીધો હુમલો કરી આવી શકે છે. 
ગતવર્ષ ડિસેમ્બરમાં તેનું સફળ પરીક્ષણ થયું. આ મિસાઇલને સુખોઇના માર્ગદર્શન હેઠળ બનાવાયું છે.તેની ખાસિયત એ છે કે તેને અન્ય ફાઇટર જેટ્સ સાથે લગાવી શકાય છે. ભવિષ્યમાં આ મિસાઇલને  મિકોયાન મિગ-29કે, હળવા લડાયક વિમાન તેજસ અને રાફેલમાં પણ લગાવવામાં આવશે. સબમરીન માટે બ્રહ્મોસનું નવું વેરિયન્ટ બનાવવામાં આવશે. 

બ્રહ્મોસ મિસાઇલની આ છે ખાસિયત

બ્રહ્મોસ મિસાઇલની ખાસિયત એ છે કે આ દુશ્મનોની નજરોમાં સરળતાથી આવતું નથી અને હવામાં પણ રસ્તો બદલવાની ક્ષમતા ધરાવે છે. આ 10 મીટર એટલે કે 33 ફૂટ ઊંચાઇ પર પણ ઊડાન ભરી શકે છે. એટલે કે દુશ્મનોને રડાર નજરે જ પડશે નહીં. 

બ્રહ્મોસ મિસાઇલનાં 4 વેરિયન્ટ્સ છે. પ્રથમ યુદ્ધ જહાજથી હુમલો કરતો એન્ટી શીપ વેરિયન્ટ અને બીજું લેન્ડ અટૈક વેરિયન્ટ. આ બંને વેરિયન્ટ ભારતીય દરિયાઇ સેનામાં પહેલાથી જ ઑપરેશનલ છે. ત્રીજું છે સબમરીનથી અટેક કરાતો એન્ટી શીપ વેરિયન્ટ અને ચોથું સબમરીનથી જમીન પર હુમલો કરતો લેન્ડ અટેક વેરિયન્ટ.

ક્યાં તૈનાત છે બ્રહ્મોસ મિસાઈલ 

ભારતીય દરિયાઇ સેના INS રણવીર - INS રણવિજયમાં કુલ 8 બ્રહ્મોસ મિસાઈલ સાથેનું લોન્ચર લગાવ્યું છે. આ સિવાય INS TEG, INS TARKASH અને INS TRIKANDમાં પણ આ જ લોન્ચર સિસ્ટમ લગાવવામાં આવી છે. શિવાલિક ક્લાસ ફ્રિગેટ અને કોલકાતા ક્લાસ ડિસ્ટ્રોયરમાં પણ સ્થિત છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ