બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / આરોગ્ય / what happens to your body when you quit smoking suddenly

વર્લ્ડ નો ટોબેકો ડે / અચાનક સિગારેટ છોડી દેવાથી શરીરમાં શું થાય છે ફેરફાર? કેટલો સમય મન મક્કમ રાખવાથી આદત છૂટી જશે

Manisha Jogi

Last Updated: 04:34 PM, 30 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર દર વર્ષે તમાકુના કારણે 80 લાખથી વધુ મોતને ભેટે છે. જેમાંથી 12 લાખ લોકોનું મૃત્યુ સેકન્ડ હેન્ડ સ્મોકના સંપર્કમાં આવવાને કારણે થાય છે.

  • તમાકુ આરોગ્ય માટે નુકસાનકારક
  • કેન્સર અને હ્રદયની બિમારીઓનું જોખમ વધી જાય
  • સિગારેટ છોડવાથી શરીરમાં કેવા ફેરફાર થાય છે?

તમાકુ આરોગ્ય માટે નુકસાનકારક હોય છે. તમાકુ અને તેનાથી બનેલ પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી કેન્સર અને હ્રદયની બિમારીઓનું જોખમ વધી જાય છે. તમાકુ એક મહામારીની જેમ છે, જે આરોગ્યના સૌથી મોટા જોખમમાંથી એક છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર દર વર્ષે તમાકુના કારણે 80 લાખથી વધુ મોતને ભેટે છે. જેમાંથી 12 લાખ લોકોનું મૃત્યુ સેકન્ડ હેન્ડ સ્મોકના સંપર્કમાં આવવાને કારણે થાય છે. વિશ્વભરમાં તમાકુનો સૌથી વધુ સિગારેટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આજે ‘વર્લ્ડ નો ટોબેકો ડે’ના દિવસે અમે તમને જણાવીશું કે, સિગારેટ છોડવાથી શરીરમાં કેવા ફેરફાર થાય છે અને આરોગ્ય પર શું અસર થાય છે. 

સિગારેટમાં ખૂબ જ વધુ માત્રામાં તમાકુ હોય છે. જેનાથી કેન્સર, હ્રદય રોગ, ફેફસાની બિમારી સહિત અનેક બિમારી  થવાનું જોખમ વધી જાય છે. સિગારેટ પીવાથી સ્મોકર્સ તથા તેમની આસપાસના લોકો પર ખૂબ જ ગંભીર અસર થાય છે. સિગારેટમાં નિકોટીન હોય છે. નિકોટીન એક સ્ટિમ્યૂલેંટ ડ્રગ છે. તમાકુની તમામ પ્રોડક્ટમાં નિકોટીન હોય છે, જેના કારણે વ્યક્તિ એડિક્શનનો શિકાર થાય છે. સિગારેટનું સેવન કરવાથી શરીરને નિકોટીનની આદત પડી જાય છે. જેના કારણે બ્લડ પ્રેશર તથા હાર્ટ બીટ વધી જાય છે અને બ્રેઈન તતા બોડી ગંભીર રીતે અસરગ્રસ્ત થાય છે. સિગારેટના એક પેકેટમાં 22 mg થી 36 mg નિકોટીન હોય છે. 

અચાનક સિગારેટ છોડવાથી શું થાય છે?
સિગારેટ પીવાથી શરીરને નિકોટીનની આદત પડી જાય છે અને અચાનક સિગારેટ છોડવાથી પરેશાની પણ થાય છે. શરીરને નિકોટીનની ક્રેવિંગ હોય છે અને કોઈપણ કામમાં મન લાગતું નથી. સિગારેટ છોડવાથી લોકોને બેચેની, ઊંઘની પરેશાની, ચિડીયાપણું, ચિંતા, વધુ ભૂખ લાગવી તથા વજન વધવા જેવી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. સિગારેટ છોડવાના 2થી 4 સપ્તાહમાં આ પ્રકારની પરેશાની દૂર થાય છે. સિગારેટ છોડવી તે ખૂબ જ મુશ્કેલ હોય છે, પરંતુ આરોગ્ય માટે લાભકારી છે. આ પ્રકારે કરવાથી ગંભીર બિમારીઓનું જોખમ ઓછું રહે છે અને શરીર મજબૂત બને છે. 

સિગારેટ છોડવાના ફાયદા

  • સિગારેટ છોડવાથી આરોગ્યમાં સુધારો થાય છે અને લાઈફની ક્વોલિટી વધી જાય છે. 
  • પ્રિમેચ્યોર ડેથનું જોખમ ઓછું હોય છે, 10 વર્ષ સુધી લાઈફ એક્સપેક્ટેંસી વધી શકે છે. 
  • કાર્ડિયોવેસ્કુલર ડિસીઝ, કેન્સર અને પલ્મોનરી ડિસીઝનું જોખમ ઓછું રહે છે. 
  • કોરોનરી હાર્ટ ડિસીઝ તથા ક્રોનિક પલ્મોનરી ડિસીઝના દર્દીઓને રાહત મળે છે. 
  • ગર્ભવતી મહિલાઓ તથા ભ્રૂણના આરોગ્યમાં સુધારો થઈ શકે છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ